ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ

ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી.

માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકારના એમએસએમઇ માટે કલસ્ટર બનાવવાની જાહેરાત કરી હતી.

પ્રારંભિક તબક્કે 8 કલસ્ટર નક્કી કરાયા હતા. પછી રાજ્યના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારના કલસ્ટર બનાવવાના હતા. જેમાં રોજગારી અને રક્ષણ આપવાનો હેતુ હતો. જે સદંતર નિષ્ફળ ગયો છે.

ગુજરાતના મોદીની સાથે ભારત સરકારની નાણાકીય સહાય મેળવવા માટે માંગણી કરી હતી. નાના અને મધ્યમ ઉદ્યોગોને ટકાવી રાખવા માટે આઠ કલસ્ટરની માગણી કરી હતી.

અગાઉ કેન્દ્ર સરકારે સુરતમાં બે કલસ્ટરની મંજૂરી હતી. હીરા અને એન્જીનીયરીંગ માટેના ક્લસ્ટર હજું સુધી રૂપાણીની નબળી સરકાર શરૂ કરી શકી નથી. બીજા છ માટે કેન્દ્ર પાસે દરખાસ્ત મોકલવામાં આવી છે. જે મોદી મંજૂર કરતાં નથી. ગુજરાતને અન્યાય કરી રહ્યાં છે.

એમએસએમઇ કલસ્ટર અમદાવાદ, સુરત, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં બનાવવાના થાય છે.

કલસ્ટરોમાં હીરાનું કટીંગ, હીરાની ચમક, પ્લાસ્ટીક ઉપ્તાદન, પેકેજીંગ, ખાદ્ય સામગ્રી, કીમતી પથ્થર અને એન્જીનિયરીંગ ઉદ્યોગો હતા.

કેન્દ્ર સરકારે એમએસઇ-સીડીપી એટલે કે કલસ્ટર વિકાસ કાર્યક્મ શરૂ કર્યો છે. જેમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી, સ્કીલ ડેવલપમેન્ટ, ગુણવત્તા સુધારણા, બજારની ઉપલબ્ધતા અને મૂડીરોકાણ મહત્વનું છે.

એમએસએમઇ-સીપીડી યોજના હેઠળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આઠ દરખાસ્તો આપી છે.