ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ

One lakh crores scam by Divan Company, who financed BJP

ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું.

ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં આ સૌથી મોટું લોન કૌભાંડ માનવામાં આવે છે. વળી જાહેર ભરણા બહાર પાડીને લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. નીરવ મોદી, વિજય માલ્યાના કૌભાંડો કરતાં પણ આ કૌભાંડ સૌથી મોટું છે. ભારતનાં 5 ઉદ્યોગ પતિઓએ ભાજપના રાજમાં કૌભાંડો કર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે.

દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)નું ૩૨ સરકારી અને ખાનગી તેમજ ૬ વિદેશી બેન્કો પાસેથી કુલ ૯૬,૮૮૦ રૃપિયાનું ધિરાણ મેળવ્યું હતું. જે હવે પરત આવી શકે તેમ નથી. તેથી બેંકોએ રૂ.1 લાખ કરોડ ગુમાવવા પડે તેમ છે. ડીએચએફએલ અને તેની સહયોગી કંપનીઓને કોઈપણ પ્રકારની તપાસ વિના રૃપિયા ૯૬,૮૮૦ કરોડની લોન આપી હતી. તેમાં દેશના સામાનાય નાગરિકોના પૈસા છે. કંપનીના ર્વાિષક રિપોર્ટ અનુસાર કુુલ ૩૬ બેન્કો પાસેથી લોન લેવાઈ છે જેમાં ૩૨ સરકારી અને ખાનગી ભારતીય બેન્કો અને ૬ વિદેશી બેન્કોનો સમાવેશ થાય છે. કોબ્રાપોસ્ટે આ દાવો કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ઉંડી તપાસ બાદ ડીએચએફએલમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવી હોવાનું 26 ફેબ્રુઆરી 2020એ બહાર આવ્યું છે. ઇડી દ્વારા દિવાન હાઉસિંગ ફાઈનાન્સના પ્રમોટરો દ્વારા ૨૫૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. ૨૦૧૦ અને ૨૦૧૫ વચ્ચેના ગાળામાં કપિલ વાધવાન અને ધીરજ વાધવાન નામના પ્રમોટરો સાથે જોડાયેલી બોગસ કંપનીઓમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. ૭૯ જેટલી બોગસ કંપનીઓમાં ૧૨૭૭૩ કરોડ રૂપિયા ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. ડીએચએફએલ અને વાધવાન બંધુઓને આવરી લેતા નવા લેવડદેવડના મામલામાં પણ ઉંડી તપાસ ચાલી રહી છે.

દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)નું રૂ.૩૧,૦૦૦ કરોડનું કૌભાંડ છે. દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા રૃપિયા ૩૧,૦૦૦ કરોડનું સુનિયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું છે. કૌભાંડમાં ડીએચએફએલના પ્રાઇમરી સ્ટોક હોલ્ડર કપિલ વાધવાન, અરુણા વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંકળાયેલી બનાવટી કંપનીઓમાં તેમના સહયોગીઓ અને પ્રોક્સીઓ દ્વારા સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોનની મસમોટી રકમો વહેંચી દેવાઈ હતી.

આ નાણાંનો ઉપયોગ ભારત અને બ્રિટન, દુબઈ, શ્રીલંકા અને મોરિશિયસ જેવા વિદેશોમાં શેર, ઇક્વિટી અને અન્ય ખાનગી સંપત્તિઓ ખરીદવામાં કરાયો હતો. આ કૌભાંડના કારણે ભારતની નાણાકીય સિસ્ટમ પર વ્યાપક અસર થઈ છે. કૌભાંડના નાણાં પાછા આવવાની કોઈ સંભાવના નથી. ખાનગી સંપત્તિઓ દ્વારા આ લોનોની વસુલાત થઈ શકે તેમ નથી. બેન્ક્રપ્સી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી શક્ય બનવાની નથી.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ વાધવાનોને રૃપિયા ૧૧,૦૦૦ કરોડ અને બેન્ક ઓફ બરોડાએ રૃપિયા ૪,૦૦૦ કરોડની લોન આપેલી છે. ઉદ્યોગપતિ વાધવાન ગ્રૂપે દેશની બેન્કોનેને ચૂનો ચોપડયો છેે.

