ગાંધીનગર, 13 નવેમ્બર 2020
10 વર્ષમાં 3.50 લાખ ખેડૂતો ઘટી ગયા છે. ખેડૂતો ખેત મજૂર બની રહ્યાં છે. 2001માં ખેડૂતોની સંખ્યા 58 લાખ હતી. 10 વર્ષમાં 54.47 ખેડૂતો લાખ થઈ ગયા છે. 2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટર ના હતા, જે 10 વર્ષ પછી 12 લાખ થઈ ગયા છે. ભાજપના રાજમાં નાની જમીનોમાં 100 ટકાનો વધારો થયો છે. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. 3 વીઘા જમીન સાથે મજૂરી કરતાં હોય એવા ખેડૂતો 20 લાખ છે. 17 લાખ ખેત મજૂરોનો વધારો થયો છે.
મનરેગાથી મજૂરી ઊંચી ગઈ
2020માં દાહોદ જિલ્લામાં 1.63 લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી. આ મજૂરો સૌરાષ્ટ્રના ખેતરોમાં કામ કરવા જતાં હતા તેમણે હવે બંધ કરી દીધું 19 મે 2020ના દિવસે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મનરેગા યોજના હેઠળ 4.70 લાખ મજૂરોને રોજગારી આપવામાં આવી છે. 33 જિલ્લામાં 4406 ગ્રામ પંચાયતોમાં 24 હજાર કામો ચાલે છે તેમાં રોજગારી આપવામાં આવી છે.
દાહોદ, પંચમહાલ, અરવલ્લી, છોટા ઉદેપુર અને નવસારી જિલ્લામાં સૌથી વધુ કામ થયા હતા. સરકારની આ યોજનાની સારી અસર એ થઈ છે કે મજૂરો હવે ખેતરોમાં કામે જવાના બદલે મનરેગામાં જાય છે. તેઓ પોતાના વતનથી હીજરત કરતાં નથી. તેથી મજૂરોની અછત ઊભી થઈ અને મજૂરીના દરો રોજના રૂ.200 હતા તે વધીને 400 કે 500 સુધી સીઝનમાં પહોંચી જાય છે. તેમ ખેડૂતો કહે છે.
મજૂરોના સ્થાને મશીન
મજૂરી ઊંચી જતાં ખેત પેદાશોની પડતર ઉંચી ગઈ છે. તેથી શાકભાજી અને અનાજ મોંઘા થયા છે. ખેડૂતો હવે એક મજૂરથી ચાલતાં નાના દેશી મશીનો દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. એક મશીન 10થી 25 મજૂરોનું કામ કરી આપે છે. આવા મશીનો સ્થાનિક નાના ઉદ્યોગો બનાવી આપે છે. ડિઝલથી નાના મશીનો વધી રહ્યાં છે. મનરેગા યોજના આવતાં ખેત મજૂરીના દરો ઊંચા જતાં ખેડૂતોમાં નાના મશીનોની માંગ વધી છે. એમ ખેડૂતો કહી રહ્યાં છે.
ગજરાત સરકારનો મશીન યુગ
ગુજરાતમાં આજે નાના અને મધ્યમ કક્ષાના ખેત મશીનો વર્ષે 5-6 લાખ ખરીદવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં ખેતઓજારો માટે 2010 સુધીમાં માત્ર રૂ.2 કરોડની સહાય આપી હતી. 2012-13માં રૂ.285 કરોડ હતી. 2014માં સબસિડીયુક્ત સાથે 1.08 લાખ ખેત ઓજારોની ખરીદી થઈ હતી. જેની કિંમત રૂ.400 કરોડ હતી. રૂ.1.25 કરોડથી રૂ.2 કરોડના સાધનો 51 ખેત ઓજાર ખેડૂત મંડળી રચીને ખરીદ કરાયા હતા. જેમાં 11 હજાર રોટાવેટર પણ હતા.
