[:gj]અમદાવાદની ચાઈના ગેંગે પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રની હત્યા કરી [:]

Ahmedabad's China gang kills police constable Ravindra

[:gj]અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2020

અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પહેલા ફરજ બજાવતા અને શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા રવિન્દ્ર જાડેજા 23 ફેબ્રુઆરીની રાત્રે તેના મિત્ર ધવલ સોલંકીની સાથે ચમનપુરામાં રેનબસેરા પાસે જમવા માટે ગયા હતા. તે સમયે ચાઈના ગેંગના કેટલાક ઈસમો તેમની પાસે આવ્યા હતા અને રવિન્દ્ર જાડેજાને તું મને ઓળખે છે તેમ કહીને તેની સાથે તકરાર કરી હતી.

ચાઈના ગેંગના સભ્યોએ કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ધવલને ચપ્પુના ત્રણ ઘા વાગતા તે ભાગી ગયો હતો, પરંતુ કોન્સ્ટેબલને ગાદીની તકલીફ હોવાથી તે ભાગી શક્યો નહોતો. ચાઈના ગેંગના સભ્યોએ કોન્સ્ટેબલને સાતથી આઠ જેટલા ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી.

સમગ્ર ઘટનાની ધવલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા શાહીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ચાઈના ગેંગના સભ્યો સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે તપાસ કરીને કોન્સ્ટેબલ પર હુમલો કરનારા ઇસમોની ઓળખ કરી છે અને તેમને વોન્ટેડ જાહેર કરીને પકડવાની તજવીજ શરૂ કરી છે.[:]