નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ પણ ગુજરાત સરહદે છીંડા

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP)
24 એપ્રિલ, 2018માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે સ્થિત ગુજરાતના ફિશરીઝ રિસર્ચ સેન્ટરના કેમ્પસમાંથી નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસના પ્રારંભને મંજૂરી આપી હતી. તેના 5 વપ્ષ પછી આ સંસ્થાની શરૂઆતનો પાયો 20 મે 2023માં નાંખવામાં આવ્યો હતો.

દેશની આ પ્રકારની પ્રથમ સંસ્થા છે જે અર્ધલશ્કરી અને સંરક્ષણ દળોની બહુ-એજન્સી દ્વારા બનાવવામાં આવશે એવું નક્કી કરાયું હતું. દરિયા કિરાનાના રાજ્યોમાં દરિયાઈ દળોના પ્રતિભાવ અને કૌશલ્યને તેજ બનાવશે.

આદેશ અનુસાર, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પોલીસિંગ થિંક ટેન્ક – બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD) – ગુજરાતમાં ભારતીય સરહદની રક્ષા કરતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એકેડમીની સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું. નેવી અને કોસ્ટ ગાર્ડ એકેડેમી ચલાવવા માટે કોર્પ્સની રચના કરશે. બીએસએફ એ સંકુલને પણ સુરક્ષા પ્રદાન કરશે, જે અરબી સમુદ્રના કિનારે છે અને પાકિસ્તાનના કિનારેથી થોડે દૂર છે.

28 મે 2022માં BSF ગુજરાત દ્વારા જાહેર કરાયું હતું કે, નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસીંગની સ્થાપના 26/11ના મુંબઈ હુમલાના પગલે ભારતીય દરિયાકાંઠાના રાજ્યોના દરિયાઈ દળોના પ્રતિભાવો અને કૌશલ્યોને વધુ તીવ્ર બનાવવા માટે કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કોસ્ટલ સિક્યુરિટી મિકેનિઝમને અપગ્રેડ કરવા અને દેશના દરિયાકિનારાની સુરક્ષાને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવી.
આ રાષ્ટ્રીય એકેડેમીની સ્થાપનાની સીધી દેખરેખ માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવામાં સક્ષમ હતું અને પ્રથમ “મરીન પોલીસ ફાઉન્ડેશન કોર્સ” હાથ ધર્યો હતો. NACP ઓખા, ગુજરાતે 07 “મરીન પોલીસ ફાઉન્ડેશન કોર્સ” યોજ્યો છે જેમાં ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, દમણ દીવ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, પુડુચેરી, ગુજરાત કસ્ટમ્સ કર્મચારીઓના 427 પોલીસ અને CISFને તાલીમ આપવામાં આવી હતી.
2008ના મુંબઇ આતંકી હુમલા બાદ દરેક કોસ્ટલ પોલીસ સ્ટેશન, બોર્ડર સિક્યુરિટી અને કોસ્ટ ગાર્ડ પર જવાનો તરફથી સુસંગત જવાબની જરૂરિયાત અનુભવાઇ હતી. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગે આવી સંસ્થાની સ્થાપના કરવા નીતિ નક્કી કરી હતી. દેશમાં દરિયાકિનારાનાં પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા 12,000 છે અને એક વખત આ અકાદમી સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય પછી એક વર્ષમાં 3,000 લોકોને તાલીમ આપવાની વ્યવસ્થા ઊભી થશે. 4 વર્ષની અંદર ભારતના તટીય સુરક્ષા સાથે જોડાયેલા તમામ જવાનોની 100 ટકા ટ્રેનિંગ અપાશે.
દેશની સરહદો સુરક્ષિત નથી, તો વિકાસનો કોઈ અર્થ નથી. કોઈ પણ દેશ તેની સરહદોની ફૂલપ્રૂફ સુરક્ષા દ્વારા જ સુરક્ષિત રહી શકે છે. ભારત 15,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી જમીન સરહદ અને 7,516 કિલોમીટર દરિયાઈ સરહદ ધરાવે છે. 7,516 કિલોમીટર લાંબી દરિયાઇ સરહદમાંથી 5,422 કિલોમીટરની મુખ્ય ભૂમિ સરહદ છે અને 2,000 કિમીથી વધુ ટાપુઓની સરહદ છે.

ભારતમાં1,382 ટાપુઓ, 3,337 દરિયાકિનારાનાં ગામડાંઓ, 11 મુખ્ય બંદરો, 241 બિન-મુખ્ય બંદરો અને 135 સંસ્થાનો આવેલાં છે. જેમાં અવકાશ, સંરક્ષણ, અણુઊર્જા, પેટ્રોલિયમ, શિપિંગ વગેરેનો સમાવેશ થાય છે.