8 બિલિયનના સાધનો વેચાશે
ગુજરાતમાં રૂ.5-10 હજાર કરોડનું બજાર મશીનથી ચાલતાં કૃષિ સાધનો માટે છે.
2022 સુધીમાં મોટા કૃષિ સાધનનોનું બજાર 769.2 બિલિયન રૂપીયા રહે એવું અનુમાન છે. જેમાં ગુજરાતમાં 8 બિલિયન રૂપિયાના સાધનો ખેડૂતો અને ખેતી કરતી કંપનીઓ ખરીદ કરશે. તેમાં હોમ મેડ સાધનોની 2 બિલિયન રૂપિયાની ખરીદી થઈ શકે છે. તેની પાછળનું કારણ કૃષિ વિભાગના એક અધિકારી આપતાં કહે છે કે, ગુજરાતમાં 2019માં 70 હજાર ટ્રેક્ટર વેચાયા હતા. જે સારા ચોમાસાના કારણે 2020-21માં 1 લાખ સુધી પહોંચી શકે છે.
ટ્રેક્ટર યુગ પૂરો થયો
2014 સુધી કૃષિમાં મશીનીકરણનો અર્થ ટ્રેક્ટર અથવા થ્રેસરની ખરીદી સુધી મર્યાદિત હતો. રૂ.2200 કરોડનું ટ્રેક્ટરનું માર્કેટ હતું. હવે વાવેતર, કાપણી અને કાપણી બાદની કામગીરી માટે આધુનિક સાધનો ખરીદ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રૂ.4 હજાર કરોડ અને હવે રૂ.5 હજાર કરોડ સુધી ખરીદી થતી હોવાનું અનુમાન છે. સરકાર મોટાભાગે ટ્રેક્ટરની ખરીદી પર જ સબસિડી ચૂકવતી હતી. 2010માં 60 હજાર ટ્રેક્ટર ખરીદી થઈ હતી. 2019-20માં 1 લાખ ટ્રેક્ટરો વેચાયા હતા.
2020-21માં 31 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં 41,650 ટ્રેક્ટર ખરીદાયા હતા. વળી મોટા હાર્વેસ્ટ મશીનો 129ની નોંધણી આરટીઓમાં થઈ છે. જે છેલ્લાં 4 વર્ષમાં થયેલી કુલ નોંધણી કરતાં વધું છે. તેની સામે નાના મશીનો કે જેની નોંધણી આરટીઓમાં કરાતી નથી એવા મોટી સંખ્યામાં મશીનો બનીને ખેતરમાં વાપરવાનું શરૂં થયું છે.
કેટલાં સાધનો ખરીદાય છે
વર્ષે રોપાનાં ઓજારો હાલ 4 લાખ વેચાય છે. સીડ કમ ર્ફિટલાઇઝર ડ્રીલ 7930 વર્ષે વેચાય છે. કલ્ટિવેટર 4211 વેચાય છે. વેજિટેબલ ટ્રાન્સપ્લાન્ટર 4532, એમબી પ્લાઉ ડિસ્ક હેરો 28370, સીડ કમ ર્ફિટલાઇઝર ડ્રીલ 15930, રોટાવેટર 117503, પેડી રિપર 1248, પોટેટો પ્લાન્ટર 16992, ઝીરો ટીલ સીડ કમ ડ્રીલ 7320, પાવર થ્રેસર 19398, પ્લાન્ટ પ્રોટેક્શન ઓજાર 452357, કમ્બાઇન હાર્વેસ્ટર 260, લેસર લેન્ડ લેવલર 450, સુગર કેન હાર્વેસ્ટર 510 સંખ્યામાં 2019માં ખરીદાયા હોવાનું કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં રૂ.75-82 કરોડની કિંમતના 15 હજાર ટ્રેક્ટરો ઉપરાંત 6 લાખ ખેડૂતો સહાય મળતા સાધનો ખરીદે છે. આ સાધનો મોટા ભાગે ટ્રેક્ટરથી ચાલે છે.
