જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022

જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બની શકી છે.

19 ઓકટોબર 2014માં કેન્દ્ર સરકારે રૂ.11 હજાર કરોડની ગ્રાન્ટ પહેલાં ફેઝ માટે મંજૂર કરી હતી. 14 માર્ચ 2015માં પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે મેટ્રોના પહેલાં ફેઝ માટે અને 17 જાન્યુઆરી 2016માં નોર્થ-સાઉથ કોરીડોર માટે ભૂમિપુજન કર્યુ હતું.

મોદીની મોટી ભૂલ

જાપાનની લોન લઈને નરેન્દ્ર મોદી અને ભાજપે  પોતાના સ્વાર્થ માટે અને ચૂંટણી સમયે લોકોની વચ્ચે ચર્ચામાં રહેવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટનો ઘણાં વર્ષોથી ઉપયોગ કર્યો છે. 15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મનમોહસ સિંગે જ્યારે મેટ્રો માટે મોદીને કહ્યું ત્યારે મેટ્રોનો ઈન્કાર કરી દેવાયો હતો.

પરિવારો અને જમીન

મેટ્રોરેલના કારણે અમદાવાદના કુલ 554 પરિવારો અસરગ્રસ્ત બન્યાં છે. 450 પરિવારોને ઇડબલ્યુએસ ઘર અને 104 પરિવારોને વળતર આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગે આ પરિવારો માટે 45.08 કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. 93 હેક્ટર જેટલી જમીનની જરૂર પડી છે. જેમાંથી 87 હેક્ટર જિલ્લા પંચાયત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ અને સરકારી છે. 5 હેક્ટર જેટલી જમીન ખાનગી માલિકીની હતી.

નદી પર પુલ

અમદાવાદની જૂની ઇમારતો, રસ્તાઓ વગેરેની વચ્ચેથી આ ટ્રેન પસાર થાય છે. બીજી કોઈ મેટ્રો ટ્રેનમાં નથી તેવો નદી પરનો પૂલ પણ આ ટ્રેન માટે બનાવવામાં આવ્યો છે.

રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 ઍસ્કેલેટર અને 126 પ્રવેશ અને નિકાસ પૉઇન્ટ સામેલ છે.

ગાંધીનગર રેલ

22.8 કિલોમિટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમિટરનો રૂટ રહેશે જેમાં બે સ્ટેશન છે. કુલ 28.26 કિલોમિટરનો સમગ્ર રૂટ ઍલિવેટેડ રહેશે. ફેઝમાં બે કૉરિડોર હશે જેમાં મોટેરા સ્ટેડિયથી મહાત્મા મંદિર સુધી 22.8 કિલોમિટરનો રૂટ હશે જેમાં 20 સ્ટેશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધીનો 5.4 કિલોમિટર સુધીનો રૂટ હશે.

અમદાવાદ mfવાય

આ સાથે દેશમાં અમદાવાદ મેટ્રો સેવા ધરાવતું પંદરમું શહેર બનશે. દેશમાં છેલ્લે જયપુરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત શહેરી પરિવહન અંગેની આધારભૂત માહિતી પૂરી પાડતા અર્બન ટ્રાન્સપોર્ટ ન્યૂઝ (29 ડિસેમ્બર 2021 સુધીની માહિતી) અનુસાર,

દિલ્હી, કોલકાતા, બેંગલુરૂ, ગુરુગ્રામ અને મુંબઈ, ચેન્નાઈ, કોચી, લખનૌ, હૈદરાબાદ, નાગપુર, નોઈડા, પુણે તથા કાનપુરમાં મેટ્રો ટ્રેન કાર્યરત છે.

આ ઉપરાંત આગ્રા, ભોપાલ, ધોલેરા, ઇન્દોર, મેરઠ, નવી મુંબઈ, પટણા અને સુરતમાં મેટ્રો ટ્રેનનું આયોજન છે. સુરતમાં કૂલ 40.3 કિલોમિટરનો મેટ્રો રૂટ બનાવવામાં આવશે, જેમાંથી 21.8 નિર્માણાધિન છે. જ્યારે ધોલેરામાં 100 કિલોમિટરના રૂટનો પ્રસ્તાવ છે.

દેશમાં સૌથી મોટો મેટ્રો રૂટ દિલ્હી મેટ્રોનો 451.5 કિલોમિટરનો છે જેમાંથી 348.12 કિલોમિટર કાર્યરત છે.

કૌભાંડ

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને મેટ્રો પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન સંજય ગુપ્તા અને 7 અધિકારીઓ વર્ષ 2012માં રૂ.113 કરોડની માટી કૌભાંડ કર્યું હતું. તેમની ધરપકડ પણ કરી હતી. બીજા એક કિસ્સામાં રૂ 2.62 કરોડ કિંમતનો 603 ટન ટીએમટી સ્ટીલનો જથ્થો પણ ગુમ કરી દેવામાં આવ્યો હતો. વળી ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલે મંજૂર થયા વિનાની પરસાળ પર ઢાંચો બનાવવા માટે રૂ.373,62 કરોડના ખોટા ઉડાઉ ખર્ચા કર્યા હોવાનું કૌભાંડ જાહેર કર્યું હતું. પણ પ્રજાને પરેશાન કરતા માર્ગો માટે ખર્ચ કરવા મેટ્રો ટ્રેન તૈયાર નથી.

