પોરબંદરમાં ખાણ માફિયાઓની 5 હજાર કરોડની લૂંટ

Mining mafia looted 5 thousand crores in Porbandar! ઘણી ખાણો બંધ કરાવાઈ पोरबंदर में खनन माफियाओं की 5 हजार करोड़ की लूट!

400 ગેરકાયદે ખાણોના માફિયાઓને રાજ્યાશ્રય

30 વર્ષમાં અબજો રૂપિયાની લૂંટ ચલાવવામાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ જવાબદાર

દિલીપ પટેલ
અમદાવાદ, 20 જૂન 2024
પોરબંદર દરિયા કાંઠે પથ્થરની ખાણોમાંથી ખાણ માફિયા પથ્થર કાઢો અને પ્રજાની માલિકીની કુદરતી સંપત્તિ લૂંટવામાં આવી રહી છે. મિયાણીથી માધવપુરના 150 કિલોમીટરના દરિયા કાંઠે રાજનેતાઓ, તલાટી, સરપંચ, પંચાયતના કેટલાક સભ્યો, તાલુતકા પંચાલતના કેટલાક સભ્યો, પોલીસ સાથે મળીને ગેરકાયદે 300-400 ખાણો પાસેથી કેટલાક લોકો મહિનાના હપ્તા મેળવે છે. તેથી કેટલીક ખાણો બંધ કરવામાં આવી છે.

એક ખાણનો હપ્તો 1 લાખ 35 હજાર બાંધેલો ભાવ છે. મહિને 3થી 5 કરોડનો હપ્તો લેવાતા હોવાનો આરોપ છે. મહેસુલ વિભાગના અગ્ર સચિવ મનોજ કુમાર દાસને પોરબંદરના કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી.

2022માં કોંગ્રેસે કલેક્ટરને મળીને જાણ કરી હતી કે, જિલ્લામાં 400 ગેરકાયદે ખાણો ચાલે છે. મહિને રૂ. 100 કરોડનો પથ્થર ચોરી લેવામાં આવે છે. મતલબ કે વર્ષે રૂ. 1200 કરોડનું પથ્થર કૌભાંડ હતું. 5 વર્ષે 5 હજાર કરોડ અને 10 વર્ષે 10 હજાર કરોડની પ્રજાની સંપત્તિ લૂંટીને સરકારને નુકસાન થાય છે.

પોરબંદરના મિયાણીથી માધવપુર સુધીની પટ્ટી પર 400 ગેરકાયદે ખાણ ખોદવામાં આવે છે. પથ્થર ચોરીનું કામ છેલ્લાં 30 વર્ષથી થતું રહ્યું છે. હવે તે ભૂપેન્દ્ર પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં વધી ગયું છે. પોતાને દેશ ભક્ત કહેતી ભાજપના સરકારમાં દેશની સંપત્તિ લૂંટી લેવામાં આવી રહી છે.

કચ્છ 16 હજાર કરોડની આવક
2018માં ગુજરાતમાંથી માત્ર કચ્છમાં લખપતના મુંધવાયની ચુનાના પથ્થરની 3 સાઈટની હરાજી થઈ હતી.  ત્રણેય બ્લોકમાંથી સરકારને રૂા.16 હજાર 201 કરોડની આવક થવાની ધારણા હતી. તો પછી પોરબંદરમાં તો આ આવક ખરેખર વધારે હોવી જોઈએ. પણ એમ થતું નથી. ખરેખર તો સરકારને અહીંથી વર્ષે કચ્છ કરતાં વધારે મળવું જોઈએ.

