યોગ દિવસે મોદીની શિક્ષણ નીતિનું ગુજરાતમાં શીર્ષાસન

વ્યાયામ શિક્ષકો કે કોચ નથી અને ઓલમ્પિલકની તૈયારી

કોટેશ્વર અને ગોધાવીમાં પરિમલ નથવાણી શું કરી રહ્યાં છે

દિલીપ પટેલ

અમદાવાદ, 22 જૂન 2024

યોગ દિવસે લાખો લોકોએ ગુજરાતમાં શારીરિક શ્રમ કર્યો હતો. પણ ગુજરાતમાં યોગ શિખવે એવા 10 હજાર શિક્ષકો શાળામાં નથી. ખેલ શિખવે એવા 10 હજાર વ્યાયામ શિક્ષકો નથી. 66 લાખ ખેલાડી ખેલ મહા કુંભ થાય છે. પણ 80 ટકા શાળાઓ પાસે રમતના મેદાન નથી. નવી શિક્ષણ નીતિ આવી પણ વ્યાયામ શિક્ષકો ના આવ્યા. સ્પોર્ટસ યુનિવર્સિટી અને યોગ યુનિવર્સિટી બનાવી પણ વિદ્યાર્થીઓ કે શિક્ષકો કેટલાં તૈયાર કર્યા.

23 જૂન 2024ના દિવસે ભારત અને સાઉથ એશિયાનુ એકમાત્ર અને પ્રથમ ઓલિમ્પિક રીસર્ચ સેન્ટર દહેગામના લવાડ સ્થિત રક્ષા યુનિવર્સિટીમાં બનાવામાં આવ્યું છે. ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર દેશનુ પ્રથમ સેન્ટર બન્યુ છે. આંતરરાસ્ટ્રીય ઓલિમ્પિક દિવસ નિમિત્તે 23 જૂનએ સવારે રિસર્ચ સેન્ટરને ખુલ્લુ મુકવામાં આવશે. પ્રસંગે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને એથ્લેટ પી. ટી. ઉષા હાજર રહેશે.

આ બધાની વચ્ચે 10 વર્ષથી બી.પી.એડ.ની ડિગ્રી દરેક જિલ્લામાં 1 હજારથી 2 હજાર બેરોજગાર છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવી છે. તેઓ ખેલ શિક્ષકોની ભરતી કરાવી શકતા નથી પણ ઓલમ્પિક રમાડવા જમીનો ખરીદવા રસ ધરાવે છે.

66 લાખ ખેલાડીઓએ ખેલ મહા કુંભ માટે રમત માટે નોંધણી કરાવી હતી. પણ તેમને તાલીમ આપે એવા શિક્ષકોની 2009થી ભરતી બંધ છે. નવા શિક્ષકો લેવામાં આવતાં નથી.

મફત યોગ શિખવે એવા રાજ્યમાં 10 લાખ યોગ તાલીમ શિક્ષકો તૈયાર કરવાનું નક્કી કર્યું છે. વ્યાયામ શિક્ષકો નથી. કોઇ નવા પ્રોજેક્ટ લાવવાને બદલે શિક્ષણમાં પ્રાથમિકથી વ્યાયામના પાઠ્યપુસ્તકનો વ્યવસ્થિત રીતે અમલમાં લાવવામાં આવે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પીટી ટીચરને લઈ હાલત કફોડી છે. રાજ્યની 3 હજાર શાળાઓમાં વ્યાયામના શિક્ષકો નથી.

રાજ્યની 3 હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામના શિક્ષકની જગ્યા ખાલી છે. 2009થી ભરતી જ નથી કરવામાં આવી. 2009 પહેલા ગ્રાન્ટેડ શાળાઓમા કોઈપણ શિક્ષકની ભરતી કરવાનો અધિકાર શાળા સંચાલક પાસે હતો.

કામચલાઉ શિક્ષકો લેવા સામે ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને વ્યાયામ શિક્ષક સંઘ પણ વિરોધ કરે છે. 2023માં ખેલ સહાયક શિક્ષકો લેવાનું નક્કી કરાયું હતું. પણ B P ED ભરતી 20 વર્ષે થવાની હતી. ઉંમર 40 વર્ષ કરી.

નવી શિક્ષણ નીતિમાં વ્યાયામને મહત્વ આપ્યું છે.

ઓલમ્પિક

ઓલમ્મિકમાં ગુજરાતના ખેલાડીઓ રમી આવ્યા છે. ગુજરાત સરકાર આગામી યુથ ઓલમ્પિક 2029ની સરકાર તૈયારી કરી રહી છે. ઓલિમ્પિક 2036 માટે અમદાવાદમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે.

અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે.

ગોધાવીનું જમીન કૌભાંડ

સરદાર પટેલ રિંગરોડની પશ્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત 90 મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના 36 મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર બનાવવા જમીનોના શોદા થઈ રહ્યાં છે.

આ શોદા ખેડૂતોને દબાવીને કરવામાં આવી રહ્યાં છે. સરકારના નામે રિલાયન્સના પરિમલ નથવાણી ખેડૂતોને દબાવીને કે ગભરાવીને જમીન સસ્તામાં પડાવી લેવા કાવતરું કર્યું હોવાનો આરોપ ખેડૂતો મૂકી રહ્યા છે.

500એકર જમીન સંપાદિત કરવાની છે.

જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો. સુચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોનને કનેક્ટિવિટીના હેતુસર બી.આર.ટી.એસ અને મેટ્રો રેલ દ્વારા કેવી રીતે જોડી શકાય તે અંગે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભ્યાસ કરવા માટે કર્યું છે.