મોટા સાધનો
ઘઉંની સીઝરમાં પંજાબથી હાર્વેસ્ટર મશીનો આવતાં હતા. હવે 8થી 70 પી.ટી.ઓ. હોર્સ પાવર સુધીના ટ્રેકટર ખેડૂતો ખરીદે છે. પાવર ટીલર 8 બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપરની ક્ષમતા હોય છે. સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર 4થી 16 હાર સુધીના ખરીદવામાં આવી રહ્યાં છે. સેલ્ફ પ્રોપેલ્ડ રીપર કમ બાઈંડર – ફ્રુટ પ્લકર, ટ્રી પ્રુનર્સ, ફ્રુટ હાર્વેસ્ટર્સ, ફ્રુટ ગ્રેડર્સ, ટ્રેક ટ્રોલી, નર્સરી મીડીયા ફીલીંગ મશીન, મલ્ટીપરપઝ હાઈડ્રોલિક સીસ્ટમ, પ્રુનીંગ; બડીંગ; ગ્રેટીંગ; શીયરીંગ વગેરે માટે પાવર ઓપરેટેડ બાગાયતી ટૂલ્સ છે.
સ્વયંમ વપરાશના ઘરે બનાવેલા મશીનો
જ્યારે તેની સામે રાજકોટ, જસદણ, અમદાવાદ, સુરત, મહેસાણા જેવા સેન્ટરોમાં બનતાં નાના ખેડૂતો ચલાવી શકે એવા આધુનિક યંત્રો બને છે. તેની નોંધણી વાહન વ્યવહાર વિભાગમાં થતી નથી. કારણ કે તે માત્ર ખેતરમાં ખેડૂત પોતે જ ચલાવે છે અથવા મજૂર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં ડીઝલનું 10 કલાકનો વપરાશ 5 લિટરથી 10 લિટર સુધી હોય છે. આવા સાધનો 2 લાખની આસપાસ વેંચાતા હોવાનું માનવામાં આવે છે.
મધ્યમ મશીનો
ગ્રાઉંડનટ પોડ સ્ટ્રીપર થ્રેસર, મલ્ટી ક્રોપ થ્રેસર, પેડી થ્રેસર, બ્રસ કટર, મલ્ટીક્રોપ થ્રેસર , રીજ ફેરો પ્લાંટર , મેનુઅલ સ્પ્રેયર્સ , પાવર નૈપસેક સ્પ્રેયર્સ , મલ્ટીક્રોપ પ્લાન્ટ , સીડડ્રિલ , રોટાવેટર , જીરોટીલ મલ્ટીક્રોપ પ્લાન્ટર , પંપસેટ , ટ્રેકટર માઉડ સ્પેયર્સ, મજૂરના સ્થાને રોપણી, લલણી અને નિંદવા માટેના સાધનોની મોટા પાયે ખરીદી કરવામાં આવે છે. કૃષિ વિભાગના અધિકારી માને છે કે, દર વર્ષે આવા નાના મશીનો ખરદનારા 2 લાખ ખેડૂતો હોઈ શકે છે. જેને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સબસિડી પણ આપે છે.