20 મે, 2023માં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 470 કરોડના ખર્ચે નિર્માણ થનારાં નેશનલ એકેડેમી ઑફ કોસ્ટલ પોલીસિંગ (એનએસીપી)નાં કાયમી કૅમ્પસનું ભૂમિપૂજન કર્યું.

દરિયાકિનારાની સુરક્ષાને વધારે મજબૂત કરવા માટે નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીની કામગીરી 450 એકર જમીન પર આજથી શરૂ કરવામાં આવી એવું ગૃહ પ્રધાને જાહેર કર્યું હતું.

નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ દેશની અને દેશની સરહદોની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી હતી.

સરહદી રક્ષકોની રહેવા, આરોગ્ય, ઉપકરણો, કામ કરવાની સુવિધાઓમાં સુધારો થશે.

દ્વારકા એટલે દેશનું પ્રવેશદ્વાર કૃષ્ણ મથુરાથી આ સ્થળે આવ્યા હતા અને સમુદ્ર સીમા પર એક મોટું વેપાર કેન્દ્ર બનાવ્યું હતું.

56 કરોડના ખર્ચે બીએસએફની પાંચ જુદી જુદી કંપનીની ચોકીઓ અને 18મી કોર્પ્સના એક ઓબ્ઝર્વેશન પોસ્ટ ટાવર કામ કરતો થયો છે.

દેશના લોકો શાંતિથી ઉંઘે છે અને દેશને સુરક્ષિત માને છે કારણ કે બીએસએફ સરહદ પર તૈનાત છે. બીએસએફનો ભવ્ય ઇતિહાસ છે અને જ્યાં સુધી લોહીનું છેલ્લું ટીપું વહાવવામાં આવ્યું છે, ત્યાં સુધી બીએસએફનાં જવાનો દેશની એક-એક ઇંચ જમીન માટે બહાદુરીથી લડ્યા છે. ઘણા પ્રસંગોએ જ્યારે યુદ્ધ દરમિયાન સેના કબજો સંભાળે છે, ત્યારે બીએસએફને પાછા જવું પડે છે, પરંતુ આવા ઘણા પ્રસંગો છે જ્યારે બીએસએફના જવાનોએ પાછા જવાનું યોગ્ય ન માન્યું હોય, અને તેઓ સૈન્ય સાથે ખભેખભા મિલાવીને દુશ્મનો સામે લડ્યા હતા.

ભારતીય નૌકાદળ, ભારતીય તટરક્ષક દળ, મરીન પોલીસ, કસ્ટમ્સ અને માછીમારોને ભારત માટે સુરક્ષા વર્તુળનું સંપૂર્ણ સુદર્શન ચક્ર બનાવવા દરિયાઇ સુરક્ષાની નીતિ અપનાવી છે.

સમુદ્રમાં ભારતીય નૌસેનાનાં જહાજો અને વિમાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ દ્વારા મધ્ય સમુદ્રમાં અને બીએસએફની જળ પાંખ દ્વારા પ્રાદેશિક જળક્ષેત્રમાં સુરક્ષા સંભાળવામાં આવે છે, જ્યારે ગામના દેશભક્ત માછીમારો માહિતીની ચેનલ તરીકે કામ કરીને દેશની સુરક્ષાની ખાતરી આપે છે.

2008ના મુંબઈ હુમલામાં સરહદી સુરક્ષા એજન્સીઓની ભૂલના કારણે ગુજરાતની બોટનું અપહરણ કરીને પાકિસ્તાની ચાંચીયાઓએ 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટેલિજન્સના મામલે સંકલન અને સંદેશાવ્યવહાર, નિયત સમયનાં અંતરે પેટ્રોલિંગ માટે પ્રોટોકોલ નક્કી કરીને જોઇન્ટ કોસ્ટલ પેટ્રોલિંગ, માછીમારોની સુરક્ષા, માછીમારોને ક્યૂઆર કોડ સાથે 10 લાખથી વધુ આધાર કાર્ડ આપવા, 1537 ફિશ લીડ પોઇન્ટ્સ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અને બ્લૂ ઇકોનોમી માટે બનાવવામાં આવેલા તમામ ફિશિંગ હાર્બર પર સુરક્ષા સુનિશ્ચિત કરવી વગેરેનો સમાવેશ થાય છે. છતાં સરહદની અંદર ઘુસણખોરો પકડાય છે. જેને દરિમાં કે કાંઠે ઠાર કરી શકાતા નથી.

