મોદીએ સૌરાષ્ટ્રને વૈશ્વિક હવાઈ મથકમાં 10 વર્ષ મુર્ખ બનાવ્યા

Modi fooled Saurashtra for 10 years in making it a global airport मोदी ने सौराष्ट्र को 10 साल तक वैश्विक हवाई अड्डा बनाने में मुर्ख बनाया

4 ચૂંટણી જીતવા હીરાસર હવાઈમથકનો ઉપોય કરી પ્રજાને છેતરી

વિમાનમાં વિશ્વમાં શાકભાજી મોકલવાની વાત કરી પણ માણસો જઈ શકતા નથી

જુના હવાઈ મથક કરતાં પણ નવામાં ખરાબ હાલત

દિલીપ પટેલ
અમદાવાદ, 12 જુલાઈ 2024
રાજકોટને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આપવાની વાત 2016માં નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા માટે કરી હતી. હજી બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બની શકે તેમ નથી. આમ જે લોકોએ મોદીને વડાપ્રધાન બનાવ્યા તેમને મોદીએ હવામાં લટકાવી રાખીને 10 વર્ષથી મૂર્ખ બનાવ્યા છે. કાયદાનો ભંગ કરનારા જ પ્રજાને છેતરે છે એવું નથી, રાજનેતાઓ પણ પ્રજાને વચનો આપીને મતો ખંખેરી છેતરે છે.

19 નવેમ્બર 2016માં સરકારમાં પહેલી દરખાસ્ત મોકલવામાં આવી હતી. 2 માર્ચ 2017માં સરકારની મૌખિક મંજૂરી મળી અને 28 માર્ચ 2017માં રાજકોટ કલેક્ટરે વન સિવાયની જમીન સોંપી દીધી હતી.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચોટીલા નજીક હિરાસરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8B (NH-8B) પાસે આવેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. તમામ ફ્લાઇટ ઓપરેશનને આ એરપોર્ટ પર ખસેડીને ફ્લાઇટ ઓપરેશન શરૂ થયું.

મોદીએ શું કહ્યું હતું સાંભળો
https://x.com/Bhupendrapbjp/status/1684553824974032896?s=19

સપ્ટેમ્બર- 2023માં મોદીએ ધામધૂમથી લોકાર્પણ કરીને સૌરાષ્ટ્રના મત લીધા પણ  આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે મળશે તેનું ઠેકાણું જ નહીં હોવાનું જાણવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટનેશનલ એરપોર્ટથી વિદેશી હવાઈ યાત્રા થશે. ઉદ્યોગ-વ્યાપારને ખૂબ લાભ થશે. સમગ્ર ક્ષેત્રના વિકાસને એક નવી ઊર્જા અને નવી ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું છે. દુનિયાના અનેક શહેરોમાં સીધી ફ્લાઈટ રાજકોટથી મળી છે.
મીની જાપાન રાજકોટ બની જશે એવું કહ્યું ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી. આજે એ શબ્દો સાચા ઠર્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ અને શાકભાજી વિદેશ મોકલાશે.

આમ મોદીની આમાંથી એક પણ વાત સાચી ઠરી નથી. તેમણે સૌરાષ્ટ્રની પ્રજાને રીતસર મુખ્ય બનાવીને 4 ચૂંટણીમાં મત ખંખેરી લીધા હતા. 2027ની ચૂંટણી જતી રહેશે છતાં રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનનો ઉડવાના નથી.

2017માં વિધાનસભા ચૂંટણી જીતવા સૌરાષ્ટ્રને ઈન્ટરનેશનલ એરપોર્ટ આપવાની જાહેરાત થઈ હતી. એપોર્ટના આધારે 4 ચૂંટણીઓ ભાજપ જીતનો મુ્દદો બનાવતો રહ્યો હતો. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થશે ત્યાં સુધીમાં પણ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો નહીં બની શકે.

આજે નારાબાજી થઈ હતી.

શહેરમાં રહેલા જૂના એરપોર્ટમા શુ વાંધો હતો ?

સૌરાષ્ટ્ર લોકોને મામા બનાવી લીધા. બનાવટ કરી છે. માત્ર હવા હવાઈ છે. નામ બડે દર્શન ખોટે જેવો હાલ છે. ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓની મશ્કરી કરી સમાન છે.  માત્ર ભાજપ સાથે જોડાયેલા રિયલ એસ્ટેટ રોકાણકારો માટે દરવાજા ખોલ્યા છે.

મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે.

