એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે

મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે.

બિનગુજરાતી છે. મહારાષ્ટ્રમાં કોઈ કલ્પના પણ ન કરી શકે કે ત્યાં ગુજરાતી ભાજપના પ્રમુખ બને. બનવા જ ન દે. રાતના સમયે આંખો નબળી છે. કોંગ્રેસને ફાયદો. સુરત આખું ભાજપ પાસેથી જશે. સારા વક્તા નથી. મોદીના વિશ્વાસુ છે તે એકમાત્ર લાયકાત. અમિત શાહ અને પાટીલને બનતું નથી. તેઓ સુરતથી ભાજપને કરોડો રૃપિયાનું ફંડ ઉદ્યોગપતિઓ પાસેથી અપાવેલું છે.

રૂપાણીને સત્તા ટકાવવી મુશ્કેલ પડશે. ગુજરાતના ભાજપના પાયાના કાર્યકરોને મોદીનો આ નિર્ણય પસંદ આવ્યો નથી. પાટીલ પોતે ભાજપના કાર્યકરો સાથે સંબંધ ઊભા કરી જાળવી શકે તેમ નથી. તે ફંડ અને આર્થિક વહીવટ સારી રીતે પાર પડી શકશે.

બિનગુજરાતી મુખ્ય પ્રધાન છે. તેઓ બર્મામાં જન્મેલા છે. સી આર પિટીલનો જન્મ મહારાષ્ટ્રમાં છે. અમિત શાહનો જન્મ મુંબઈમાં છે. નરેન્દ્ર મોદી અડધી જિંદગી ગુજરાત બહાર ગુજારી છે. આમ હવે ગુજરાત ગાંડી રે ગાંડી કવિતા જેવી થયું છે.

તેઓએ 2015માં 2014ની ચૂંટણી લડ્યા બાદ ગુજરાતના મુખ્ય ઈલેકશન અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, 2014 લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અમોએ સોગંદનામું રજુ કર્યું હતું કે જેમાં મારી વિરુદ્ધ અલગ અલગ કોર્ટમાં ચાલતા 103 દાવાઓની વિગતો દશવી હતી. જે પૈકી 96 દાવાઓનો નિકાલ થઈ ગયેલ છે. દાવાઓના હુકમની પ્રમાણિત નકલ બીડેલ છે, જેની તમારે દફતરે નોંધ લેશો તથ! આપની વેબસાઈટ ઉપર પણ વિગત સુધારવાની કાર્યવાહી કરવા મારી વિનંતી છે.

વધુ વાંચો: વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ

વધુ વાંચો: કમૂરતા ગયા ને 6 મહિના થયા પણ ભાજપના અપસુકનિયાળ પ્રમુખ ન બદલાયા

વધુ વાંચો: સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