31 જુલાઈ 2019
રીતિકા રેવતી સુબ્રમણ્યમ
અનુવાદક: છાયા દેવ
ફોટો • રીતિકા રેવતી સુબ્રમણ્યન
ઓડિશાના લગભગ 8 લાખ મજૂરો સુરતના લૂમ્સ પર ભીડભાડવાળા, ગંદા અને ઘોંઘાટવાળા રૂમમાં, પાવર કટ અને પાણી વચ્ચે પાળીમાંથી થાકીને આવે છે. માંદગી, તણાવ અને દારૂનું વ્યસન હંમેશા પરેશાન કરે છે.
ઉત્તર સુરતના વેડ રોડ પર અંધારા રૂમમાં રહે છે. એકી સાથે રજા હોય ત્યારે 60 મજૂરોએ 500 ચોરસ ફૂટના ઓરડામાં વ્યક્તિએ ગીચતાપૂર્વક રહેવું પડે છે.
મોટા રૂમ અંધારાવાળા અને ધૂંધળા છે. તેઓ ઓડિશાના ગંજમ જિલ્લાના લોકો રહે છે. ઘણાં પુરુષોત્તમપુર તાલુકાના કુસલાપલ્લી ગામમાંથી 1983માં સુરત આવ્યા હતા.વર્ષોના સંઘર્ષ પછી પણ તેઓ સારા ઘર બનાવીને તેમાં આરામ કરી શકતા નથી.
લૂમ કામદારો મોટાભાગના ગંજમ જિલ્લાના છે. મેસ રૂમ અથવા સામાન્ય રૂમમાં રહે છે. જ્યારે તેઓ તેમની વાર્ષિક રજા માટે ગંજામ આવે છે.
સુરત ઓડિયા વેલ્ફેર એસોસિએશનના અંદાજ મુજબ ગંજમના અંદાજે 8 લાખ કામદારો સુરતમાં છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સ્થળાંતર કરનારાઓ સાથે કામ કરતી સંસ્થા લાઇવલીહુડ બ્યુરોના જણાવ્યા અનુસાર, શહેરમાં 15 લાખ લૂમ્સ પર કામ કરતા પરપ્રાંતિય કામદારોની સંખ્યા 6 લાખ છે.
500 થી 800 ચો. દરેક ચોરસ ફૂટના રૂમમાં 60 થી 100 કામદારો ગીચતાથી રહે છે. બે પાળીમાં કામ કરે છે. તેઓ જૂના, ગઠ્ઠાવાળા ગાદલા, પ્લાસ્ટિક પર ઊંઘે છે. ગરમ દિવાલો, ઉંદરો દોડે છે.
બેગ અને અન્ય સામાન ઓશીકા પર મૂકેલા છે. આ વસ્તુઓમાં લગભગ ત્રણ જોડી કપડાં, કેટલીક અંગત વસ્તુઓ, ઠંડી માટે પાતળો ધાબળો, કેટલીક રોકડ અને દેવતાઓના ચિત્રો છે.
પાણી નિયમિત આવતું નથી. પ્લાસ્ટિકના ડ્રમમાં સંગ્રહિત કરવું પડે છે. તેથી દરેક વ્યક્તિ દરરોજ સ્નાન કરી શકતા નથી.
ઓરડામાં થોડા પંખા ગરમીને ઘટાડતા નથી. મેસ જેવા કેટલાક રૂમમાં એક પણ બારી નથી. ઓરડાના સાંકડા દરવાજામાંથી હવા આવે છે.
તાજી હવાનો અભાવ, ભીડ અને પાણીનો અભાવ રોગ લાવે છે. ટીબી સામાન્ય છે. ઓરડાઓ ભીડભાડવાળા, અંધારિયા, નીરસ, સ્કેબીઝ, ફંગલ ત્વચાનો સોજો, મેલેરિયા, ક્ષય રોગ જેવા ચેપી રોગો સરળતાથી ફેલાઈ શકે છે. અહીં સાદી શાંતિપૂર્ણ ઊંઘ પણ શક્ય નથી. વધુ પડતી ભીડ અને ગંદકીથી કોઈ છૂટકો નથી.
સુરતના લાઇવલીહુડ બ્યુરોના સંયોજક સંજય પટેલ છે.
કાર્યસ્થળ અને રહેણાંક એકબીજા સાથે જોડાયેલા છે કે શોષણને અલગ કરી શકાતું નથી.”
