Modi’s friend’s wealth increased so much in 7 years that he left Ambani behind
ગાંધીનગર, 16 માર્ચ 2021
ગૌતમ અદાણી ગુજરાતના વતની છે. સૌથી ઓછા સમયમાં તેમનું સામ્રાજય વધી રહ્યું છે. ભારતમાં પોર્ટસ, એરપોર્ટ, ડેટો સેન્ટર, કોલ માઇન પોતાના બિઝનેસને જોડી રહ્યા છે. તેઓ ભાજપના નેતા નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. આટલી ઝડપી પ્રગતિ થવા પાછળ મોદીએ મદદ કરી હોવાનું માનવામાં આવે છે. કારણ કે મોદી તેમના પ્લેનમાં જ ફરતાં રહ્યાં હતા.
ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે સૌથી મોટો વધારો નોંધાયો છે. આ મામલે અદાણીએ દુનિયાનૌ સૌથી અમીર વ્યકિત જેફ બેજોસને પણ પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અદાણીના પોર્ટસ અને પાવર પ્લાન્ટના બિઝનેસમાં રોકાણકારોની દિલચસ્પીને કારણે અદાણીની સંપત્તિમાં વધારો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેકસના કહેવા મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 2021માં 16.2 બિલિયન ડોલર વધીને 50 બિલિયન ડોલર પર પહોંચી ગઇ છે. આને કારણે અદાણી વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા વ્યકિત બની ગયા છે. આ રેસમાં તેમણે અમેઝોનના સીઇઓ જેફ બેજોસ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. 16.2 બિલિયન ડોલરની સંપત્તિના વધારા સાથે ગૌતમ અદાણી દુનિયાના સૌથી અમીર વ્યકિત તરીકે 26માં નંબરે પહોંચી ગયા છે.
અદાણી ગ્રુપના એક શેરને છોડીને બાકી બધા શેરોમાં એક વર્ષમાં 50 ટકાની તેજી જોવા મળી છે. અદાણીની સંપત્તિમાં જોવા મળેલી તેજીએ એશિયા અને ભારતના સૌથી વધુ ધનિક મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. અંબાણીએ આ વર્ષમાં પોતાની સંપત્તિમાં 8.1 બિલિયન ડોલરનો વધારો કર્યો છે. બ્લૂમબર્ગનો આ અહેવાલ ગૌતમ અદાણીના વધી રહેલા કદને દર્શાવે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે ગયા મહિને ભારતમાં 1 ગીગીવોટ ડેટા સેન્ટર કેપેસિટી ડેલવપ કરવા માટે ડીલ કરી હતી.
ગૌતમ અદાણીની બિઝનેસની વાત કરીએ તો છેલ્લાં કેટલાંસ સમયથી એરપોર્ટ બિઝનેસમાં ખાસ્સુ કાઠું કાઢયું છે. સરકારે તમને લગભગ 6 જેટલો એરપોર્ટ ઓપરેટ કરવા આપ્યા છે. અદાણીએ જે ક્ષેત્રમમાં રોકાણ કર્યું છે તેમાં મોટે ભાગે બજારના ઉતાર- ચઢાવની અસર પડી નથી.
અદાણી ગ્રુપના શેરોમાં ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપના ટોટલ ગેસના શેરમાં 96 ટકા જેટલો વધારો નોંધાયો છે અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 90 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો. આ વર્ષમાં તેમની સંપત્તિમાં 16.2 ટકાની વૃધ્ધિ સાથે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યકિતની યાદીમાં 26માં સ્થાને પહોંચી ગયા છે.