સૌરાષ્ટ્રમાં પથ્થર
સૌરાષ્ટ્રનો 765 કિલોમીટરનો દરિયાકાંઠો છે. 500 કિ.મી. વિસ્તારમાં જમીનમાંથી ચૂનાનો ૫થ્થર મળે છે. દ્વારકા, પોરબંદર, સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં લાઇમસ્ટોન મળે છે. બેફામ બનેલા ખનિજ ખાણ માફિયા હજ્જારો મેટ્રીક ટન ચૂનાના ૫થ્થરનું ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. જમીનમાં 10થી 30 મીટર ઊંડાઈ સુધી લાઇમસ્ટોન કાઢવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રના ઘણા રાજકીય નેતાની સંડોવણી ખુલી છે. અબજો રૂપિયાના ખનીજ ચોરીની ગણતરીનો કોઇ હિસાબ માંડી શકાય તેમ નથી. રાજકારણીઓ અને તંત્રની સીધી કે આડકતરી મીલીભગત છે. મકાનો અને સિમેન્ટ ફેક્ટરીઓમાં ઉપયોગ થાય છે.

2023માં ગાંધીનગરથી દરોડા પડાયા તો 52 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી.

બાબુ બોખીરીયા
પૂર્વ પ્રધાન બાબુ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી ખનીજ ચોરીના રૃ.130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ.1200થી 1500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ.55 કરોડની ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કર્યો હતો. 11 કંપની સામે રૂ.250 કરોડની ખનીજ ચોરીની રીકવરીના કેસ કર્યા હતા. એ સમયે મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદી હતા. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝ વાળી જમીનમાંથી રૂ.55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો.
એ સિવાયની રૂ.250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રીકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું.

કરોડો રૂપિયાની વીજળીની ચોરી પોરબંદરના ખાણ માફિયા કરી રહ્યાં છે.

ફરીથી ચોરી
2024માં પ્રાંત અધિકારી સંદીપ જાદવ, અધિક કલેકટર મેહુલ જોષી ખાણોની ચોરી શરૂ થઈ છે. સંદીપ જાદવના કાકા અને મોટા બાપાના ભાઈઓ સાથે મળીને જિલ્લા કલેક્ટર કે ડી લાખાણી તેની સાથે મળીને પ્રજાની સંપત્તિ લૂંટવાનું શરૂ કરી હોવાની ફરિયાદ કરી હતી. ધંધા બંધ કરવા માંગ થઇ છે, અને તે અંગે જિલ્લા કલેકટરને ફોટાના પુરાવા સહિત યોગ્ય કરવા રજુઆત થઇ છે.

ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલ અને ફ્લાઈંગ સ્કવોડ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદ કરી છે. સરકારી ખરાબાની જમીન મોટા ભાગે ખોદી નાંખવામાં આવી છે. મોટા પ્રમાણમાં વીજ ચોરી કરે છે. ખાણ  ખનીજ વિભાગ દરાડો પાડે છે ખાણો પકડે છે પણ તેના માલિકના નામો ઓછા જાહેર કરે છે.

રોયલ્ટી
પોરબંદરમાંથી સરકારને વર્ષે રૂ. 53 કરોડની રોયલ્ટી મળે છે. ગેરકાયદે ખાણોના 116 કેસમાં રૂ. 2 કરોડ 36 લાખનો દંડ થયો હતો. જેમાં માત્ર 13 કિસ્સામાં જ પોલીસ ફરિયાદ કે અદાલતમાં ખટલા છે. વર્ષે 60 લોકોની ધરપકડ કરાઈ છે.

