ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતમાં દ્વીચક્રી વાહનોની જગ્યાએ કારની સંખ્યા વધતી જાય છે. ગુજરાતમાં પ્રત્યેક 30 વ્યક્તિએ એક કાર છે. 5 કુટુંબ પ્રમાણે એક કાર છે. 35 લાખથી વધુ કાર છે. 1.95 કરોડ દ્વિચક્રી વાહનો છે. ગુજરાતના 6.50 કરોડ લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે.
દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે બાઇક કે સ્કુટર છે. સ્કૂટરની કંપનીઓએ ગિયરવાળા વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે.
10 વર્ષમાં વાહનોની સંખ્યા 140 ટકા વધી છે.
ગુજરાતમાં 30 લાખ તો ટ્રાન્સપોર્ટ વ્હિકલ છે. નોન ટ્રાન્સપોર્ટ વ્હિકલની સંખ્યા વધીને 2.10 કરોડ થવા જાય છે.
પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઉભી થઇ છે.
સડકો ઉપર 2.70 કરોડ વાહનો ફરી રહ્યાં છે. પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ પાસે કોઇને કોઇ વાહન છે.
1961ની સાલમાં ગુજરાતમાં માત્ર 8132 ટુ-વ્હિલર હતા. જે 2020માં વધીને 1.95 કરોડ થઇ ગયા છે.
1980માં કુલ વાહનોની સંખ્યા 4.58 લાખ હતી.1990માં વધીને 18.40 લાખ થયા હતા. વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો 2010માં આવ્યો અને વાહનોની સંખ્યા એક કરોડને પાર થઇ ચૂકી હતી.
1980માં ગુજરાતમાં માત્ર 52817 નોંધાયેલી કાર હતી. આજે કારની સંખ્યા 35 લાખને પસાર થવા આવી છે.
1990માં 18.40 લાખ વાહનો દોડતા હતા. 2000ની સાલમાં વધીને 51.90 લાખ થયા હતા.
ઓટોરીક્ષાની સંખ્યા 90 હજાર થઇ છે જ્યારે ટ્રેક્ટરની સંખ્યા 82 હજાર છે.
ગુજરાતમાં – વાહનો (કરોડમાં)
1989-90 – 0.18
1999-00 – 0.51
2009-10 – 1.18
2016-17 – 2.20
2017-18 – 2.38
2018-19 – 2.52
2019-20 – 2.67