પ્રેગ-ડી નામની કીટ રૂ.3 હજાર કરોડનું વધું દૂધ વધારી આપશે, તે પણ પશુના ગર્ભ પરીક્ષણ દ્વારા

ગાંધીનગર, 16 ઓસ્ટોબર 2020

રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા અને સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હિસારના વૈજ્ઞાનીકોએ ગાય અને ભેંસની સ્ક્રીનિંગ માટે કીટ તૈયાર કરી છે. આ કીટ ફક્ત 30 મિનિટમાં પ્રાણીના ગર્ભાશયની તપાસ કરશે. પ્રેગ-ડી નામની આ કીટ પ્રાણીના બે એમએલ પેશાબની તપાસ દ્વારા ગર્ભાવસ્થા જાણી શકાશે.  એક કીટ 10 પશુની ચકાસણી કરી શકશે. બીજ દાન કરાવ્યા પછી 18-21 દિવસમાં ખબર પડશે કે પશુને ગર્ભ છે કે નહીં. પરીક્ષણમાં 90 ટકા સફળતા મળી છે. કિંમત 20 રૂપિયાથી પણ ઓછી રહેશે. ગુજરાતની સહકારી ડેરી પોતાના ગ્રાહકોને આવા સાધનો આપવાની તૈયારી કરી રહ્યાં છે.

કેમ કામ કરે છે

ગર્ભાવસ્થા દરમિયાન પેશાબમાં ખાસ પ્રકારનું પ્રોટીન મેળવવામાં મોટી સફળતા મળી છે. પશુ પેશાબ અને કેટલાક રસાયણોને ગરમ અને ઠંડા કરશે. તેમાં બીજું કેમિકલ ઉમેરવામાં આવશે. જો તે રંગ બદલાય છે, તો પ્રાણી ગર્ભવતી માનવામાં આવશે.

ગર્ભાવસ્થાને શોધવા માટે બાયો સેન્સર બનાવવાનું કામ કરી રહ્યા છે. તે હજી પ્રારંભિક તબક્કે છે. કાગળની પટ્ટી તૈયાર કરવા પર સંશોધન પણ કરી રહી છે, જેથી પ્રાણીના મૂત્રના એક ટીપા દ્વારા ગર્ભને શોધી શકશે.

અત્યારે શું તકલીફ છે

ગાય અથવા ભેંસની સગર્ભાવસ્થાની તપાસ સહિત પશુપાલનમાં ઘણી સમસ્યાઓ છે. મોટાભાગના ખેડૂતો તેમની ગાય-ભેંસ ગર્ભવતી છે કે નહીં તે જાણી શકતા નથી. આ માટે, તેઓએ પશુ ચિકિત્સક પાસે જવું પડે છે. તેની તપાસ કરાવવી પડશે. જેમાં સમય અને નાણાં ખર્ચ કરવા પડે છે. ગર્ભાશયની તપાસ કરવી એ એક મોટો પડકાર છે. ગર્ભ રહ્યા પછી 60 થી 70 દિવસ રાહ જોવી પડે છે. ડોકટરો તેને 60-65 દિવસ પછી હાથ નાંખી શોધે છે.

દૂધ ઉત્પાદન વધશે

હાલ પશુપાલકોને ગર્ભ ધારણ અંગે દિવસો સુધી ખ્યાલ આવતો નથી. કેટલાક પ્રાણીના લક્ષણો જોઈને અનુમાન લગાવે છે, પરંતુ કેટલીકવાર તેમનો અંદાજ ખોટો સાબિત થાય છે. આમ 70 દિવસ સુધી પ્રાણી ગર્ભ ધારણ ન કરે તો આ 70 દિવસ મોડું દૂધ આવે છે. એક પશુ રોજ 14 લિટર દૂધ આપે તો તેને 1000 લિટર દૂધ ગુમાવવું પડે છે. તેને 25થી35 હજાર રૂપિયાનું નુકસાન જાય છે. આવા 10-15 ટકા પ્રાણીઓ એક વખત વીર્ય ડોઝ આપ્યા પછી ફલિત થતાં નથી. આ હિસાબે ગુજરાતમાં એક કરોડ દૂધાળા પશુ છે. 10 લાખ પશુ સમયસર ગર્ભ ધારણ કરતાં નથી. તેથી રૂ.3 હજાર કરોડનું દૂધ ગુમાવવું પડે છે. કીટથી દૂધના ઉત્પાદનમાં રૂ.3 હજાર કરોડનો ભારે વધારો થશે.

એક પશુ 1.25 લાખનું દૂધ આપે

દૂધનો ભાવ 730 રૂપિયા કિલો ફેટના છે. એક પશુ રૂ.1.28 લાખથી રૂ.2 લાખનું દૂધ વર્ષમાં આપે છે. જેનું અડધું ખર્ચ તેના ખોરાક તરીકે થાય છે.

અનુભવ

પ્રાંતિજના વદરાડ ગામના ખેડૂત રસિક પટેલ કહે છે કે, પશુ ગરમીમાં આવે ત્યારે દૂધ કાપી નાંખે, દૂધ આપવાનું ઓછું કરે છે. યોનીમાંથી પાતળું પ્રવાહી નિકળે, કૂદાકૂદ કરે. બીજદાન પર જ ચાલે છે. બીજદાન પછી બે કલાક પશુને ઊભું રાખવામાં આવે છે. પછી ગર્ભાશય સુધી શુક્રાણુ પહોંચે છે. જો ગર્ભધારણમાં નિષ્ફળ જાય તો 15થી 21 દિવસ પછી પશુ ફરીથી ગરમીમાં આવે છે. ફરીથી એજ લક્ષણો બતાવે છે. ગર્ભ ધારણ કર્યા પછી 3 મહિને ડોક્ટર ચેક કરે. ગ્લોઝ પહેરીને યોનીમાં હાથ નાંખીને ડોક્ટર તપાસ કરે છે. ત્યારે ખરી ખબર પડે છે કે પશુને ગર્ભ રહ્યો છે કે નહીં. ત્યાં સુધી લક્ષણો અને અનુમાન પર ચાલે છે. બીજ દાન કરાવ્યા પછી ઠરી જાય છે. પછી યોનીમાંથી ઘાટો ચીકણો પદાર્થ આવે છે. દૂધ ઓછું આપતી થાય છે. 9 મહીના ગાય અને 10 મહિના ભેંસ બચ્ચુ આપે છે. હવે માત્ર પાડીને જન્માવવી હોય તો તેની ટેકનોલોજી આવી ગઈ છે. આવું બીજ દાન કર્યા પછી પાડાનો જન્મ થતો નથી. પાડી જન્મે છે. પાડો પશુ પાલક માટે બોજ છે. આવો બીજ ડોઝ રૂ.300થી 500નો આવે છે. પાડી જન્મે તો તે 3 વર્ષમાં રૂ.30 હજારની કિંમતની થઈ જાય છે.