પથ્થરોનો વિસ્તાર
પોરબંદર સ્ટોન અથવા પોરબંદરી પથ્થર ભારતમાં જાણીતો કાર્બોનેટ ખડકો – પથ્થર છે. જે મકાનો બનાવવા વપરાય છે.
2300 ચોરસ કિલોમીટરના નાના જિલ્લો અધિકારીઓ સંભાળી શકતા નથી. અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાં મકાનો બનાવવા માટે તેની માંગ વધી છે. કારણ કે તેનાથી મકાનો બનાવવામાં આવતા ઘરમાં ગરમી ઓછી લાગે છે. મિલિયોલાઈટ ચૂનાના ખડકો (લાઈમ સ્ટોન)ની માંગ છે. બ્રિટિશ સરકાર અને રાજાઓએ ઈમારતોમાં આ પથ્થર વાપર્યો છે. રંગુન, કરાચી, મુંબઈ, મદ્રાસ, કોચીન અને ઘણાં શહેરોમાં પોરબંદરથી આ પથ્થર સદીઓથી વપરાય છે. 2017-18માં કલકત્તા, પાકિસ્તાન, બાંગલાદેશ, રંગુનમાં 32 હજાર ટન ગુજરાત બહાર મોકલવામાં આવ્યો હતો.

દંડ અને ચોરી
2019માં પોરબંદરમાં 501 કરોડ રૂપિયા દંડના વસુલવાના બાકી હતા. ખાનગી જમીન પરથી ખાણ માફિયાઓ ખાણો ખોદીને પથ્થરની ચોરી કરી લે છે. સરકારી રેકર્ડ ઉ૫ર આમ તો હાલ કોઇ નવી ખાણને મંજુરી આ૫વામાં આવતી નથી. ૫રંતુ ગેરકાયદેસર રીતે ધમધમતી અનેક ખાણમાંથી હજ્જારો મેટ્રીક ટન ચૂનાના ૫થ્થરની ચોરી થઇ રહી છે.

મે 2024માં વર્તુ નદીમાં ફટાણા ગામની
ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટરશ્રી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

2021માં 140 ખાણ, પથ્થર વહન પકડાયા હતા. જિલ્લામાં બોકસાઈટ અને ચૂનાના પથ્થરની 96 લીઝ ત્યારે હતી. જેમાં 39 જ ખોદવામાં આવી હતી. બીજી બંધ હતી. બેલી, મકાનના પથ્થરની 409 લીઝ ખાણ હતી. રૂ. 2 કરોડ દંડ મળ્યો પણ 5 કરોડનો દંડ ભર્યો ન હતો.

ઘેડના બળેજ, માધવપુર, વર્તુ નદીના ફટાણા ખાતે 16 ચકરડી મશીન રૂ. એક કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને  પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ છે.

રાતડી ગામ
રાતડી ગામ બાંધકામમાં વપરાતા પથ્થરોની ખાણો પણ આવેલી છે. ખાણ ખોદકામ અને તે સંલગ્ન ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયેલો છે.

20 મે 2024માં બળેજ, પાતા અને ખાંભોદરમાં સરકારી ખરાબામાં ચાલતા 2 ટ્રેકટર, 3 પથ્થર કટીંગ ચકરડી મશીન, 1 જનરેટર, 1 હિટાચી મશીન કબજે

29 મે 2024માં બળેજ, માધવપુર, વર્તુ નદીના ફટાણા ગામે ખાણો અને 16 ચકરડી મશીન સાથે રૂ. એક કરોડ જથ્થો પકડાયો હતો.

ફેબ્રુઆરી 2023માં વિસાવાડા પાસે કુછડી ગામે રાજ્ય મોનીટરીંગ સેલ દ્વારા 15 ગેરકાયદે ખાણ અને 40 ચકરડી, 11 ટ્રેકટર, 4 ટ્રક પકડાઈ હતી. ગામના સરપંચ અને ખાણના માલિક નાગા ભીમા, માધવપુરના બાલુ ઉર્ફે મામા, પોરબંદરના ભીવન વેલજી કોટીયા, એભા દાસ, ઓડદરના હમીર અરશી, કાટવાણાના હાજા તથા રાજુ પકડાયા હતા. પથ્થરોનો દલાલ બોખીરીના રામ ગીગા કેશવાલા,

2 ડિસેમ્બર 2023માં રાતડી અને વિસાવાડાની 6 ગેરકાયદેસર ખાણો 13 ચકરડી સાથે ઝડપાઇ હતી.

