ગાંધીનગર, 17 મે 2021
વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જેમાં રૂપિયા 2000થી 2200 કરોડ રૂપિયાની કેરીનું નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.
આ વર્ષે ગુજરાતના તમામ વિસ્તારોમાં 1.66થી 1.70 લાખ હેક્ટરમાં કેરીના બગીચા
છે. જેમાં 12 લાખ મેટ્રિક ટન કેરી પાકવાનો અંદાજ હતો. જોકે જેમાં 40થી 50 ટકા કેરી વેચાઈ ગઈ છે.
5 મે 2021ના દિવસથી ગુજરાતનું સૌથી મોટું તાલાલા કેરી બજાર થયું તેને હજું 12 દિવસ થયા ત્યાં વાવાઝોડું આવ્યું છે. 30થી 44 દિવસ માટે જ આ બજાર ખુલે છે.
સરેરાશ ભાવ રૂપિયા 450નો રહ્યો છે. 2020માં 10 કિલોના 6.78 લાખ બોક્સ, 2019માં 8.30 લાખ પેટી કેરી વેચાઈ હતી. તાલાલામાં લગભગ રૂપિયા 30 કરોડની કેરી વેચાય છે. તાલાલા બજારની બહાર 3 ગણી પેટી ખાનગીમાં વેચાય છે. આમ તાલાલામાં 100 કરોડની આસપાસ કેરીનો વેપાર હોય છે. જે બહારના પ્રદેશમાં બે ઘણા ભાવે વેચાય છે.
કેરીનો પાક આ વખતે ઓછો હતો. અવીરત ઠંડી, વારંવાર વાતાવરણમાં પટલો, 3 ભારે પવન વાળા વાવાઝોડા આવી ગયા છે. હવે ચોથુ વિનાશક વાવાઝોડું આવી ગયું છે. જેમાં પારાવાર નુકસાન થયું છે.
આંબા પરથી 50 ટકા જેવી કેરી ઉતરી ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. 50 ટકા કેરી આંબા પર હતી તે 98 ટકા ખરી ગઈ છે. ખરેલી કેરીનો ભાવ 50 ટકા માંગ મળતો હોય છે. જે મોટા ભાગે તો નકામી જાય છે.
ગુજરાતમાં કેરીના બગીચા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરી પાકે છે. બગીચા મોટાભાગે આખા વેચી દેવામાં આવે છે. ખરીદનારા મોટા ભાગે મજૂર વર્ગ હોય છે. તેઓ આંબા પરથી કેરી ઉતારીને બજારમાં વેચવા મોકલે છે. ખેતરના માલિકને આખા બગીચાનો ભાવ નક્કી કરીને તે આપી દેવામાં આવતા હોય છે. જોકે, વાવઝોડું આવતાં ખેડૂતોને તેમના બગીચાની પૂરી રકમ નહીં મળે.
આમ એકંદરે રૂપિયા 2 હજારથી 2200 કરોડની ખોટ ખેડૂતો કે તેના કોન્ટ્રાક્ટરને ગઈ છે. 2 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે તે સરકારે આપવું જોઈએ એવું ખેડૂતો માને છે. કારણ કે વાવાઝોડુ એ ડીઝાસ્ટર છે.
કેરી ફળ પર વરસાદનાં છાંટા પડે એટલે તે ખરાબ થઈ જાય છે. આંબા પરથી કેરી નીચે પટકાય એટલે પોચી થઈ જાય અને ફળ ખરાબ થઈ જાય છે. વૃક્ષ પરથી નીચે પટકાયેલી 90 ટકા કેરી નકામી થઈ જાય છે.
રાહુલ કચ્છડ કહે છે કે હાલ અત્ર તત્ર સર્વત્ર કેરીનું ભારી નુકશાન જોવા મળેલ છે તાલાલા ગીર જે કેસર કેરીનું ઘર ગણાય ત્યાં માત્ર 30% ખેડુતો જ પોતાની કેરી હજુ ઉતારવાની શરૂઆત કરી છે કેમ આ વખતે કેરીમાં મોર બેસવાની શરૂઆત હતી ત્યાંજ એક માવઠું થયેલ જેનાથી કેરીના મોરમાં ભારી નુકશાન જોવા મળેલ અને રોગ જીવાત નો ઉપદ્રવ ના કારણે ખેડૂતો એ દવાઓનો ખુબજ ખર્ચો કરેલ અને હાલ આ વાવા જોડા થી પડ્યા મોર પાટુ જેવું થયું છે હજી આવક ચાલુ થવાની હતી ત્યાં જ આ માવઠા થી તાલાલા ગીર, નવસારી, વલસાડ, જેવા કેરી ના હબ ગણાતા વિસ્તારમાં 70 % નુકશાન થયેલું જોવા મળે છે.
