રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ.
વિશ્વ આદિવાસી દિવસ.
આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા બાગના હત્યાકાંડથી મોટો હત્યાકાંડ માનવામા આવે છે. જેમાં 1500થી વધૂ આદિવાસીઓ અંગ્રેજ સલ્તનત અને સ્થાપિત હિતોનો ભોગ બન્યા હતા. પંચમહાલની શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના ઈતિહાસ વિભાગમા ફરજ બજાવતા આસિટન્ટ પ્રોફેસર ડો.ગણેશ નિસરતાએ “ગોવિંદગૂરુ ભગત સંપ્રદાય” વિષય ઉપર સંશોધન કર્યુ છે.
આજે વિશ્વ આદિવાસી દિવસ… જાણો આદિવાસીઓમાં સામાજીક ચેતના જગાડનાર મસિહા શ્રીગોવિંદગુરુ વિશે..
કોણ હતા ગોવિંદગૂરૂ ?
રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના વેડસા (વાસીયા) ગામે વણઝારા કુટુંબમા શ્રી ગોવિંદગૂરુનો જન્મ ઇ.સ.1863માં થયો હતો. તેમનું બાળપણમા નામ ગોવિંદા કે ગોમા પણ હતુ. તેમને માત્ર ઔપચારિક શિક્ષણ જ મેળવ્યૂ હતુ. વણઝારા હોવાના કારણે તેમનો બળદ વેંચવાનો વ્યવસાય સુંથ, ઇડર સહિતના વિસ્તારોમા હતો. 1884માં તેમને વૈરાંગી જીવન જીવવાનુ શરૂ કર્યુ અને 1800-1900 દરમિયાન સમાજસુધારાની પ્રવૃતિ કરી હતી. આ દરમિયાન ભારતમા છપ્પનિયો દુકાળ પડતા રાજસ્થાન તેમજ પંચમહાલ પ્રદેશના વિસ્તારોને પણ અસર પહોચી હતી. આથી, ગોવિંદગૂરૂએ સુંથ રાજ્ય જે હાલનુ સંતરામપુરના નટવા ગામે આસરો લીધો હતો. આ દુકાળમાં તેમની પત્ની અને બાળકો પણ મૃત્યુ પામ્યાં હતાં.
તે દરમિયાન તેમને અહી તેમને ભીલ આદિવાસી સમાજ સાથે આત્મિયતા બંધાઇ હતી અને 1902થી 1907 દરમિયાન તેઓએ ડુંગર, સુરપુર, ઊંબરેલી નામના ગામોમા હબી તરીકે (હળ ચલાવનાર) તરીકે કામ કર્યુ હતું. આ દરમિયાન તેમને માનગઢમાં “સંપસભા”નામે એક વિશાળ સંગઠનની સ્થાપના કરી અને તેમને સુંઠ રાજ્યમા સંપસભા સંબોધવાનું કામ કર્યુ હતું. જોતજોતામાં માત્ર દોઢસો અનુયાયીઓથી શરુ થયેલી આ સંપસભાના અનુયાયીઓની સંખ્યા હજારોમાં થઇ ગઇ હતી. સંપસભામા સામાજીક અને ધાર્મિક ઉપદેશ આપવામા આવતો. જેમાં દારૂપીવો નહીં, સત્ય બોલવું, ચોરી-લુંટફાટ કરવી નહીં જેવી દુર થયેલી બદીઓનો સમાવેશ થતો હતો.
શ્રી ગોવિંદગૂરુના ઉપદેશોનો આદિવાસી પર પ્રભાવ
ગોવિંદગુરૂના ઉપદેશો અને પ્રચાર કાર્યની આદિવાસી સમાજ ઉપર હકારાત્મક અસર થવા લાગી હતી. શ્રી ગોવિંદગૂરુના પ્રભાવમાં ભગત બનેલા ભીલો કેસરી સાફો અને રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. સાથે દારૂ, માંસ, ચોરી અને અન્ય કુરિવાજોનો ત્યાગ કરી એક નવચેતન ભર્યાજીવનને જીવી રહ્યા હતા. ગોવિંદ ગુરૂ અને તેમની ભગત ચળવળની પ્રતિભાઓ દેસી રાજ્યોના પરંપરાગત અર્થતંત્રમાં ગાબડા પાડી રહ્યા હતા. તેથી ભીલ જાગૃતિને કચડી નાંખવા દેશી રાજ્યો મેદાને પડ્યા હતા. જેની શરૂઆત તેઓ ભગત સંપ્રદાયના અનુયાયીઓને માનસિક હેરાનગતિ કરવાથી કરી હતી. ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓને ધુણીઓની પૂજા કરતા અટકાવવા માટે દરેક ગામમાં સંપ્રદાયની ધુણી ખોદી કાઢી. ધુણીઓ ઉપર પેશાબ કરવો. જ્યારે સિપાઈઓ ભીલોને દારૂ પી હિંસાનું વાતાવરણ સર્જવા ઉશ્કેરતા અને ધુણીઓ ઉપર પ્રદુષિત ખોરાક ફેકતા હતા. દેશી રાજ્યોના શારીરિક માનસિક ત્રાસના કારણે શ્રી ગોવિંદગૂરુ શરૂઆતમાં ઈડર રાજ્ય તથા છેવટે માનગઢની ટેકરીઓ જે હાલમાં ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આશ્રય લેવો પડ્યો હતો.