જૂન 2022માં કુતિયાણાના રોઘડા ગામ નજીક ડ્રોન કેમેરામાં રેતી ચોરી ઝડપાઈ હતી.

2022માં બળેજ ગામે ગેરકાયદે ખાણ પકડાઈ હતી.

2022માં કુછડી ગામે 3 ખાણો 13 ચકરડી સાથે પકડાઈ હતી.

બે વર્ષ પહેલાં 17 – 08 – 2021માં પાંચ ગેરકાયદેસર ખાણો ઝડપાઈ હતી.

2020માં માધવપુર, ઊંટડા, બળેજ, મોયા ગામે ખાણોની તપાસ કરાંતા બળેજ ગામે ત્રણ ખાણોમાં 11 મશીનથી ખનીજચોરી થતી હતી.

મે 2021માં મિયાણીની ગૌચની જમીન પર અનેક ખાણોમાં ગેરકાયદેસર ખનિજ ચોરી થતી રહી છે.

પાતા ગામે 4 વર્ષ પહેલા 7 મશીનો સાથે ખાણ કામ કરતાં મેરામણ અરજણ ને રૂ. 2.54 કરોડની ચોરીની નોટિસ ફટકારી હતી.

કોણ જવાબદાર
કલેક્ટર કે. ડી. લાખાણી
નિવાસી અધિક કલેકટર આર. એમ. રાયજાદા
પ્રાંત ઓફિસર અને એસડીએમ એસ. એ. જાદવ
પ્રાંત ઓફિસર અને એસડીએમ પી. ડી. વંદા

સૌરાષ્ટ્રમાં ખાણ અને તેના આધારિત ઉદ્યોગોનો વાર્ષિક ધંધો રૂ. 50 હજાર કરોડ હોવાનો અંદાજ છે.

ગુજરાતના ખજાનાની લૂંટ
સુરેન્દ્રનગરમાં કોલસા મફિયાઓ થાન, મુળી, ચોટીલા કોલસાની 300 ખાણ છે. રોજની 1,000 ટ્રકો નિકળે છે. રોજના 18થી 20 હજાર ટન કોલસો ગેરકાયદે કાઢવામાં આવે છે. રોજનો 2 કરોડ અને વર્ષે રૂ.600 કરોડનો કોલસો કાઢવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓના  હપ્તા પહોંચે છે.

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં લાઇમ સ્ટોન તેમજ બેલા પથ્થરનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતો હોવા છતાં દરોડા પડાયા નથી.

ખારા પાણી
ખાણો ખોદડાના કારણે પાણી શુદ્ધ થવાની પ્રાકૃતિક પ્રક્રિયા ખોરવાઇ ગઈ છે. તેનાથી 10 વર્ષમાં સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો 10 કીલો મીટર અંદર સુધી ખારો થઈ જવાનો છે. સૌરાષ્ટ્રના 7 લાખ હેક્ટર જમીનને દરિયાઈ ખારાશ આવી ગઈ છે. 534 ગામો અને 12 લાખ લોકોને અસર થઈ છે. 50 હજાર કુવા નકામા થઈ ગયા છે.

કિનારાથી દરિયાઈ ખારાશ 10થી 15 કિ.મી. અંદર આવી ગઇ છે. જે દરવર્ષે 1 કિ.મી. આગળ વધી રહી છે.
દરિયાઈ જીવસૃષ્ટિ, મેનગૃવ્સ, અને લેન્ડસ્કેપ વિગેરેને પારાવાર નુકસાન થાય છે. તેના પરિણામે પોરબંદરના પર્યટનને હાની પહોંચે છે. જે ગામોમાં દરિયાઈ રેતીનું ખનન થાય છે તે ગામતળમાં દરિયાઈ ખારાશ ઘુસી જતા તે ગામોના ખેડૂતોને ખેતીમાં પણ પારાવાર નુકસાન થાય છે.