મોદીનું ટ્રમ્પે નાક કાપી લીધું, અમદાવાદમાં 1 કરોડ માણસથી સ્વાગત કામ ન આવ્યું

નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા

મોદીને અમેરિકાએ 14 વર્ષ સુધી ઘુસવા ન દેવા વીઝા આપ્યા ન હતા. છતાં મોદીએ અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરવા એક કરોડ માણસો ભેગા કર્યા હોવાનું ટ્રેમ્પે જાહેર કર્યું હતું. ત્યાર બાદ ભારત અને અમદાવાદમાં ભયંકર કોરોના ફાટી નિકળ્યો હતો.

હવે મોદીના જેના મિત્રએ મોદીનું નાક કાપી લીધું છે. દુનિયા જૂએ એ રીતે કાપ્યું છે.
કોરોનાની દવા મેઠવવા ટ્રમ્પે ભારતને રીતસર ધમકી આપી હતી કે જો દવા નહીં આપો તો જોવા જેવી થશે. તે પહેલા મોદીએ ના પાડી હતી. ટ્રમ્પની ધમકી પછી હા પાડી હતી. હવે નાક કાપી લીધું છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસ ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત છ ટ્વિટર હેન્ડલ ને ફોલ્લો કરવામાં આવ્યા હતા. કદાચ પહેલીવાર કોઈ નેતા ને આ રીતે ફોલો કરાતા વિશ્વએ તેની નોંધ લીધી હતી.

પણ આજે અચાનક અમેરિકાએ રંગ બદલ્યો અને પીએમ નરેન્દ્ર મોદી સહીત ભારતના 6 ટ્વીટર એકાઉન્ટને અનફોલો કરી દીધા હતા.જ્યારે ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન આપવાનું નક્કી કર્યું ત્યારે 10 એપ્રિલના દિવસે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલ દ્વારા નરેદ્ન્ર મોદી સહીત ઘણા ભારતના ટ્વીટર એકાઉન્ટ ને ફોલો કરવામાં આવ્યા હતા.

અગાઉ વ્હાઈટ હાઉસ દ્વારા કુલ 19 એકાઉન્ટ ને ફોલો કરવામાં આવતા હતા. જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રેમ્પ તેમજ અમેરિકાના નેતાઓ અને સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ હતા. જો કે, આજે વ્હાઇટ હાઉસે આ તમામ ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યા છે અને યુએસ કેબિનેટ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા 13 ટ્વિટર એકાઉન્ટ લોકોના એકાઉન્ટ ને જ ફોલો કરાયા છે.  કોરોના સામેની લડતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન એટલી અસર બતાવી નથી જેટલી અપેક્ષિત હતી.