હાઈ-પાવર્ડ્ કમિટીએ ડીપીઆરને મંજૂરી આપવામાં આવી તે પહેલાં જ મેગા (એમઈજીએ) કંપનીએ યોગ્ય પ્રક્રિયા વગર જ ઊંચી કિંમતે વર્ક ઑર્ડર આપવા અને ખરીદનું કામ શરૂ કરી દીધું હતું. 584 કરોડ રૂપિયાના 1,868 વર્ક ઑર્ડર (જૂન 2011થી સપ્ટેમ્બર 2013) અને 201 કરોડ રૂપિયાના 672 વર્ક ઑર્ડર મંજૂરી વગર જ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોજેક્ટને મંજૂરી આપી તે પહેલાં 383 કરોડ રૂપિયાના 1196 વર્ક ઑર્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે 5840 વૃક્ષો કપાયા હતા. બીઆરટીએસ માટે 700 વૃક્ષોનુ નિકંદન નિકળ્યું હતું.

મેટ્રો પ્રોજેક્ટની માહિતી

ટનલ

3.30 કિલોમીટર લાંબી ટનલ કાલુપુરથી શાહપુર સુધી તૈયાર કરાશે.

ભૂગર્ભ ટનલ ઉપર 400 ઇમારતો આવેલી છે.

6.40 કિલોમીટર લાંબી બન્ને ટનલ વચ્ચે લગભગ 6.50 મીટર અંતર છે.

2.40 કિલોમીટર રૂટ પર 1.65 કિલોમીટર લાંબી ટનલ બનાવાશે.

300થી 350 મીટર અંતરે ટનલમાં હવાની અવર જવર માટે વેન્ટિલેશન છે.

6.35 મીટર ટનલની બહારનો ડાયામીટર છે.

અમદાવાદની મેટ્રો રેલ પ્રોજેક્ટ બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ છે. હયાત મિલકતોની વચ્ચે કોઈ નવો પ્રોજેક્ટ છે.

રૂ. 10773 કરોડના ખર્ચે ફોઝ-1માં 39.25 કિલોમીટર મંજૂર.

20.73 કિ.મી. લાંબો ઈસ્ટ-વેસ્ટ કોરિડોર, જેમાં 14.40 એલિવેટેડ કોરિડોર

6.33 કિ.મી. લાંબી ટનલ એપરલ પાર્કથી શાહપુર વચ્ચે.

એપરલ પાર્ક ખાતે 7 એકરમાં વિશાળ ડેપો બનાવાયો છે.

ડ્રાઇવર લેસ પધ્ધતીથી ટ્રેન ચાલવાની હતી.

સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એક્ઝીટ સહીત સુરક્ષા સુવિધા

3 કોચમાં મળી 1017 મુસાફરો સમાવવાની ક્ષમતા.

ખામીના કારણે 30 કીમી પ્રતિકલાકની ઝડપે દોડાવાશે ટ્રેન.

મહત્તમ 90 કીમી પ્રતિકલાકની ઝડપથી દોડી શકે છે ટ્રેન.

18.25 કિ.મી.લાંબો નોર્થ સાઉથ એલિવેટેડ કોરિડોર.

ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કોરીડોર મળી કુલ 40 કીલોમીટરનો રૂટ.

33 કીલોમીટરનો એલીવેટેડ રૂટ, જ્યારે 7 કીમીનો અંડરગ્રાઉન્ડ રૂટ.

ઇસ્ટ-વેસ્ટ કોરીડોરના 7 કીમીમાં કુલ 4 અંડરગ્રાઉન્ટ સ્ટેશન.

40 કીમીના આખા કોરીડોરમાં 32 સ્ટેશન.

ઓવરહેડ ઇલેક્ટ્રીક લાઇનના બદલે થર્ડ રેલ સિસ્ટમથી મળશે પાવર

ભારતીય રેલ્વેની ટ્રેકને સમાંતર ઇસ્ટોલ કરાઇ થર્ડ રેલ પાવર સિસ્ટમ.

જુની હાઇકોર્ટ નીચે બે રૂટ માટેનું ઇન્ટર ચેન્જ સ્ટેશન બનશે.

કાલુપુર ખાતે મેટ્રો, બુલેટ ટ્રેન અને વર્તમાન ટ્રેન હશે.

260 મીટરનું સ્ટેશન કાંકરિયા ખાતે બનાવાશે.

220 મીટરનું સ્ટેશન કાલુપુર ખાતે બનાવાશે.

1.20થી 1.40 મીટર લાંબા અને 275 મિલીમીટરની થિકનેસ ધરાવતા સેગમેન્ટ.

patil
https://twitter.com/CRPaatil/status/1575793629024555009 

DILIP PATEL YOU TUBE
https://www.youtube.com/user/dmpatel1961/playlists