નાના સાધનો
સુગરકેન કટર/સ્ટ્રીપર પ્લાંટર; રેઈઝ બેડ પ્લાંટર; રાઈસ સ્ટ્રો ચોપર; એમ. બી. પ્લાઉ; ડીસ્ક પ્લાઉ; કલ્ટીવેટર; હેરો; લેવલર બ્લેડ; કેજ વ્હીલ; ફરો ઓપનર; રીઝર; વીડ સ્લેશર, લેસર લેંડ લેવલર; રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ,
પોસ્ટ હોલ ડીગર; પોટેટો પ્લાંટર; પોટેટો ડીગર; ગ્રાઉંડનટ ડીગર; સ્ટ્રીપ ટીલ ડ્રીલ; ટ્રેકટર ડ્રોઅન રીપર, ઓનીયન હાર્વેસ્ટર, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ; સીડ ડ્રીલ; મલ્ટી ક્રોપ પ્લાંટર; ઝીરો-ટીલ મલ્ટી ક્રોપ પ્લાંટર; રીઝ ફરો પ્લાંટર છે. ઉપરાંત સુગર કેન થ્રેસ કટર; પ્લાસ્ટીક મલ્ચ લીઈંગ મશીન, કોકોનટ ફ્રોંડ ચોપર; રેક; બેલર; સ્ટ્રો રીપર, ટર્બો સીડર; ન્યુમેટીક પ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ ટ્રાંસપ્લાંટર; ન્યુમેટીક વેજીટેબલ સીડર; હેપી સીડર; ગ્રાસ વીડ સ્લેસર; રાઈસ સ્ટ્રો ચોપર; પાવર વીડર મશીનો વધી રહ્યાં છે.
ઘઉં અને ડાંગરની કાપણીનું સહકારી મંડળીનું મશીન
ગુજરાતમાં 225 એપીએમસીમાંથી કોસંબાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 2014માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઘઉં અને ડાંગરની કાપણી માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત મશીન વસાવ્યું હતું. રૂ.33 લાખમાં બે લલણી મશીનો ખરીદ કર્યા અને ખેડૂતોને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ભાગેથી આપવામાં આવતાં હતા. એક મશીન 400 વીઘાનું કામ ઘઉં અને ડાંગર કાપવાનું કરે છે. જેનું એક વીઘાનો ભાવ રૂ.900 છે.
2014ના વર્ષમાં 51 સુગર કેન પ્લાન્ટર ખેડૂતો દ્વારા સહકારી મંડળીઓ થકી ખરીદાયાં છે. સરકારે રૂ.24 કરોડની સબસીડી આપી હતી.
બનાસકાંઠાના ખેડૂતની શોધ
2019માં પાલનપુર તાલુકાના કાણોદર ગામના ખેડૂત આસિકભાઈ ગનીએ ખેતરમાં છાણિયું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ હાઇડ્રોલીક મશીન તૈયાર કર્યું છે. રિમોર્ટ કંટ્રોલથી ચાલતું ટ્રોલી સાથેનું મશીન એક વિઘા જમીનમાં 12 મિનિટમાં છાણિયું ખાતર નાખી દે છે. મશીન બનાવવાનો ખર્ચ લગભગ 5 લાખ જેટલો આવે છે. જે કામ 300 મજૂર દીનમાં થતું હતું તેટલું કામ 10 ટકા ખર્ચે આ એક મશીન કામ કરે છે.
ડુંગળીના રોપા રોપતું મશીન
પી. એસ. મોરેએ 22-35 એચપીના ટ્રેક્ટર સાથે જોડી શકાય એવા 4 મજુર અને 1 ડ્રાયવરની મદદથી ચાલતું મશીન બનાવેલું છે તે એક દિવસમાં 2.5 એકર જમીનમાં ડુંગળીની વાવણી કરી આપે છે. જે હાથથી 100 મજૂરાના કામ બરાબર છે.
ખેડૂતો પાસેથી વધું વ્યાજ
મર્સીડીઝ કાર લોન લેનારા માટે 6.5 ટકા વ્યાજ છે. ટ્રેક્ટર અને એવા કૃષિ ના સાધનો માટે 12થી 19 ટકા વ્યાજે લોન ખેડૂતોને બેંકો દ્વારા આપવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાએ નવેમ્બર 2020માં રૂ.1.60 કરોડના ખર્ચે બે હાર્વેસ્ટર કમ વેલ રીમુવલ મશીન ખરીદવાનું નક્કી કર્યું છે.