મુસ્લિમ દેશના મોહમ્મદ સલામન અને શેખ ખલીફાને રિલાયન્સ જીઓની કંપની 1 અબજ ડોલરમાં વેંચી દેતાં મુકેશ અંબાણી

Pics - https://www.pif.gov.sa/en/Pages/Boradmembers.aspx , https://theprint.in/ , https://en.wikipedia.org/

1 નવેમ્બર 2020

મુકેશ અંબાણીની જિયો મોબાઈલ કંપની પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. ફાઇબર ઓપ્ટિક કંપની અગાઉ RILની પેટાકંપની રિલાયન્સ જિઓનો ભાગ હતી અને હાલમાં તેનું દેવું 87,296 કરોડ છે. હવે તે દેવું ભરપાઈ કરવા માટે મુસ્લિમ દેશની કંપનીઓને જીઓની કંપનીઓને વેચી દેવામાં આવી છે. એશિયા અને ભારતની સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીએ રિલાયન્સના ફાઇબર ઓપ્ટિક નેટવર્ક આ રીતે વેંચવી પડી છે.

સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ તેમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે 1 અબજ ડોલરનું રોકાણ કરવાની સંમતિ આપી છે. રિલાયન્સ જીઓ દ્વારા ઓપ્ટિકલ ફાઈબરમાં રૂ.3.5 લાખ કરોડનું રોકાણ કરાયું છે. રિલાયન્સના ઈનવીટ ડિજિટલ ફાઇબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટમાં આ બંને સોવરેન ફંડ્સ 51 ટકા ભાગ ખરીદી લેશે. હવે 49 ટકા હિસ્સો રિલાયન્સની વિવિધ કંપનીઓ પાસે રહેશે.

મોહમ્મદ બિન સલમાન

49 વર્ષ પહેલા 1971માં સ્થપાયેલી પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ પાસે રોકાણ કરેલી 200 સંપત્તિનો પોર્ટફોલિયો છે, જેની કિંમત $ 382 અબજ છે. સાઉદી અરેબિયાના રિયાધમાં મુખ્ય કચેરી છે. તેમાંના પ્રમુખ તરીકે મોહમ્મદ બિન સલમાન અને યાસિર બિન ઓથમાન અલ-રૂમયાન છે. ઉપરાંત ડાયરેક્ટરમાં ઇબ્રાહિમ અબ્દુલાઝિઝ અલ-અસફ, ડો.મજીદ અબ્દુલ્લા અલ કાસબી, મોહમ્મદ અબ્દુલ મલેક અલ-શેખ, અહેમદ અકીલ અલ-ખતીબ, ખાલિદ અબ્દુલાઝિઝ અલ-ફાલીહ, મોહમ્મદ અબ્દુલ્લા અલ-જાદન, મોહમ્મદ મજીદ અલ્ટવાજરી, યાસીર ઓથમાન અલ-રુમાયાન છે.

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીમાં ચેરમેન શેખ ખલીફા બીન આયાદ અલ નાહીયાન, શેખ હમેદ બીન ઝાયેદ એલ નાપીયાન એમડી છે.

રિલાયંસનું ધાર્યું નહીં થાય

કંપનીના ઈનવીટ ડિજિટલ ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (DFIT) રોકાણકારોને એકમો આપીને રૂ. 14,700 કરોડ એકત્ર કરશે અને દેવું કરીને રૂ. 25,000 કરોડ મેળવશે. આ નાણાંનો ઉપયોગ ફાઇબર ઓપ્ટિક કંપનીના દેવાને ઘટાડવા માટે કરવામાં આવશે. ફાઇબર ઓપ્ટિક બિઝનેસમાં રિલાયંસ હવે પોતાનું ધાર્યું નહીં કરી શકે.

અગાઉનો શોદો ન થયો

રિલાયન્સ જિયોના ફાઈબર માળખાને વેચવા માટે બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટને અગાઉ પસદ કરી હતી. આ સમગ્ર સોદો 15 બિલિયન ડોલર (1.07 લાખ કરોડ રૂપિયા)માં થવાનો હતો.

2.2 લાખ ટાવર અને 3 લાખ કિલોમીટર ફાઈબર

જિયોના સમગ્ર દેશમાં લગભગ 2.2 લાખ ટાવર છે. આ ઉપરાંત 3 લાખ કિલોમીટરનું ઓપ્ટિક ફાઇબર છે. જે 30 કરોડ ગ્રાહકોને પોતાનું નેટવર્ક પહોંચાડે છે. જે વિદેશી મુસ્લિમ દેશની કંપનીને વેંચી માર્યું છે.

2 કરોડ ઘરમાં લેન્ડલાઈન ફોન

જીઓ ગીગાફાઈબર 2 કરોડ ઘરમાં લેન્ડલાઈન ફોન કનેકશન ફ્રી સાથે 100 MBPSથી પ્લાન શરૂ થશે. વાર્ષિક પ્લાન લેનારને જીઓ ફોરએવર પ્લાન મળશે. ફુલ એચડી ટીવી, હોમ પીસી, ફોરકે સેટ-ટોપ બોક્સ સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે. જીઓ ફાઈબર પ્રીમિયમ પર થીયેટરમાં જે દિવસે ફિલ્મ રીલિઝ થાય તે જ દિવસે તેમના ઘરમાં ફિલ્મ જોઈ શકશે. જોકે, આ સર્વિસ વર્ષ 2020ના મધ્યમાં શરૂ કરાશે.