માણાવદર વિસ્તારના ખેડૂત સંજય ભૂત કહે છે કે, વંથલી અને જૂનાગઢ વિસ્તારમાં આંબા પર હજુ 80 ટકા કેરી છે. ફાલ મોડો આવ્યો હોવાથી કેરી મોડી આવી છે. જે તમામને નુકસાન છે.
17 મે 2021 | |||||
ગુજરાતમાં વાવાઝોડાથી ખેડૂતોને કેરીમાં નુકસાન કરોડ રૂપિયામાં | |||||
કિલોનો ભાવ રૂ.50 ગણતાં | અંદાજીત | નુકસાની | |||
જિલ્લાની | હેક્ટર | ઉત્પાદન | રૂપિયામાં | ||
જિલ્લો | કૂલ જમીન | વાવેતર | મેટ્રિક ટન | કરોડમાં | |
સુરત | 251300 | 10049 | 65319 | 40 – 45 | |
નર્મદા | 113000 | 3575 | 26634 | 30-33 | |
ભરૂચ | 314900 | 2933 | 24931 | 30 – 35 | |
ડાંગ | 56500 | 5188 | 35382 | 70-80 | |
નવસારી | 106800 | 33504 | 294835 | 500-600 | |
વલસાડ | 164300 | 36435 | 247758 | 400-500 | |
તાપી | 149100 | 5962 | 53360 | 100-125 | |
દક્ષિણ ગુ. | 1663700 | 97646 | 748218 | 1170થી1300 | |
અમદાવાદ | 487400 | 283 | 1384 | 1.50-2 | |
અણંદ | 183800 | 2255 | 14207 | 15-20 | |
ખેડા | 283500 | 620 | 6721 | 1-1.25 | |
પંચમહાલ | 176200 | 1720 | 10492 | 10થી 12 | |
દાહોદ | 223600 | 3062 | 16106 | 10થી15 | |
વડોદરા | 304700 | 4142 | 28414 | 15થી20 | |
મહિસાગર | 122400 | 831 | 4853 | 0 | |
છોટાઉદેપુર | 206600 | 2080 | 13728 | 10થી 20 | |
મધ્ય ગુ. | 1988200 | 14993 | 95904 | 43થી50 | |
બનાસકાંઠા | 691600 | 616 | 3240 | 4થી5 | |
પાટણ | 360400 | 105 | 540 | 0 | |
મહેસાણા | 348100 | 1049 | 5245 | 5થી 9 | |
સાબરકાંઠા | 271600 | 425 | 2155 | 5થી10 | |
ગાંધીનગર | 160200 | 1101 | 6804 | 8થી10 | |
અરાવલી | 202700 | 807 | 3720 | 4થી5 | |
ઉત્તર ગુજ. | 2034600 | 4103 | 21704 | 36થી40 | |
કચ્છ | 733500 | 10475 | 64421 | 80થી100 | |
સુરેન્દ્રનગર | 621000 | 250 | 1125 | 0 | |
રાજકોટ | 536300 | 75 | 580 | 0 | |
જામનગર | 366200 | 460 | 2806 | 3થી6 | |
પોરબંદર | 110900 | 355 | 2947 | 3થી5 | |
જૂનાગઢ | 358700 | 8675 | 58123 | 140-150 | |
અમરેલી | 538200 | 7291 | 62630 | 150-160 | |
ભાવનગર | 454700 | 5875 | 48271 | 130-150 | |
મોરબી | 347000 | 88 | 562 | 0 | |
બોટાદ | 199700 | 4 | 21 | 0 | |
સોમનાથ | 217000 | 16005 | 114436 | 270-300 | |
દ્વારકા | 229600 | 87 | 542 | 0 | |
સૌરાષ્ટ્ર | 3979300 | 39141 | 292043 | 700થી | |
ગુજરાત કૂલ | 9891500 | 166358 | 1222291 | 2000થી2200 | |
હાલ 30-50 ટકા માલ વેચાઈ ગયો હોવાનો અંદાજ છે. |