Despite being 58, the Naheru bridge is still strong today
અમદાવાદ, 15 માર્ચ 2021
નહેરૂબ્રિજ 1960માં બાંધકામ થયું હતું. ત્યારબાદથી આ પહેલીવાર તેનું બેરિંગ અને આ પ્રકારનું મોટુ મેઇન્ટેનન્સ થઇ રહ્યું છે. અમદાવાદનાં તમામ બ્રિજનું સમારકામ તબક્કાવાર કરવામાં આવશે. જેમાં સરદાર બ્રિજ (1940 બંધાયો) અને વર્ષ 2000માં તેને પહોળો કરવામાં આવ્યો. ત્યાર બાદ ચીમનભાઇ પટેલ ફ્લાય ઓવર (1994) દક્ષીણી રેલવે ફ્લાય ઓવર (2009) અને પ્રબોધા રાવલ ફ્લાય ઓવર (2001) નું મેઇન્ટેન્સ કામ પણ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વર્ષ 1956માં એક સમય અમદાવાદ શહેરના મેયર ચિનુભાઇ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારે જોડવા માટે આ બ્રિજ બનાવવા આ દરખાસ્ત મુકવામા આવી હતા. 58 વર્ષ પહેલા શરૂ કરેલા આ બ્રિજને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નામ સાથે જોડવામાં આવ્યો હતો. ઇતિહાસની નોંધ પ્રમાણે આ બ્રિજ વર્ષ 1962મા શરૂ કરાયો હતો. ત્યારથી તેમાં કોઇ પણ મોટુ મેઇન્ટેન્સ કરવામાં આવ્યું નથી. એટલે કે છેલ્લા 58 વર્ષથી તે સતત વપરાશમાં છે.
અમદાવાદ, અમદાવાદ શહેરની સાબરમતી નદી પર આવેલો નહેરુ બ્રિજ આગામી 45 દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય એએમસી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે . જાહેર માધ્યમોમાં જાહેર નોટિસ આપી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 14 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજમાં રીપેરીગ કામ માટે વાહન ચાલકોની અવર જ્વર માટે પ્રતિબંધ મુકાયો છે.
બ્રિજની હાલત જર્જરિત બનતા ભોપાલની કંપનીને 3.50 કરોડનો કોન્ટ્રાકટ રીપેરીગ માટે અપાયો છે. બ્રિજના એક્સપાંસન બદલવા સહિતની કામગીરી કરાશે.
નહેરુ બ્રિજનું સંપૂર્ણ બાંધકામમાં હાઇડ્રોલિક જેકનો ઉપોયગ કરવામાં આવ્યો છે. બ્રિજના સસ્પેન્ડેડ સ્પાનને હાઇ ડ્રોલિક જેકથી લિફ્ટ કરી બેકિંગ બદલી શકાય છે આ કામગીરી સેનફિલ ઇન્ડિયા પ્રા. લી સોંપવામા આવી છે. જે હવે પછી સાત જેટલા સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરીગને ઇલાસ્ટોમેટિક બેરીગ દ્વારા રિપલેશ કરવાની કામગીરી કરશે.
ઉપરાત 320 જેટલા એકસપાન્સન જાેઇન્ટને પણ રિપલેશ કરવાની કામગીરી પણ હાથ ધરાશે. હાલ તો આ સમારકામ કામગીરી પાછળ રૂપિયા 3.25 કરોડનો ખર્ચે અંદાજીત કરાયો છે. આ અંગે માહિતી મળતા અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જોડતા નહેરુ બ્રિજ લંબાઇ 442.32 અને પહોળાઇ 22.80 છે .
58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલ બ્રિજનું રીપેરીગ કામ આ પહેલા જાન્યુઆરી મહીના પણ કરવામાં આવ્યું હતુ. 1956મા નહેરુ બ્રિજ બનાવવા દરખાસ્ત મંજૂર કરાઇ હતી . અમદાવાદ શહેરને પહેલી જૂલાઇ 1950ના દિવસથી મ્યુનસિપિલ કોર્પોરેશન દરજ્જો આપવામા આવ્યો હતો.
એલિસબ્રિજ
એલિસબ્રિજ એ અમદાવાદ, ગુજરાતમાં આવેલો લગભગ સવાસો વર્ષથી પણ જૂનો પુલ છે. તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદના પશ્ચિમ ભાગને પૂર્વ ભાગ સાથે જોડે છે. આ કમાન ધરાવતો પુલ અમદાવાદનો પ્રથમ પુલ હતો, જે ૧૮૯૨માં બાંધવામાં આવ્યો હતો. પાછળથી ૧૯૯૭માં તેની બંને બાજુએ નવો પુલ બાંધવામાં આવ્યો અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ આપવામાં આવ્યું તેમ છતાં હજી તે એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે.
ઇતિહાસ
બ્રિટિશરો દ્વારા મૂળ લાકડાનો પુલ 1870-71ની સાલમાં 54920 પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. કાંઠા પરના બે ભાગ સિવાય આખો પુલ 1875ના પૂરમાં નાશ પામ્યો. સ્ટીલનો નવો પુલ 1892માં એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા બાંધવામાં આવ્યો અને સર બરો હેલબર્ટ એલિસ, જેઓ ઉત્તર વિભાગના કમિશનર હતા, તેમના નામ પરથી એલિસબ્રિજ નામ પાડવામાં આવ્યું. આ પુલનું સ્ટીલ બર્મિગહામમાંથી આયાત કરવામાં આવ્યું હતું. હિંમતલાલે આ પુલનું બાંધકામ રૂ.4 લાખના ખર્ચે થયું, જે રૂ.5 લાખના પ્રસ્તાવિત ખર્ચ કરતાં ઓછો હતો. સરકારને આ પરથી શંકા આવી અને હિંમતલાલે ઊતરતી કક્ષાનો માલ-સામાન વાપર્યો છે એવું વિચાર્યું. આના માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને તપાસમાં તારણ આવ્યું કે વાપરેલો માલ-સામાન ઉચ્ચ કક્ષાનો છે. સરકારના રૂપિયા બચાવવા માટે હિંમતલાલને રાવ સાહેબનો ઇકલાબ એનાયત થયો.