ગાંધીનગર, 25 નવેમ્બર 2020
નિવૃત્ત થયેલા અધિકારીઓ અરવિંદ અગ્રવાલ અને પીકે ગેરાને એક વર્ષનું એક્સટેન્શન સિનિયર અધિકારીઓની અછતના કારણે મળે તેવી સંભાવના છે. જીએસએફસીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ અગ્રવાલ અને જીએસીએલના મેનેજીંગ ડિરેક્ટર પીકે ગેરાનો એક્સટેન્શન સમય આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય છે. જીએનએફસીના પૂર્ણ સમયના મેનેજીંગ ડિરેક્ટર ટૂંક સમયમાં આવી શકે છે.
2020માં સેવાનિવૃત રાજ્યના 23 આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ નવા વર્ષના અંત સુધીમાં તબક્કાવાર વય નિવૃત થયા છે કે થઈ રહ્યા છે.
વહાલાઓને નિયુક્તિ
સપ્ટેમ્બર 2020 મહિનામાં વય નિવૃત્ત થયેલા આઇ. એ.એસ.અધિકારી ડો. પી.ડી.વાઘેલાને ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં ત્રણ વર્ષ માટે પૂન: નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિક મુખ્યસચિવ કક્ષાના ઓફિસર અને જીએમડીસીના મેનેજીંગ ડિરેક્ટર અરૂણ સોલંકીને સચિવાલયના કોઇ વિભાગમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. બોર્ડ અને કોર્પોરેશનમાં ટૂંકસમયમાં નવી નિયુક્તિ થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકાર આ મહિનામાં ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી કરી રહી છે ત્યારે આ ફેરફારો સંભવ છે. પ્રજાના નહીં પણ ભાજપના નેતાઓના સાચા કે ખોટા કામ કરનારાઓને ફરી નિયુક્તિ આપવાની પ્રથા પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી વધી છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં નિવૃત્ત આઈએએસ કે કૈલાસ નાથન તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમિત શાહને પણ ડર લાગતો હતો તેવા IPS અધિકારી એ કે સુરેલિયા 5 મહિના પહેલાં નિવૃત્ત થયા હતા.
વર્ગ 3ના અધિકારી પાસેથી 1.47 કરોડ મળ્યા
24 નવેમ્બર 2020માં અમરેલીના વર્ગ-3ના નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર વાઘજી ડવ પાસેથી રૂ. 1.47 કરોડની બેનામી, અપ્રમાણસર સંપત્તિ એસીબીને મળી છે. નોકરી દરમિયાન ગેરરીતિ આચરીને પોતાના પરિવારજનોના નામે લાખો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતું. કાયદેસરની આવકના 80.59 ટકા વધુ સંપત્તિ મળી હતી. વાઘજીભાઈએ પોતાના પરિવારજનોના નામે નોટબંધી વખતે બેંક ખાતામાં રૂ.15.72 લાખ જમા કરાવ્યા હતા.
નિવૃત્ત IAS અને IPS અધિકારીઓની તપાસ કરો
ગુજરાતમાં જેટલાં પણ IAS અને IPS અધિકારીઓ છે તેમની મિલકતો ગુજરાત અને ગુજરાત બહાર છે તેની તપાસ કરવામાં આવે તો ઘણાં અધિકારીઓ પાસેથી કરોડોની સંપત્તિ મળી શકે તેમ છે. જમીન વિકાસ નિગમમાં જે કૌભાંડ બહાર આવ્યું તેમાં પણ કે.સી.પરમાર નામના અધિકારી નિવૃત્તિ પછી ફરજ બજાવી રહ્યા હતા.
19 IAS અને 5 IPS 2020માં નિવૃત્ત
2020ના વર્ષમાં ગુજરાત સરકારમાં અધિકારીઓ નિવૃત્ત થયા છે કે હવે થશે, જેમાં વહાલા અધિકારીઓને ફરી નોકરી આપવામાં આવી છે.
એપ્રિલ- અરવિંદ અગ્રવાલ, અતનુ ચક્રવર્તી, શિવાનંદ ઝા
મે – કે. ડી. કાપડિયા, એ. કે. સુરોલીયા
જૂન – સી આર ખરસણ, એસ. એમ. ખતાના, સી. એમ. પાડળીયા, ડી. બી. વાઘેલા
ડી. એન. પટેલ.
જુલાઈ – એમ. એસ. પટેલ, પુનમચંદ પરમાર, પી. એલ. સોલંકી
ઓગસ્ટ – અનિલ મુકિમ
સપ્ટેમ્બર – પી. ડી. વાઘેલા, જે. આર. ડોડીયા, એમ. આર. કોઠારી, આર બી. રાજ્યગુરુ
ઓક્ટોબર – સંગીતા સિંઘ, એ. જે. શાહ, એસ એમ. પટેલ, કમલકુમાર ઓઝા
નવેમ્બર – અનુરાધા મલ
ડિસેમ્બર – સી. જે. પટેલ
2021માં 12 IAS નિવૃત્ત થશે
2021 માં 12 IAS છે. જાન્યુઆરી મહિનામાં ડિ.બી.રહેવર , ફેબ્રુઆરી મહિનામાં એમ.જે.ઠક્કર, એપ્રિલ મહિનામાં એન.કે ડામોર, જૂન મહિનામાં કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ ઉપર ગયેલા ડો. વી.થિરૂપુગાઝ , આઈ.કે.પટેલ અને આર. આર. રાવલ નિવૃત્ત થવાના છે. ઓગસ્ટ મહિનામાં આર.જે હાલાણી, આર.કે.પટેલ, નિવૃત્તિ લેશે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એ.વી કાલરીયા , જી.એચ.ખાન અને ડિસેમ્બરમાં આર.પી.ગુપ્તા, અને વી.બી.મેકવાન નિવૃત્તિ લેશે.