ગોલમ્પિક

ગોલમ્પિકની સ્થાપના કરાઈ છે. ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો.

6 સ્પોર્ટસ કોમ્પલેક્ષ મોટેરા પાસે બનવાના છે. 6 હજાર કરોડનું ખર્ચ થવાનું છે.

મોટેરા જમીન કાંડ

અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લિઝ પર આપી શકાશે નહીં.

જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડીયમની આસપાસ બીજા સ્પોટ્ર્સ સંકુલ બનાવવાનું સરકારનું આયોજન છે.

ઓલમ્પિક અને બીજી આંતરરાષ્ટ્રીય રમતો માટે સરકાર અત્યારથી જ તૈયારી કરી રહી છે, જેના માટે સરકારને જમીનની આવશ્યકતા છે તેથી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો થાય છે. ઔડાએ સરદાર પટેલ સ્પોટ્સ એન્કલેવની આસપાસ સાત ગામડાઓની સરકારી જમીન માટે પ્રતિબંધ મૂકતા આદેશ બહાર પાડ્યા છે.

ફેબ્રુઆરી 2024 ચૂંટણી પહેલાં

ઓલિમ્પક 2036 માટે સરદાર મોદી સ્ટેડિયામ પાસે 500 કરોડની જમીન ઓલિમ્પિક માટે ખાલી કરાવાશે. કુલ 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરાવવાનું નક્કી કરાયું હતું. આસારામ આશ્રમની ગેરકાયદેસર રીતે કબજામાં કરાયેલી 500 કરોડની જમીન માટે સરકારે નોટિસ ફટકારી છે.

ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમની જમીનો કબજે કરાશે. ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાકના 150 મકાનોને નોટિસ ફટકારી છે.

અહીં ઓલિમ્પિક વિલેજ બનશે.

કોટેશ્વર કાંડ

ઉપરાંત મોટેરા પાસે ગાંધીનરગ જિલ્લાના કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ખાલી પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શકે છે. અહીં રૂ. 9 હજાર કરોડની જમીની માલિકી કોટેશ્વર મહાદેવ ટ્રસ્ટના નામે છે. જેમાં કેટલાંક વગદાર ઉદ્યોગપતિઓના સભ્યો ટ્રસ્ટી બનવા પ્રયાસ કર્યા હતા. અહીં રિલાયન્સના નીતા મુકેશ અંબાણી દર્શન કરવા માટે આવ્યા હતા.

2036 માં ઓલિમ્પિક રમવા માટે અમદાવાદ યજમાન બનવા માટે તલપાપડ બની રહ્યું છે. માત્ર ઓલિમ્પિક જ નહિ, 2026-2030 ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ, 2030 માં સમર યૂથ ઓલિમ્પિક્સ અને 2033 માં એશિયન યુથ ગેમ્સ માટે પણ અમદાવાદ યજમાન બની શકે છે.

આ માટે સરદાર પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અનેક રમત ગમતના કાર્યક્રમોનું આયોજન કરશે.

અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ઓલિમ્પિક વિલેજ બનાવાશે .

ગોલિમ્પિક વિલેજ તૈયાર કરાશે

ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે.

શાળાઓમાં રમતનાં મેદાનો નથી

જ્યાં ઓલમ્પિક થવાની છે એ અમદાવાદ, ગાંધીનગર, સુરતની 60 ટકા શાળાઓ પાસે રમતના મેદાન નથી. ગાંધીનગર જિલ્લાની 152 સ્કુલ પાસે રમત-ગમતનું મેદાન નથી. અમદાવાદની 700 કરતા વધુ એટલે કે 40 ટકા વધુ ખાનગી શાળાઓ પાસે રમતનું મેદાન જ નથી.

રાજ્યમાં લગભગ 12,700 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને લગભગ 33,000 સરકારી પ્રાથમિક શાળાઓ છે. જેમાં, રાજ્યની 5,012 જેટલી શાળાઓમાં તો રમતના મેદાન નથી. જોકે તમામ ગણવામાં આવે તો 10 હજાર શાળાઓ એવી છે કે જેમની પાસે રમવાના મેદાન નથી.

29 જિલ્લાની 43,392 શાળાઓ છે જે પૈકી 33,926 શાળાઓ પાસે જ વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના પોતાના મેદાન છે.

1200 ચોરસ મીટરની જગ્યા હોય તેવી સ્કૂલોને માન્યતા આપવામાં આવતી હતી, પરંતુ હવે નવા આદેશ પ્રમામે વિસ્તાર ઘટાડીને 800 ચોરસમીટર કરવામાં આવ્યો છે.

રાજ્યની 700 પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે. 70 હજાર શિક્ષકો ઓછા છે. ત્યાં પણ શિક્ષણ ખરાબ થઈ રહ્યું છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ચહેરા દેખાય છે. એક બાજુ વિશ્વનો મહા ખેલ કુંભ ઓલમ્પિક કરવી છે. બીજી બાજુ, ગુજરાતની શાળાઓમાં પીટી ટીચર આપવા નથી. શાળાઓમાં રમતના મેદાનો નથી. રમત ગમતની સંસ્થાઓમાં સ્ટાફ નથી. આવી છે આજની શિક્ષણ નીતિ. નાગરિકોને પછાત રાખો અને ઉદ્યોગપતિઓને શિક્ષણની સંસ્થાઓ આપો, એવી નીતિ મોદી સરકારની જોવા મળે છે.