કચ્છની જમીન સરહદ હોય, સર ક્રીક હોય, હરામીનાળા હોય કે પોરબંદરનો દરિયાઈ કિનારો હોય કે દ્વારકા, ઓખા, જામનગર, સલાયાનો દરિયાઈ કિનારો સુરક્ષિત કરવા માટે આજે અહીં આ તાલીમ અકાદમીની સ્થાપના કરી છે.

આ પણ વાંચો – ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર 

ગુજરાતની દરિયાની સરહદ પર રાષ્ટ્રભક્ત કહેવાતી ભાજપ સરકારની ભારે બેદરકાર 

આ પણ વાંચો

કાશ્મીર કરતાં કચ્છ સરહદ જોખમી 

ગુજરાતની યુદ્ધ કથા – કાશ્મીર કરતાં કચ્છ સરહદ જોખમી

નરેન્દ્ર મોદીના રાજમાં આટલી સુરક્ષા હોવાના દાવા કરવામાં આવે છે પણ કચ્છ સરહદેથી 21 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ અદાણીના મુંદરા બંદરની અંદર ઘુસી ગયું હતું. એવો આરોપ હતો કે 2 લાખ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો ભારતમાં મોદી રાજના થોડા વર્ષમાં જ ઘુસી ગયા હતા.

તાજેતરમાં જ ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ભારતની ગુપ્તચર એજન્સીઓની મદદથી કેરળના દરિયાકિનારે 12,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ અગાઉની સરકારના 10 વર્ષના શાસનકાળમાં 680 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના દરિયામાંથી 2013માં 7 લાખ ટન અને હવે 15 લાખ ટન માછલીઓ મળવી જોઈતી હતી. જેમાં મોટો ઘટાડો થયો છે.

550 માછીમારો પાકિસ્તારનની જેલમાં કેદી બનાવી દેવાયા છે.

1 મે, 1960માં ગુજરાતને બંધારણીય રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારે 3531 બોટ હતી. જેમાં 314 મશીનથી ચાલતી માછલીઓનું ઉત્‍પાદન રૂપિયા 175 કરોડની 80 હજાર ટન હતું. જેન

તે હવે 2021-22માં 37 હજાર બોટ હતી જેમાં 28 હજાર મશીનથી ચાલતી હતી. ઉત્પાદન 2013માં 7 લાખ ટનથી ઘટીને 6 લાખ 88 હજાર ટન થઈ ગયું હતું. જેની વેચાણ કિંમત 7650 કરોડની હતી.

મોદી રાજમાં માછલીઓનું ઉત્પાદન ઘટ્યું પણ માછીમારો અને બોટો વધી છે. 10 લાખ માછીમારોના સભ્યો ગુજરાતમાં છે. જેને પાકિસ્તાન પકડીને લઈ જાય છે.

ગુજરાત


અંદાજિત લેન્ડિંગ્સ: 5.76 લાખ ટન } 2021 માટે ગુજરાતમાંથી અંદાજિત દરિયાઈ માછલીનું ઉતરાણ 5.76 લાખ ટન હતું, જે 2019ના ઉતરાણની સરખામણીમાં લગભગ 23% ઓછું છે. આ ઘટાડો મુખ્યત્વે કોવિડ-19 રોગચાળા સિવાયના અનિશ્ચિત હવામાનને કારણે હતો જેણે માછીમારીના પ્રયાસો, અન્ય રાજ્યોમાંથી સ્થળાંતરિત માછીમારોની હિલચાલ, વેપાર સંબંધિત સમસ્યાઓ વગેરેને નોંધપાત્ર રીતે અસર કરી હતી.

2021 માં દરિયાઈ માછલીના ઉતરાણમાં મુખ્ય યોગદાન આપનાર સંસાધન નોન-પેનેઈડ પ્રોન (1.41 લાખ ટન) અને ત્યારબાદ રિબન માછલીઓ (0.60 લાખ ટન) હતી.
2021માં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ 2.25 લાખ ટનનો ફાળો હતો, ત્યારબાદ પોરબંદર (1.11 લાખ ટન) અને જૂનાગઢ (0.94 લાખ ટન)નો ક્રમ આવે છે.
મુખ્ય બંદરો જેમ કે વેરાવળ, માંગરોળ અને પોરબંદર ગુજરાતમાં કુલ કેચમાંથી 49% હિસ્સો ધરાવે છે.

2021માં ગુજરાત, દમણ અને દીવમાં માછલીઓનો છૂટક વેપાર 20 હજાર કરોડ થયો હતો. છતાં તેમને સલામતી મળી શકતી નથી.