અમદાવાદ, 28 નવેમ્બર 2020
ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે.
કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા હતા તેની સામે 62 ટકા મુસાફરો ગયા મહિના કરતાં ઘટી ગયા છે. અમદાવાદની અત્યંત ગંભીર સ્થિતી આવીને ઊભી છે. છતાં ગુજરાતની ભાજપા સરકાર ગંભીર નથી.
કોરોનાની મહામારી વચ્ચે ધીમધીમે ધંધા-રોજગાર પીકઅપ કરી રહ્યા છે. પણ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉપર નવરાત્રીની સિઝન દરમિયાન પ્રવાસીઓમાં કોઈ વધારો થયો નથી. એક મહિના અગાઉ જ ફ્લાઇટની સંખ્યા સપ્ટેમ્બરમાં વધારી દેવામાં આવી હતી. ડોમેસ્ટિક એરપોર્ટ પરથી મુસાફરોની આવનજાવન પણ વધતી નથી. જેના કારણે ઘરેલુ એરલાઇન કંપનીઓ ધીમેધીમે નવા સેક્ટર પર ફલાઇટો શરૂ કરી રહી છે.
રોગચાળા દરમિયાન ઉડાન અંગેની આશંકાઓને કારણે, ઓક્ટોબરમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઓછી હતી. ઓક્ટોબર 2020માં એરપોર્ટથી આશરે 3.58 લાખ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ગયા વર્ષના સમાન મહિનામાં આશરે 9.4 લાખ હતા. 62%નો ઘટાડો છે.
ઇન્ડિગોએ અમદાવાદથી દેહરાદૂનની ફલાઇટ શરૂ કરૂ છે. જ્યારે સ્પાઇસજેટ આગામી 10 ઓક્ટોબરથી ગોવાની ફલાઇટ શરૂ કરી રહી છે. આ ફલાઇટ વીકમાં ત્રણ દિવસ ઓપરેટ થશે. ત્યારબાદ અમદાવાદ-પૂનાની ફલાઇટ પણ આગામી ટૂંક સમયમાં શરૂ થવાની હતી.
મોટાભાગના લોકો ખાનગી કારમાં આવે છે. કોરોનામાં ચાલી રહેલી મંદીની અસર એરલાઇન કંપનીઓ પર મોટી અસર થઇ છે. લોકો રોગચાળાને કારણે ઉડાન ભરવામાં ડરતા હોય છે. વિદેશી મુસાફરો આવતાં નથી.
15ક્ટોબરમાં ફક્ત 15856 લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મુસાફરી કરી હતી. તેઓ મોટે ભાગે વિદેશી નાગરિકો હતા. જે વતન પરત ફરી રહ્યા હતા. કેટલાક દેશો સાથે એર બબલ કરાર હોવા છતાં, ખૂબ ઓછા લોકોએ વ્યવસાય માટે મુસાફરી કરી હતી.
મોટાભાગની એરલાઇન્સ રિફંડની ઓફર કરતી નથી. મોટાભાગની એરલાઇન્સ રદ કરવામાં આવે તો પૈસા પરત આપવાને બદલે મુસાફરોને ક્રેડિટ નોટ જારી કરે છે. તેથી બુકીંગ બંધ છે.