અમદાવાદ:તા:24 ડીપીએસ કેમ્પસના નિત્યાનંદ આશ્રમમાંથી બે બહેનોના ગુમ થવાના કેસમાં નિત્યાનંદિતાની મોટી બહેન તત્વાપ્રિયાએ ફેસબુક પર નવો વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયો રેકોર્ડ કરીને ફેસબુકમાં લાઇવ કર્યાનું જાણવા મળ્યું છે. તત્વાપ્રિયાએ જણાવ્યું છે કે તેમની કેટલીક શરતો માનવામાં આવે તો તેઓ 26 નવેમ્બરે અમદાવાદ આવીને હાઇકોર્ટ સમક્ષ હાજર થવા તૈયાર છે, તત્વાપ્રિયાએ કહ્યું છે કે અમને પોલીસ અને કોર્ટ દ્વારા રક્ષણની ખાતરી આપવામાં આવે, કારણ કે અમારા આશ્રમના લોકોને પોલીસે બહુ જ હેરાન કર્યા છે, અમે અત્યારે વિદેશમાં છીએ, સાથે જ પોતાના પિતાને કારણે તેઓ ડરેલી હોવાનું કહ્યું છે, બીજી બાજુ તેમના પિતાએ પોલીસમાં પોતાના દિકરીઓના ગુમ થવાની ફરિયાદ કરી છે, પરંતુ તેમની પુત્રીઓએ પિતા પર જ હેરાનગતિનો આરોપ લગાવ્યો છે, તેમને કહ્યું છે કે અમે ઇન્ડિયા આવીએ એટલે અમારૂ અપહરણ ન થઇ જાય તેની પોલીસ ખાતરી આપે, મારી અને મારી બહેનની ધરપકડ ન થવી જોઇએ, અમારે ક્યાં રહેવું તે પણ અમે જ નક્કિ કરીશું અને જે બે સાધ્વીઓની ધરપકડ કરાઇ છે તેમની પણ મુક્તિ કરવામાં આવે.

IAS અધિકારી અને નિત્યાનંદના સંબંધોની પણ તપાસ
IAS અધિકારી અને સ્વામી નિત્યાનંદના સંબંધોની સરકાર તપાસ કરાવી રહી હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે, ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમને મંજૂરીનો મોટો વિવાદ થયો છે, ત્યારે ડીપીએસના CEO પૂજા મંજૂલા શ્રોફ, વિવાદીત અભિતાભ શાહ અને IASની ભૂમિકાની પણ તપાસ થઇ રહી છે,ગુજરાતમાં અભિતાભ શાહ નિત્યાનંદને લઇ આવ્યાં હતા અને આશ્રમ બનાવવા મંજૂલા પૂજા શ્રોફે મદદ કરી હતી, આ વિવાદને લઇને હાલમાં રાજ્ય સરકાર પર ભીંસ વધી રહી છે, IASના આર્શીવાદના કારણે જ નિત્યાનંદ આશ્રમ સામે કોઇ પડવા તૈયાર ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે, આશ્રમમાં બાળકોને ગોંધી રાખીને તેમના પર અત્યાર કરાતો હોવાનું અને અન્ય ગોળખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે.

English




You must be logged in to post a comment.