12 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આંખની સમસ્યાઓ વધારે જોવા મળે છે. ભારતમાં સરેરાશ 23થી 30 ટકા બાળકો માયોપિયાથી પીડિત હોય છે. બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે. 46 ટકા ભારતીય પરીવારોમાં માતાપિતા પોતાના બાળકોની આંખની તપાસ નિયમિત કરાવે છે. આ સર્વેમાં 10 શહેરોના અંદાજે 1000 પરિવારોનો સમાવેશ કરાયો હતો.
અંદાજે 68 ટકા ભારતીય લોકો માને છે કે તેમના માટે બાળકોની દ્રષ્ટિ મહત્વ ધરાવે છે પરંતુ માત્ર 46 ટકા લોકો જ પોતાના બાળકોને નિયમિત આંખ ચકાસવા માટે લઈ જાય છે. શહેરી વિસ્તારમાં રહે છે અને બહાર તડકામાં ઓછો સમય પસાર કરે છે. આવા બાળકો વધારે સમય સુધી ટીવી, મોબઈલ, કોમ્પ્યૂટર જેવા ડિજિટલ ડિવાઈસ પર સમય પસાર કરે છે જેના કારણે તેમની દ્રષ્ટિ ખરાબ થાય છે.
વાયુ પ્રદૂષણથી પણ બાળકોની આંખને વધારે નુકસાન થાય છે. વારંવાર આંખ ખંજવાળવાથી પણ આંખ નબળી પડી જાય છે. 12 વર્ષથી નાની વયના બાળકોને આંખને બચાવવા માટે પોષણયુક્ત આહાર અને પુરતી ઊંઘ તેમને મળે તે જરૂરી છે. આ ઉપરાંત બાળકો ડિજિટલ ડિવાઈસથી પણ દૂર રહે તે જરૂરી છે.
મુંબઈની 1500 સ્કુલોમાં સર્વ શિક્ષણ અભિયાન દ્વારા થયેલાં સર્વેમાં જણાઈ આવ્યું છે કે દર 10 વિદ્યાર્થીઓમાંથી 1 બાળક માયોપિયાનો શિકાર બની ગયો છે. 5થી 12 વર્ષની વય જુથના 7.50 લાખ બાળકોની આંખો સ્માર્ટફોનના વપરાશને કારણે ક્ષતિગ્રસ્ત થઈ રહી છે.
માયોપિયા અર્થાત દૂર દ્રષ્ટિની સમસ્યા સતાવી રહી છે. આ બાળકોને દૂરની વસ્તુ, વ્યક્તિ કે અક્ષરો જોવામાં તકલીફ પડે છે. ધુંધળું દેખાય છે અથવા દૂરનું દેખાતું જ નથી. આ સમસ્યાનું મુખ્ય કારણ સ્માર્ટ ફોનનો બહોળો હોવાનું માલુમ પડે છે.
સર્વેમાં દક્ષિણ મુંબઈની સરકારી અને ખાનગી સ્કુલના સાડાસાત લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. જેમાં 91 હજાર બાળકો ‘માયોપિયા’ની સમસ્યાથી પીડાઈ રહ્યાં હતા. બાળકોની આંખે ચશ્મા પહેરવા પડે છે. સમસ્યાનું મુખ્ય કારણ આ બાળકોના જીવનમાં મોબાઈલ સ્માર્ટફોનનો વહેલો પગપેસારો હોવાનું જણાઈ રહ્યું છે.
કેટલાંક બાળકો તો ફક્ત 1 વર્ષની ઉંમરે જ સ્માર્ટ ફોન વાપરતાં થઈ ગયા હોવાનું માલુમ પડયું છે. સ્માર્ટ બનાવવા સ્માર્ટફોન આપે છે. બાળકોને તોફાન કરતું અટકાવવા માટે કે એની જીદ પૂર્ણ કરવા આપે છે.
‘હાર્ડ ગ્લેઅર’માંથી ફેંકાતો પ્રકાશ બાળકની નાજુક કિકીઓને કાયમી નુકસાન પહોંચાડી ‘માયોપિયા’ નામક આંખની બિમારીને નોતરે છે. 7-8 કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરતા જણાયા છે.
ફોનનો સ્ક્રિન, કૉમ્પ્યુટરના સ્ક્રિન કરતા આંખ પર વધુ તાણ ઉત્પન્ન કરે છે. જે રેટિનાને અત્યંત નબળાં બનાવી જોવાની શક્તિ ક્ષીણ બનાવી દે છે.
એક મિનિટમાં 15 વખત આંખની પાંપણો પટપટાવે છે જે આંખોની ભિનાશ ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. પરંતુ સ્માર્ટ ફોન સામે સતત ટિકીટિકીને જોવાના સમયે પાંપણો પટપટાવવાનું પ્રમાણ અડધું કે 7 વખત થઈ જાય છે અને આંખો સુકી બનતી જાય છે.
કોઈ વ્યક્તિ સતત ત્રણ વર્ષ સુધી મોબાઈલનો વપરાશ કરે છે ત્યારે તેની આંખોની જોવાની શક્તિ કાયમને માટે ક્ષતીગ્રસ્ત બની જાય છે.
બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા પડશે.