જૂલાઈ 2021
પોરબંદરમાં ભાજપની કામગીરીથી નારાજ થઇને માલધારી સમાજના આગેવાન ભીમા રબારી અને કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. બાબુ બોખીરીયાના કારણે ભાજપના ફટકો પડ્યો છે. ભીમા મકવાણા ભાજપના અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ તેઓ માલધારી સમાજના પ્રમુખ છે. ભાજપ સરકાર સામે અનુસુચિત જનજાતિના દાખલાને લઇને આંદોલન પર પણ ઉતર્યા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં રાજકીય પક્ષમાં નેતાઓના રાજીનામાં પડવાની અને બીજા પક્ષમાં જોડાવાની રીત શરૂ થઈ ગઈ છે.
પોરબંદર જિલ્લા રબારી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત 200 કાર્યકર્તાઓએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરીને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું. અનુસુચિત જનજાતિના દાખલા નહીં મળતા અને સમાજના કામો સહિતના અનેક મુદ્દે નારાજગી વ્યક્તિ કરીને ભીમા મકવાણા અને તે 200 જેટલા કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે.
ભીમા રબારીએ જાહેર કર્યું હતું કે, 2022ની ચૂંટણીમાં ભાજપને પરિણામ ભોગવવાનો વારો આવશે. અમારી સાથે જે અન્યાય થાય છે તેના માટે અમે 200 કાર્યકર્તાઓ ભાજપમાંથી રાજીનામું આપીએ છીએ. અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોને લઇને સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવાની બાંહેધરી આપવામાં આપવામાં આવતા તેમને આંદોલન સમેટી લીધું હતું. સરકારની બાંહેધરી પછી પણ તેમણે પ્રમાણપત્રો ન મળ્યા હોવાના કારણે તેમણે આવું પગલું ભર્યું છે.
માલધારી સમાજના વિદ્યાર્થીઓ અગાઉ LRDની પરીક્ષા મુદ્દે સરકારની સામે આંદોલન કરી ચૂક્યા છે અને ત્યારબાદ માલધારી સમાજ દ્વારા પોરબંદરમાં અનુસુચિત જનજાતિના પ્રામાણપત્રને લઇને એક વિશાલ રેલી પણ કાઢવામાં આવી હતી.
આ આંદોલન સમયે ગાયક કલાકારો અને સમાજના આગેવાનો પણ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. ત્યારબાદ સરકારે આ બાબતે નિરાકરણ કર્યું હતું. ભાજપમાંથી માલધારીઓએ રાજીનામાં આપવાની શરૂઆત કરી દીધી છે.