મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો – મોદી
બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છુ ઝુલતા પુલ અંગે કંઈ બોલ્યા ન હતા. મોં છુપાવી રહ્યા હતા.
28 નવેમ્બર 2017માંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી રાત્રે રાજકોટમાં રાત્રિરોકાણ કર્યું હતું. સવારે મોરબી, પ્રાંચી, પાલીતાણા અને નવસારીમાં સભા ગજવી હતી.
મોદીએ સભા સંબોધનમાં જણાવ્યું હતું કે, કેમ છો બધા, લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે મોરબી આવ્યો હતો. કોણ જાણે કેમ મોરબી સાથેનો મારો નાતો હંમેશા રહ્યો છે. મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખામાં મોરબી હોનારત વખતે છપાયેલી ઇંદિરા ગાંધી અને જનસંઘ, આરએસએસની તસવીર વિશે ટિપ્પણી કરી હતી. 1979માં થયેલી મચ્છુ જળ હોનારત અને પૂલ તૂટવાની ઘટના વચ્ચે સામ્યતા છે. ત્યારે મોદીએ જુઠાણા ચલાવ્યા હતા. આજે જુઠાણાં છુપાવવામાં આવી રહ્યાં છે.
એ વખતે શ્રીમાન રાહુલ ગાંધી આપનાં દાદીમાં મોરબી આવ્યા હતાં. ઇંદિરાબહેન મોરબી આવ્યાં હતાં. એ વખતે ઇંદિરા ગાંધી દુર્ગંધથી બચવા માટે મોં પર રૂમાલ રાખીને આમતેમ જવાની કોશિશ કરતાં હતાં. એ ફોટા નીચે લખ્યું હતું. માનવતાની મહેક, રાજકીય ગંદકી.
ઇંદિરાબહેન મોરબી આવ્યાં હતાં. એ વખતે ઇંદિરા ગાંધી દુર્ગંધથી બચવા માટે મોં પર રૂમાલ રાખીને આમતેમ જવાની કોશિશ કરતાં હતાં. એ ફોટા નીચે લખ્યું હતું. માનવતાની મહેક, રાજકીય ગંદકી. દુ:ખના દિવસોમાં પણ જેમને પોતાની જ પડી હોય એ લોકો ક્યારેય તમારા સુખને માટે કશું પણ નથી કરવાના એનો તમને ભરોસો હોવો જોઈએ.
આ તસવીર જોતાં તેમાં દેખાય છે કે, એ સમયે માત્ર ઇંદિરા ગાંધી જ નહીં, જનસંઘ અને આરએસએસના સ્વયંસેવકોએ પણ મોઢા પર રૂમાલ બાંધ્યા હતા.
એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાઇટલ પેજ પર ફોટોગ્રાફ્સ વિશે લખેલા હેડિંગ વિશે પણ એવું કહ્યું હતું કે, “એક ફોટા પર લખ્યું હતું, માનવતાની મહેક અને બીજી બાજુ લખ્યું હતું, રાજકીય ગંદકી.”
જ્યારે આ તસવીરોની નીચે ચિત્રલેખામાં લખેલું હતું, “ગંધાતી પશુતા મહેકતી માનવતા.”
આ બાબત એ પ્રશ્ન ઊભો કરે છે કે નરેન્દ્ર મોદીને તેમનાં ભાષણમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈ ગઈ?
નરેન્દ્ર મોદી જ્યારે આ પ્રકારની વાત કરે ત્યારે એ પોતે દેશના વડાપ્રધાન છે એ બાબત ભૂલી જાય છે. મોદી પોતે વડાપ્રધાન છે અને સ્વર્ગસ્થ વડાપ્રધાન માટે આ પ્રકારનું નિવેદન કરે. આપણે ત્યાં એવી પરંપરા છે કે જે સ્વર્ગસ્થ લોકો છે તેમના વિશે આપણે નકારાત્મક ટિપ્પણી કરતા નથી. છતાં પણ તેમણે ઇંદિરા ગાંધી માટે ટિપ્પણી કરી તે સત્યથી વેગળી છે. મારી મચેડીને એમને જે જોવું છે, તે લોકોને બતાવે છે.
મોરબી, ઉતાવળે ઉદ્ઘાટન ‘મોત’
વડોદરાના સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ કહ્યું હતું કે,
મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ, મોરબીનો,
ઉતાવળે ઉદ્ઘાટન,
શા માટે, અને કેમ ?
ખબર પણ છે, અને નથી પણ ખબર,
સતર રૂપિયાની ટિકિટ, મોતનું કારણ બન્યું,
ટિકિટ લીધી હતી, એટલે કે, તંત્રને જાણકારી હતી જ, ચાર દિવસથી,
ઝૂલતો પુલ ખુલ્લો મુકાયો કે મોત ખુલ્લુ મુકાયું,
મોરબી દુર્ઘટના બાબતે, મુરબ્બીઓ મલાજો જાળવે તો સારું,
કારણ શોધાય, બોધપાઠ લેવાય તો સારું,
રેસક્યુ ઓપરેશનના કામને સલામ, પરંતુ,
રેસક્યુ ઓપરેશનના નામે, વાહવાહીમાં,
બોધપાઠનો મૂળ મુદ્દો ભુલાય ન જાય, તો સારું,
કદાચ, ‘કોઈના માથે ઠીકરું ફોડવામાં’ ન આવે, તો સારું,
સિસ્ટમિક ખામીઓ જોવાનું – સમજવાનું ભુલાય ન જાય, તો સારું,
તંત્ર ઝડપથી કામે લાગ્યું કહી, તંત્ર ક્યાં અને કેમ ? નિષ્ફળ રહ્યું તે જોવાનું, રહી ન જાય, તો સારું,
પાયાના મુદ્દાઓ ભુલાય ન જાય, તો સારું,
પછી-પછી, ‘ક્લિન ચીટ’ આપી ન દેવાય, તો સારું,
ઉતાવળે ઉદ્ઘાટન, લોકાર્પણ બંધ થાય, તો સારું,
અનુભવે – જિંદગીએ બહુ એ સમજાવ્યું, તોયે લોકો બીજી દુર્ઘટનાની રાહ, ના જોવે તો સારું,
એટલે જ, કોઈની વિરુદ્ધમાં કે કોઈના ટેકામાં નહીં, પરંતુ નિષ્પક્ષતા જરૂરી …
‘એક્ટ ઓફ ગોડ’, ‘અકસ્માત’, ‘એક્ટ ઓફ લોકો’, કહેવાનું ટાળીએ તો સારું,
તું-તું, મેં-મેં, ન કરે તો સારું,
મત – મોતનું રાજકારણ,
નેતાઓ લોકો પાસે ‘મત’ માંગે છે, અને લોકોને ‘મોત’ મળે, હવે બહુ થયું.