માનગઢ હત્યાકાંડમા હજારો આદિવાસી મોતને ભેટ્યા
અમૃતસરમાં થયેલા જલિયાવાલા બાગ જેવી જ ઘટના અહીં માનગઢ જે હાલમાં મહિસાગર જીલ્લાની સરહદેલ અને રાજસ્થાનની સરહદે છે તે ડુંગરોમાં પણ બની હતી. 17 નવેમ્બર 1913ના રોજ માનગઢની ટેકરી ઉપર હજારોની સંખ્યામાં મહિલાઓ, નાના બાળકો, અનુયાયીઓ એકત્રીત થઈ ધુણીમાં હવન અને પુજાપાઠ કરી રહ્યા હતા. તે જ સમયે અંગ્રેજ લશ્કર, દેશી રાજ્યોએ માનગઢની પહાડીઓને ઘેરી વળ્યા અને તોપ, મશીનગન, બંદુક વડે હુમલો કરવામા આવ્યો હતો. જેમાં 1500થી વધુ આદિવાસીઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના માટે ગોંવિદગુરૂને દોષી ઠેરવામાં આવ્યા હતાં. તેમના શિષ્ય પુંજા પારગીની પણ ધરપકડ કરવામા આવી હતી. ગોવિંદગુરૂને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને આ સજા પુર્ણ થયા બાદ તેઓ ઝાલોદ પાસેના કંબોઈ ગામે આવીને વસવાટ કરે છે. અને પોતાના ભગત સંપ્રદાયનો પ્રચાર કરતા કરતા 1931માં ગોવિંદગુરૂ અવસાન પામ્યા હતાં.
પંચમહાલના વડામથક ગોધરા ખાતે આવેલી છે શ્રી ગોવિંદગૂરુ યૂનિર્વસીટી
આદિવાસીઓના મસિહા અને ધર્મગુરુ બનેલા એવા શ્રી ગોવિંદગૂરુના નામથી પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે મધ્ય ગુજરાતની નવનિર્મિત યુનિર્વસીટીને શ્રી ગોવિંદગૂરુ નામાભિધાન આપીને સ્થાપના ૨૦૧૬માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામા આવી હતી. આ યુનિર્વસીટી પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર તેમ કુલ પાંચ જીલ્લાની કોલેજો ખાતે સંલગ્ન જોડાયેલી છે. જેમાં હાલમાં ડો.પ્રતાપસિંહ ચૌહાણ VC તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે હાલ વિવિધશાખાના અભ્યાસક્રમ પણ ચાલી રહ્યા છે. અહીંના વિદ્યાર્થીઓને દુર અમદાવાદ, વડોદરા જેવા દુરના શહેર સુધી અભ્યાસ અર્થે જવુ પડતુ નથી.
૯મી ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઊજવામા આવે છે.ભારતદેશે આ
મામલે યુનો (સંયૂક્ત રાષ્ટ્રસંઘ)માં રજૂઆત કરતા યુનો દ્વારા ૯મી ઓગષ્ટને આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામા આવ્યો.
આદિવાસીએ જંગલમા રહેતી મૂળ પ્રજા છે.જેને આજ સૂધી પોતાનારહેણીકરણી,સામાજીક,રીતરિવાજો,કલા,સંસ્કૃતિ અને પંરપંરા અને પ્રકૃતિને જાળવી રાખીછે.પંચમહાલ જીલ્લામા આજે પણ ઘોંઘબા,અને મોરવા હડફ તાલુકામાં આદિવાસી સમાજ નો બહોળો વર્ગ વસવાટ કરેછે.દાહોદ, અને મહિસાગર જીલ્લામાં પણ સારી એવી બહૂમૂલ્ય વસ્તી આદિવાસી સમાજ ધરાવેછે.
