મહારાષ્ટ્રના ખેડૂતોની પાસેથી ગુજરાતના ખેડૂતોએ દાડમની ખેતી શિખી અને પાછળ રાખી દીધા

30 એપ્રિલ 2021, ગાંધીનગર

દાડમની ખેતીમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં દાડમ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન છે. ભારતમાં દાડમ ઉગાડતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અગ્રણી રાજ્ય છે. આ રાજ્યમાં દાડમનું કુલ ક્ષેત્રફળ  90 હજાર હેક્ટર છે અને ઉત્પાદન 9.45 લાખ મેટ્રિક ટન છે અને ઉત્પાદકતા 10.5 મેટ્રિક ટન છે.

ભારતમાં દાડમના કુલ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર રાજ્યનો ફાળો 78 ટકા અને દેશના કુલ ઉત્પાદનમાં 84 ટકા છે.

2004થી ગુજરાતના ખેડૂતો મહારાષ્ટ્રથી દાડમના છોડ લાવ્યા હતા. 16 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ મહારાષ્ટ્રને હેક્ટર દીઠ ઉત્પાદનમાં પાછળ રાખી દીધું છે.

ટીશ્યુ કલ્ચર પદ્ધતિ ગુજરાતમાં વિકસી છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સૌથી વધું દાડમના બગીચા છે. બનાસકાંઠાના ગેનાભાઈ હેક્ટર દીઠ 22 ટન દાડમ પેદા કરે છે. લાખણી તાલુકામાં 5 હજાર હેક્ટર વિસ્તારમાં દાડપના બગીચા છે.

43 હજાર હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 6.71 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. જે હેક્ટરે 15 ટન સરેરાશ થાય છે. જે મહારાષ્ટ્ર કરતાં પણ વધું છે. આમ ગુજરાતના ખેડૂતોએ મહારાષ્ટ્ર પાસેથી ખેતી શીખી હતી અને મહારાષ્ટ્રને જ ઉત્પાદકતામાં પછાડી દીધા છે.

2019-20
ગુજરાતમાં દાડમની ખેતી, વાવેતર હેક્ટર અને ઉત્પાદન મે.ટન
ખેતીનીદાડમઉત્પાદન
જિલ્લોકૂલ જમીનવાવેતર હેમે.ટન
સુરત251300531
નર્મદા11300028160
ભરૂચ3149001451218
ડાંગ5650015108
નવસારી106800223
વલસાડ16430000
તાપી14910035394
દક્ષિણ ગુ.16637002301934
અમદાવાદ4874002934043
અણંદ18380018180
ખેડા2835001011151
પંચમહાલ17620076866
દાહોદ22360034357
વડોદરા304700951361
મહિસાગર12240045570
છોટાઉદેપુર2066002502625
મધ્ય ગુ.198820091211155
બનાસકાંઠા69160014300236665
પાટણ3604006848051
મહેસાણા348100110617486
સાબરકાંઠા2716005859483
ગાંધીનગર1602001531913
અરાવલી2027005355719
ઉત્તર ગુજ.203460017181279315
કચ્છ73350017181294335
સુરેન્દ્રનગર621000122512250
રાજકોટ5363004455411
જામનગર3662007569374
પોરબંદર1109009104
જૂનાગઢ3587001501538
અમરેલી5382001227979
ભાવનગર4547005727979
મોરબી347000302041827
બોટાદ1997002332880
સોમનાથ21700070688
દ્વારકા2296001601926
સૌરાષ્ટ્ર397930025332378897
ગુજરાત કૂલ989150043655671301

 

આ પણ વાંચો 

4 કરોડ દાડમના વૃક્ષોના પ્રેરણાસ્ત્રોત ગેનાભાઈની ખેતી મુશ્કેલીમાં આવી પડી છે, છે કોઈ બચાવનાર

ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર

કચ્છમાં લાલ દાડમ મેળવવા મીનલર વોટરથી ખેતી ફળી

બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીનો પાયો નાખનાર ખેડૂતને ૭ એવોર્ડ મળ્યા