સરકારે કામ અને ઘર વચ્ચેની સીમાઓ સ્પષ્ટ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા સેન્ટર ફોર મશીનરી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર કહે છે કે વળતર અને વીમાના લાભો માત્ર કામ પર મૃત્યુ અને ઈજાને લાગુ પડે છે. માંડ 10% કામદારો યોજના હેઠળ નોંધાયેલા છે.
આ યોજના 2003માં શરૂ કરવામાં આવી હતી. આ માટે કામદાર વાર્ષિક રૂ.80 ચૂકવે છે. (આ સિવાય રૂ. 290 સરકાર દ્વારા અને રૂ. 100 સામાજિક સુરક્ષા ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે.) તે પોતે અથવા તેનો પરિવાર નીચે મુજબ મેળવી શકે છે: કુદરતી મૃત્યુ – રૂ. 60,000, આકસ્મિક મૃત્યુ અથવા કાયમી કુલ અપંગતા – રૂ. 1,50,000 અને કાયમી આંશિક અપંગતા – રૂ. 75,000 છે. પંડ્યા કહે છે, “પરંતુ તેમના રહેઠાણની જગ્યા અમારી સ્કીમની પહોંચમાં આવતી નથી.”
રહેવાના ઓરડામાં લૂમ્સનો અવાજ આવે છે. રસ્તા અને આસપાસની ખુલ્લી જગ્યાઓ કચરો, ધૂળ અને કાદવથી ભરેલી રહે છે. સુરત મહાનગરપાલિકાની કચરાની ટ્રકો કચરો લેવા માટે આ વિસ્તારમાં નિયમિત આવતી નથી, તેથી એક અઠવાડિયા સુધી કચરો એકઠો થાય છે.
વરસાદની ઋતુમાં પાણી ક્યારેક ઈમારતના વરંડામાં અને ક્યારેક રૂમમાં ઘુસી જાય છે.
મેસમાં 70 લોકોને બટાકા, દાળ, ભાત, શાકભાજી અને ગ્રેવી આપે છે. અઠવાડિયામાં બે વાર માછલી, ઇંડા અને ચિકન આપે છે. મહિનામાં એકવાર મટન આપવામાં આવે છે.
વારંવાર ઉકળેલા તેલનો ઉપયોગ કામદારોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. માર્ચ 2018 માં, આજીવિકા બ્યુરોએ ફુલવાડી અને મીનાનગર વિસ્તારમાં 32 મેસમાં લોકોના આહારનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું કે યુએસ ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડની ભલામણોની તુલનામાં તેમના આહારમાં 294% ચરબી અને 376% મીઠું હતા.
વૃદ્ધ કામદારોમાં હાઈ બ્લડ પ્રેશર વધુ સામાન્ય છે. પરંતુ બધાના લોહીની લિપિડ ગુણવત્તા નબળી હોય છે.
મેસ રૂમની માલિકી સ્થાનિક વેપારીઓની છે અને સંચાલકો, જેઓ મોટાભાગે ગંજમ જિલ્લાના છે, તેમને રૂ. 15 થી 20 હજાર ભાડે અપાય છે.
એક રૂમમાં કેટલા કામદારો રાખવા તેનો કોઈ કાયદો નથી.
કામદારો બે પાળીમાં આવે છે. તે જોખમી પણ છે કારણ કે કેટલીકવાર કેટલાક કામદારો ગુસ્સે થઈ જાય છે અને હિંસક બની જાય છે.
લાંબા કલાકોની સખત મહેનત અને કંગાળ જીવનને કારણે, ઘણા કામદારો દારૂનો આશરો લે છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી તેઓ ગામડાનો દારૂ ખરીદે છે જે ફેક્ટરી પરિસરમાં એક થેલી – બલૂનમાં 20 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે.
કામ પરથી ઘરે આવે છે, ત્યારે તેઓ સીધા દારૂની દુકાને જાય છે. કામદારો ઘર અને પરિવારથી દૂર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે. આરામ નથી, મનોરંજન નથી. ત્યારે તેમને આ દુનિયામાંથી બચવાનો એક જ રસ્તો મળે છે – દારૂ!
ઘરે મોકલવા માટે પૈસા ભેગા કરવાનો તણાવ પણ છે.
વર્ષે એક વખત ઓડિસા જાય છે. તેમના પરિવારને ખબર નથી કે તેઓ સુરતમાં આવી જગ્યાએ, ઘણા લોકો સાથે રહે છે. તેઓ લાચાર છે.
ટુંકાવીને.
અનુવાદ: છાયા દેવ