એક સમયે અંખડ પંચમહાલનૂ બિરૂદ ધરાવતા આ જીલ્લામાંથી દાહોદ અને મહિસાગર એમ બે જીલ્લા નવર્નિમીત પામ્યા છે.રાજસ્થાન,પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણીબધી બદીઓથી ઘેરાયેલો હતો.ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા,દારુબંધી,ચોરીથી દુર કરવાનુ કામ ગોવિંદગૂરુએ કર્યૂ.અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા.તેમના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ જે જલિયાવાલા બાગના હત્યાકાંડથી મોટો હત્યાકાંડ માનવામા આવે છે.જેમા ૧૫૦૦થી વધૂ આદિવાસીઓ અંગ્રેજ સલ્તનત અને સ્થાપિત હિતોનો ભોગ બન્યા હતા. પંચમહાલની શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના ઈતિહાસ વિભાગમા ફરજ બજાવતા આસિ.પ્રોફેસર ડો.ગણેશ નિસરતાએ “ગોવિંદગુરુનો ભગત સંપ્રદાય” (એક અધ્યયન) આ વિષય ઉપર સંશોધનકાર્ય કર્યુ છે.તો આપણે શ્રીગોવિંદગુરુ વિશે જાણીએ
કોણ હતા ગોવિંદગૂરૂ ?
રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના વેડસા (વાસીયા) ગામે વણઝારા કુટુંબમા ગોવિંદગૂરૂનો જન્મ ઇસ.૧૮૬૩માં થયો હતો.જેમનુ બાળપણનૂ નામ ગોવિંદા કે ગોમા પણ હતૂ.તેમને માત્ર ઔપચારિક શિક્ષણ જ મેળવ્યૂ હતૂ.વણઝારા હોવાના કારણે તેમનો બળદો વેચવાનો વ્યવસાય સુંથ,ઇડર સહિતના વિસ્તારોમા કરવા માટે આવતા જતા હતા.૧૮૮૪મા તેમને વૈરાગી જીવન જીવવાનુ શરૂ કર્યુ.૧૮૯૯ -૧૯૦૦ દરમિયાન સમાજસુધારાની પ્રવૃતિ કરી હતી. આ દરમિયાન ભારતમા છપ્પનિયો દુકાળ પડતા રાજસ્થાન તેમજ પંચમહાલ પ્રદેશના વિસ્તારોને પણ અસર પહોચી હતી,આથી ગોવિંદગૂરૂએ સુંથ રાજ્ય( હાલનુ સંતરામપુર)ના નટવા ગામે આસરો લીધો હતો.આ દુકાળમાં તેમની પત્ની અને બાળકો પણ મૃત્યૂ પામ્યા હતા,આ
દરમિયાન તેમને અંહી તેમને ભીલ આદિવાસી સમાજ સાથે આત્મિયતા બંધાઇ.અહી ૧૯૦૨થી ૧૯૦૭ દરમિયાન તેઓએ ડુંગર,સુરપુર,ઊંબરેલી નામના ગામોમા હબી તરીકે (હળ ચલાવનાર) તરીકે કામ કર્યુ. આ દરમિયાન તેમને માનગઢમાં “સંપસભા”નામે એક વિશાળ સંગઠનની સ્થાપના કરી.અને તેમને સુંઠ રાજ્યમા સંપસભા સંબોધવાનૂ કામ કર્યૂ.જોતજોતામાં માત્ર દોઢસો અનૂયાયીઓથી શરુ થયેલી આ સંપસભાના અનૂયાયીઓની સંખ્યા હજારોમાં થઇ ગઇ.આ સંપસભામા સામાજીક અને ધાર્મિક ઉપદેશ આપવામા આવતો.જેમા દારૂપીવો નહિ,સત્ય બોલવુ, ચોરી-લુંટફાટ કરવી નહી,વગેરેનો દુર થયેલી બદીઓનો સમાવેશ થતો હતો.
ગોવિંદગુરૂના ઉપદેશો અને પ્રચાર કાર્ય ની આદિવાસી સમાજ ઉપર હકારાત્મક અસર થવા માંડી હતી.
