પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે એમઓયુ

MoU for Innovative and Decorative Lighting and Light and Sound Shows at Tourist Places

ગુજરાતના અગત્યના પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેની કન્સલટન્સી સર્વિસ અંગે ભારતીય પ્રવાસન નિગમ અને રાજ્ય પ્રવાસન નિગમ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા આઈ.ટી.ડી.સી. ના એમ.ડી. કમલા વર્ધન રાવ અને ગુજરાત ટુરિઝમના એમ.ડી. જેનુ દેવન વચ્ચે એમઓયુનો કરાર કરવામાં આવ્યો હતો.

તા. 13 અને 14 ફેબ્રુઆરી, 2020 સુધી ચાલનારા ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને સામુહિક સહભાગીતા અંગે બેઠકનો કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પર્યટન ક્ષેત્રમાં ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને સામુદાયિક સહભાગીતાના મહત્વ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, પર્યટન ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો વગેરે દ્વારા વક્તવ્ય આપવામાં આવશે અને વિવિધ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ ક્ષેત્રે સંબંધિત શ્રેષ્ઠ રીતભાતો/ કેસ સ્ટડી રજૂ કરવામાં આવશે. આ બેઠકના કારણે આવી પહેલની પરિકલ્પના અને માળખુ, અભિગમ, તેના અમલમાં આવતા પડકારો અને સમાજ તેમજ એકંદરે અર્થતંત્ર પર તેના પ્રભાવને સમજવામાં મદદ મળશે.

સ્થાનિક લોકોમાં રોજગારી વધારવા માટે સમજદારીપૂર્ણ આતિથ્ય ઉદ્યોગ અને આંતર-સાંસ્કૃતિક શિક્ષણ વિનિમય માટે જરૂરી કૌશલ્યો પૂરા પાડીને સ્થાનિક સમુદાયને થનારા લાભો પર આ બેઠકમાં પ્રકાશ પાડવામાં આવશે. સમુદાયોને વિકાસની પહેલ તરફ દોરીને તેમને સોશિયો- ઇકોનોમિક લાભો આપી શકાય છે. કુદરતી સંસાધનો અને માનવનિર્મિત ચીજો સાથે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અંગે આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમથી ટકાઉક્ષમ ડેસ્ટિનેશન હાંસલ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે રચનાત્મક ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવાનો તેનો મૂળ ઉદ્દેશ્ય છે. ભલામણો અને ચર્ચાઓના આધારે, અભિગમ લાભો, પડકારો, ભલામણો, કેસ સ્ટડીના દસ્તાવેજીકરણ માટે તેમજ નીતિ ઘડવા માટે તેમજ હિતધારકોને ભાવિ સંદર્ભ મળે તે માટે આગળનો સૂચિત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત ગણમાન્ય નેતાઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

દેશના પાંચ સ્થળો પૈકી ગુજરાતમાં આવેલા લોથલ અને ધોળાવીરા આઇકોનિક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઇ પણ કરવામાં આવી છે.
ભારત સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છના સફેદ રણ ધોરડોમાં યોજાઇ રહેલી પ્રવાસન સચિવ શ્રીઓની ત્રિદિવસીય પરિષદનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો.