અમદાવાદ, 17 માર્ચ 2021
2017માં શરૂ થયેલા મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હજું કોઈ ઠેકાણા નથી. મોદીએ ગુજરાતની અને લોકસભાની ચૂંટણી જીતવા લોકોને ભ્રમિત કરવા માટે બુલેટ ટ્રેનની અમદાવાદથી જાહેરાત કરી હતી.
5 વર્ષ થયા છતાં પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. હવે તેના માર્ગની ડીઝાઈ બનાવવા માટે કામ આપવામાં આવશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે એમઓયુ સાઈન થયા છે. વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના બુલેટટ્રેન રૃટની ડિઝાઈન આ કંપની તૈયાર કરી આપશે. ડિઝાઈનથી લઈને વિવિધ બાબતોની ડિઝાઈન અને ડ્રોઈંગ જાપાનની કંપની ભારતને આપશે.
વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના રૃટની રૃપરેખા તૈયાર કરવા માટે ભારતના નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની સાથે કરારો કર્યાં છે.
જાપાની કંપની અને ભારતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. જાપાન દૂતાવાસના અધિકારી અને જાપાનની રેલવે કંપનીના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી.
મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના ધજાગરા ઉડી ગયા છે. ભારત-જાપાન વચ્ચે 2017માં 1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટર વચ્ચે આ બુલેટ ટ્રેન દોડાવવાનું સરકારનું આયોજન છે.
મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનની ટ્રેક બનાવવાની ના પાડી દીધી છે.