ગોવિંદ ગુરુના પ્રભાવમાં ભગત બનેલા ભીલો કેસરી સાફો અને રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. સાથે દારૂ, માંસ, ચોરી અને અન્ય કુરિવાજો નો ત્યાગ કરી એક નવચેતન ભર્યાજીવનને જીવી રહ્યા હતા.ગોવિંદ ગુરૂ અને તેમની ભગત ચળવળની પ્રતિભાઓ દેસી રાજ્યોના પરંપરાગત અર્થતંત્રમાં ગાબડા પાડી રહ્યા હતા.તેથી ભીલ જાગૃતિને કચડી નાંખવા દેશી રાજ્યો મેદાને પડ્યા હતા.જેની શરૂઆત તેઓ ભગત સંપ્રદાયના અનુયાયીઓને માનસિક હેરાનગતિ કરવાથી કરી હતી ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓને ધુણીઓની પૂજા કરતા અટકાવવા માટે દરેક ગામમાં સંપ્રદાયની ધૂણી ખોદી કાઢી. ધુણીઓ ઉપર પેશાબ કરવો. જ્યારે સિપાઈઓ ભીલો ને દારૂ પી હિંસાનું વાતાવરણ સર્જવા ઉશ્કેરતા અને ધુણીઓ ઉપર પ્રદુષિત ખોરાક ફેકતા હતા. દેશી રાજ્યોના શારીરિક માનસિક ત્રાસના કારણે ગોવિંદગુરુ શરૂઆતમાં ઈડર રાજ્ય તથા છેવટે માનગઢની ટેકરીઓ( હાલ ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર) પર આશ્રય લેવો પડ્યો હતો.
માનગઢ હત્યાકાંડમા હજારો આદિવાસી મોતને ભેટ્યા
અમૃતસરમાં થયેલા જલિયાવાલા બાગજેવી જ ઘટના અહી માનગઢ(જે હાલ મહિસાગર જીલ્લાની સરહદે -રાજસ્થાનની સરહદે છે)ના ડુંગરો પણ બની હતી.૧૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ માનગઢની ટેકરી ઉપર હજારોની સંખ્યામાં મહિલાઓ,નાના બાળકો,અનુયાયીઓ એકત્રીત થઈ ધૂણીમાં હવન અને પુજાપાઠ કરી રહ્યા હતા.તે જ સમયે અંગ્રેજ લશ્કર,દેશી રાજ્યોએ માનગઢની પહાડીઓને ઘેરી વળ્યા અને તોપ,મશીનગન,બંદૂક વડે હુમલો કરવામા આવ્યો.જેમા ૧૫૦૦થી વધૂ આદિવાસીઓ મોતને ભેટ્યા હતા.આ ઘટના માટે ગોંવિદગુરૂ ને દોષી ઠેરવામાં આવ્યા.તેમના શિષ્ય પુંજા પારગીની પણ ધરપકડ કરવામા આવી.ગોવિંદગુરૂને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.સજા પુર્ણ થયા બાદ તેઓ ઝાલોદ પાસેના કંબોઈ ગામે આવીને વસવાટ કરે છે,અને પોતાના ભગત સંપ્રદાયનો પ્રચાર કરતા કરતા ૧૯૩૧માં શ્રી ગોવિંદગુરૂ અવસાન પામે છે.
-પંચમહાલના વડામથક ગોધરા ખાતે આવેલી છે શ્રીગોવિંદગૂરૂ યૂનિર્વસીટી
આદિવાસીઓના મસિહા અને ધર્મગુરુ બનેલા એવા ગોવિંદગૂરૂ ના નામથી પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે મધ્ય ગુજરાતની નવનિર્મિત યુનિર્વસીટીને શ્રીગોવિંદગૂરૂ નામાભિધાન આપીને સ્થાપના ૨૦૧૬માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામા આવી હતી.આ યુનિર્વસીટી પંચમહાલ,દાહોદ,મહિસાગર,વડોદરા,છોટાઉદેપુર એમ પાંચ જીલ્લાની કોલેજો ખાતે સલગ્ન જોડાયેલીછે.હાલમાં ડો.પ્રતાપસિંહ ચૌહાણ VC તરીકે ફરજ બજાવી રહ્યા છે.હાલ વિવિધશાખાના અભ્યાસક્રમ પણ ચાલી રહ્યા છે.અહીના વિદ્યાર્થીઓને દુર અમદાવાદ,વડોદરા,જેવા દુરના શહેર સુધી ભણવા જવુ પડતુ નથી.
આમ,વિશ્વ આદિવાસી દિવસ નિમિતે આવા સામાજીક અને ધાર્મિકચેતના તેમજ ક્રાંતિ જગાડનાર ગોવિંદગૂરુ ખરા અર્થમાં આદિવાસીઓના “ગુરુ ગોવિંદ” બન્યા છે.
ડો.ગણેશ નિસરતા
આસિ અધ્યાપક અને સંશોધનકાર
સરકારી વિનયન કોલેજ, શહેરા