મુકેશ અંબાણીએ 13 ઓગસ્ટ 2019માં નીચેની જાહેરાતો કરી હતી. તેનું શું થયું ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કુલ ચોખ્ખું દેવું 30,જૂન 2019ના અંતે રૂ.1,54,478 લાખ કરોડનું હતું. 18 મહિનામાં 31,માર્ચ 2021 સુધીમાં દેવા મુક્ત કરાશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 5 વર્ષમાં રૂ.5.4 લાખ કરોડનું રોકાણ કર્યું છે. જીઓ ફાઈબર સર્વિસિઝ કમર્શિયલ ધોરણે 5,સપ્ટેમ્બર 2019થી જીઓ શરૂ કર્યાની ત્રીજી વર્ષગાંઠથી શરૂ થઈ જવાના હતા. માસિક રૂ.700 થી 10,000 સુધીના પ્લાન રહેવાના હતા.

ગીગાફાઈબર

જીઓ ગીગાફાઈબર 12 મહિનામાં નાંખવાના હતા. નવા જીઓ સેટ ટોપ બોક્સ હજારો લોકલ કેબલ ઓપરેટરો જેઓ હેથવે, ડેન અને GTPS સાથે કામ કરે છે. એમના બ્રોડકાસ્ટ કેબલ ટીવી સિગ્નલો સ્વિકારશે. રિલાયન્સ જીઓના સેટ-ટોપ બોક્સ અલ્ટ્રા હાઈ-ડેફિનેશન એન્ટરટેઈન્મેન્ટ, વર્ચ્યુઅલ રિયાલ્ટી કન્ટેન્ટ, મલ્ટિ પાર્ટી વિડીયો કોન્ફરન્શિંગ, વોઈસ-એનેબલ્સ વર્ચ્યુઅલ આઝિઝટન્ટ, ઈન્ટરેકટીવ ગેમિંગ, હોમ સિક્યુરિટી અને અન્ય સ્માર્ટ હોમ સોલ્યુશન્સથી સુસજ્જ હશે. રિલાયન્સ જીઓને અત્યાર સુધીમાં તેના જીઓ ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ માટે ભારતભરમાંથી 1600 ગામો-શહેરોમાંથી 150 લાખથી વધુ રજીસ્ટ્રેશન મળ્યા હતા.

ફોરજી નેટવર્ક

જીઓની આઈઓટી સર્વિસ 1,જાન્યુઆરી 2020થી માર્કેટમાં રજૂ કરાશે. જીઓનું ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાહસ, દેશવ્યાપી ફોરજી નેટવર્ક જે નેરોબેન્ડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અથવા NBIOT તરીકે ઓળખાશે એના થકી કંપનીને રૂ.20,000 કરોડ જેટલી આવક મળવાનો અંદાજ હતો.

જીઓ અનલિમિટેડ અમેરિકા અને કેનેડા ISD કોલિંગ સર્વિસ જીઓ લેન્ડલાઈન પરથી ફિક્સ્ડ માસિક ભાડાં રૂ.500માં ઓફર કરશે.

ક્લાઉડ સર્વિસ

ક્લાઉડ સોલ્યુશન્સ માટે માઈક્રોસોફટ સાથે પાર્ટનરશિપ કરાઈ છે. જેમાં વિશ્વકક્ષાનું મોટું ડાટાસેન્ટરોનું નેટવર્ક સ્થાપશે. ન્યુ કોમર્સ 700 અબજ ડોલરની બિઝનેસ તકો સર્જશે. દેશભરના 300 લાખવેપારીઓ – કિરાણા સ્ટોરોને ડિજિટલી જોડશે, જે ડિજિટાઈઝ્ડ સ્ટોર બનશે.

સ્ટાર્ટઅપ્સને કનેકટીવિટી અને જીઓ અઝુરે ક્લાઉડ સર્વિસ તદ્દન ફ્રી પૂરી પાડશે. બ્લોકચેઈન્સનું લાખો નોડ્સ સાથે નિર્માણ કરશે. જીઓ ફાઈબરના ગ્રાહકોને વાર્ષિક પ્લાન લેનારને જીઓ ફોરએવર પ્લાન મળશે જેમાં ફુલ એચડી ટીવી અથવા હોમ પીસી અને ફોરકે સેટ-ટોપ બોક્સ સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે.

જીઓથી બે કંપની અલગ કરી

ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સ મોટા વૈશ્વિક ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો પાસેથી નાણાં ઊભા કરવાના ઉદ્દેશથી તેના બે અલગ ઈન્ફ્રાસ્ટ્રકચર ટ્રસ્ટોને ટ્રાન્સફર કરી છે.

‘અરામકો’ ફોક

સાઉદીની ‘અરામકો’ સાથે ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં 20 ટકાની ખરીદી સાથે 15 અબજ ડોલરનો દેશનો સૌથી મોટો સોદો થવાનો હતો. ઓઈલમાં 75 અબજ ડોલરનું મુલ્ય છે.

પાઈપલાઈન વેંચી

બ્રુકફીલ્ડ પાસે 330 બિલિયન ડોલરની સંપત્તિ છે. આ કંપનીએ ગયા વર્ષે રિલાયન્સની 1400 કિલોમીટર લાંબી ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇનને 2 બિલિયન ડોલરમાં ખરીદી લીધી હતી. આ પાઇપલાઇન આંધ્રપ્રદેશના કાકીનાડાથી શરૂ થઇ ગુજરાતના ભરૂચ સુધી જાય છે. https://navbharattimes.indiatimes.com/business/business-news/abu-dhabi-investment-authority-and-saudi-arabias-public-investment-fund-to-invest-1b-in-jio-fibre-assets/articleshow/78966943.cms