વારંવાર ફરી ગયા
એરપોર્ટમાં ટર્મીનલનું કામ  માર્ચ-2024 સુધીમાં પૂરૂં થઈ જશે એમ ભાજપના નેતાઓએ ફરી એક વખત જાહેરાત કરીને લોકોને છેતર્યા હતા. જૂલાઈ- 2024માં પણ ટર્મીનલનું કામ પૂરૂં થયું નથી.15 ઓગસ્ટ 2024 સુધી એરપોર્ટનુ નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થશે એવું કહે છે. પણ મંજૂરી હજુ આપી નથી. ક્યારે પૂરું થશે તે હજું નક્કી નથી.

હીરાસર એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહએ કહ્યું કે, ઈન્ટરનેશનલ ટર્મિનલ માટે દરખાસ્ત છે, કોઈ મંજૂરી મળી નથી.

ખામી
1 – ‘C’ શ્રેણીના વિમાનોના સંચાલન માટે એક જ રનવે છે.
2 – સ્થાનિક દેશની વિમાની સ્થળોએ સેવા આપે છે. માત્ર ડોમેસ્ટીક વિમાન ઉડે છે.
3 – આંતરરાષ્ટ્રીય સ્થળોની સેવા 2023ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા હતી. પણ જુલાઈ 2024માં થઈ શકી ન હતી.
4 – ઈન્ટરનેશનલ એરપોર્ટનું હંગામી સ્ટ્રક્ચર બનાવીને લોકોને છેતરવામાં આવ્યા છે.
5 – ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ટર્મિનલ બન્યું નથી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરવી શક્ય નથી.
6 – ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન કે કસ્ટમ્સ કચેરી નથી.
7 – એરલાઈન ઓફિસ અને પેસેન્જર સુવિધા નથી.
8 – વિદેશ જવા માટે રાજકોટના બદલે અમદાવાદ કે મુંબઈ જવું પડે છે.
9 – કામચલાઉ ટર્મિનલ 23,000 સ્કવેર ફિટ જમીન પર ઉભું છે તે, વાસ્તવમાં કાર્ગો હિલચાલને નિયંત્રિત કરવા માટે છે.
10 – ટોઈલેટમાં પાણીનો પણ અભાવ છે.
11 – પાર્કિંગની ફીમાં લૂંટ થાય છે.
12 – ટેક્સીનું ભાડું લગભગ 2000 રૂપિયા છે.
13 – ફ્લાઈટના 45 મિનિટના બદલે 75 મિનિટ પહેલા ચેક-ઈન કાઉન્ટર બંધ થઈ જાય છે.
14 – જૂના એરપોર્ટ પર 14 ફ્લાઈટ હતી, નવી ફ્લાઇટ શરૂ થઈ નથી.
15 – પેસેન્જર પિક અપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી.
16 – રાજકોટ એરપોર્ટ પર 61 જગ્યાઓ પર ભરતી થવાની હતી.
17 – ગંદકી છે, રનવે પર પશુ-પક્ષી-પ્રાણી આવી જાય છે.

મુસાફરો
રાજકોટ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યા 5 વર્ષમાં બમણી થઈ છે. દર મહિને 80,000 મુસાફરોની અવરજવર રહે છે. મુસાફરોની સંખ્યા બમણી થવા છતાં ફ્લાઈટની સંખ્યામાં તે મુજબ વધારો કરાયો નથી. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના ઉદ્યોગપતિઓ લાભ લે છે. ગુજરાત માટે નિર્ણાયક પ્રોજેક્ટ હતો. ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનાવવાનું હતું.

કેનોપી પડ્યો
ઈન્ટરનેશનલ એરપોર્ટની કેનોપીનો એક ભાગ માત્ર પાણીના ભારથી ધસી પડયો હતો. બાંધકામ કંપનીએ કેનોપી બનાવવા કેટલો ખર્ચ કર્યો અને બનાવવામાં શા માટે ઢીલ થઈ જેવા પ્રશ્નોનો જવાબ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહએ પ્રજાને જવાબ આપ્યો ન હતો. તેના પૈસા એરપોર્ટ બન્યું છે અને તેના પૈસામાંથી એરપોર્ટના અફ્સરોને પગાર,સુવિધા મળે તે જનતા જોગ જાહેર કરાઈ નથી. ભાજપના નેતાઓને અબજોના ખર્ચે ભવ્ય ઇમારતો અને તેની વાહવાહીમાં રસ છે. પરંતુ, ઈમારતો ખડકાયા પછી તેનું પ્રજાલક્ષી સંચાલન થાય તે જોતા નથી.

ખર્ચ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રૂ. 2,654 કરોડના ખર્ચે બનાવેલું છે. સરકારે રૂ. 1,405 કરોડમાં હવાઈ મથક બનવાનું હતું પણ પછી  જૂન 2019માં ખર્ચ વધીને રૂ. 2,654 કરોડ કરાયું હતું.
શિલાન્યાસ 7 ઓક્ટોબર 2017ના રોજ કરવામાં આવ્યો હતો. જેના બે વર્ષ પછી કામ શરૂ થયું હતું.  તેનું ઉદ્ઘાટન 27 જુલાઈ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 5 મહિના વહેલુ ખુલ્લું મુકાયું હતું. પણ 11 સપ્ટેમ્બર 2023માં પહેલી ફ્લાઈટ અહીં આવી હતી. મોદીએ પોતાના 7 કરોડના ખાસ વિમાનમાં બેસીને અહીં ઉતર્યા હતા. રાજકોટમાં જન સભાને સંબોધન કરી હતી.
લોકાર્પણ બાદ પ્રાથમિક તબક્કાનું કામ બાકી હતું. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેને રાજકોટ એરપોર્ટને સોંપવામાં આવ્યું નહોતું.

બિલ્ડર
9 ઓગસ્ટ 2018ના રોજ 660 કરોડનું ટેન્ડર ભરનારા દિલીપ બિલ્ડકોનને ફેબ્રુઆરી 2023માં કામ આપવામાં આવ્યું હતું. 30 મહિનાની અંદર કામ પુરું કરવાનું હતું. બે વર્ષ સુધી દિલીપ બિલ્ડકોને કામગીરી અને જાળવણી કરવાની છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 650 કરોડ, અફકોન્સ, લાર્સન એન્ડ ટુબ્રો 840 કરોડ, પીએનલીએ 771 કરોડ, અશોક બિલ્ડકો 784 કરોડ, આર્યન ટ્રાએન્ગલ રૂ.900 કરોડ અને બીએસસી પ્રા.લી રૂ.1150 કરોડ, ગાયત્રી પ્રોજેક્ટ જેવી કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. પ્રથમ તબક્કામાં રિટર્નિંગ વોલ, જમીન લેવલીંગ, ટર્મિનલ બાંધરાવાનું હતું.

પહેલી દરખાસ્ત
19 નવેમ્બર 2016માં સરકારમાં પહેલી દરખાસ્ત મોકલવામાં આવી હતી. 2 માર્ચ 2017માં સરકારની મૌખિક મંજૂરી મળી અને 28 માર્ચ 2017માં રાજકોટ કલેક્ટરે વન સિવાયની જમીન સોંપી દીધી હતી. 3 મે 2017થી 21 સપ્ટેમ્બર 2017 સુધીમાં ગુજરાત સરકારના તમામ વિભાગની મંજૂરી મળી ગઈ હતી.

એમઓયુ
રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતી કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં થયા હતા. 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ 5,375 કિલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવા વિમાનો ઉડી શકે તેમ છે.

ડિઝાઇન
ટર્મિનલ બિલ્ડીંગ દિલ્હીની કંપની ક્રિએટીવ ગ્રુપ આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું હતું. ટર્મિનલની રવેશની ડીઝાઇન રાજસ્થાની કલાના રણજીત વિલાસ પેલેસ અને દાંડિયા નૃત્ય છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આ એરપોર્ટ એરબસ A380, બોઇંગ 747 અને બોઇંગ 777 પ્રકારના વાઇડ બોડી એરક્રાફ્ટને હેન્ડલ કરવા સક્ષમ છે. વૈશ્વિક કક્ષાના કોડ-સી ટાઇપના હવાઈ મથક પર બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરી શકે છે. તેની પરિમિતિમાં ઘોંઘાટના અવરોધ તરીકે કામ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા છે. સૌર ઊર્જા અને વોટરશેડ છે. 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવવામાં આવી છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

રનવે
ગુજરાતમાં અંદાજે 3.04 કિમી સૌથી લાંબો એરપોર્ટ રનવે રાજકોટ એરપોર્ટનો છે. 45 મીટર પહોળો રન-વે ધરાવે છે. એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકે. 50,800 ચોરસ મીટરમાં એપ્રન બેઝ છે.
બિલ્ટ-અપ વિસ્તાર 23,000 ચોરસ મીટર છે. એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, ચાર એરોબ્રિજ, 14 એરક્રાફ્ટ પાર્ક કરવા માટે એક એપ્રોન, ત્રણ કન્વેયર બેલ્ટ, 20 ચેક-ઇન કાઉન્ટર, ફાયર ફાઈટીંગ છે. પીક અવર્સ (કલાકે)માં 1,800 મુસાફરો હેન્ડર કરી શકે છે. 2,534 એકર – 10.25 ચોરસ કિલોમીટરમાં એરપોર્ટ છે. હાલના રાજકોટ એરપોર્ટથી 36 કિમી દૂર છે.

23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે.

બસ
એરપોર્ટ માટે ઈલેક્ટ્રીક બસની ફાળવણી કરવામાં આવી છે. જે બસ દર બે કલાકે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી મુસાફરોને મળે છે.