આરબીઆઈ, સેબી અને નાણામંત્રાલય, બેન્કો ઊંઘતા ઝડપાયા

આ કૌભાંડમાં પણ જવાબદાર ભારતીય રિઝર્વ બેન્ક, સેબી, નાણામંત્રાલય, બેન્કો, ઓડિટિંગ એજન્સીઓ, આવકવેરા વિભાગ, એસબીઆઈ, પીએનબી, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક છે. આ બધાની ગંભીર લાપરવાહી બહાર આવી છે.

મોડેસ ઓપરેન્ડી

૧. ડીએચએફએલના માલિકોએ ડઝનો બનાવટી કંપનીઓ બનાવી, જૂથોમાં વહેંચી દીધી, કેટલીક કંપનીઓના તો સરનામા પણ એક જ છે અને તેમનું સંચાલન ડિરેક્ટરોના એક જ જૂથ દ્વારા થાય છે.

૨. કૌભાંડ સંતાડવા માટે કંપનીઓનું ઓડિટ ઓડિટરોના એક જ જૂથ પાસે કરાવાયું

૩. કોઈપણ પ્રકારની સિક્યુુરિટી વિના બનાવટી કંપનીઓને હજારો કરોડ લોનમાં આપી દેવાયાં, આ નાણાં દ્વારા દેશ અને વિદેશમાં સંપત્તિની ખરીદી કરાઈ હતી

૪. સ્લમ ડેવલપમેન્ટના નામે બનાવટી કંપનીઓને કોઈપણ જરૃરી પ્રક્રિયા વિના હજારો કરોડ રૃપિયાની લોન અપાઈ

૫. લોનની રકમ એક જ હપ્તામાં જારી કરી દેવામાં આવી, સામાન્ય રીતે લોનની રકમ પ્રોજેક્ટની પ્રગતિના આધારે જારી કરાતી હોય છે

૬. લોન મેળવનારી મોટાભાગની શેલ કંપનીઓએ તેમનસ્ટેટમેન્ટમાં ડીએચએફએલ દ્વારા મળેલી લોનનો ઉલ્લેખ જ ન કર્યો

૭. કંપનીના માલિકોએ ઇન્સાઇડર ટ્રેડિંગ દ્વારા કરોડો રૃપિયાની હેરાફેરી કરી

૮. ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં દ્વારા શ્રીલંકા પ્રીમિયર લીગની ક્રિકેટ ટીમ વાયામ્બા ખરીદી, વિદેશી કંપનીઓને પોતાના શેર વેચ્યા,

૯. કંપનીના પ્રમોટરોએ સેંકડો કરોડ રૃપિયાની કરચોરી કરી હોવાનો આરોપ

આધાર હાઉસિંગમાં ડીએચએફએલ 9 ટકા સીધો હિસ્સો ધરાવે છે જ્યારે હોલ્ડિંગ કંપની વાધવાન ગ્લોબલ કેપિટલ 70 ટકા હિસ્સો ધરાવે છે. વર્લ્ડ બેન્કની ઇન્વેસ્ટમેન્ટ શાખા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પ પાસે 17 ટકા હિસ્સો છે અને કેટલાક આંશિક શેરહોલ્ડર્સ પાસે બાકીને ત્રણથી ચાર ટકા હિસ્સો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્ક રોથ્સચાઇલ્ડ અને નોમુરા ગયા ઓક્ટોબરથી સેલ પ્રક્રિયા ચલાવી રહ્યા છે જ્યારે આઇએલ એન્ડ એફએસ કટોકટીના કારણે વાધવાન ગ્રૂપે નોંધપાત્ર પ્રમાણમાં તરલતાના દબાણનો સામનો કર્યો હતો. આ પ્રક્રિયામાં વિવિધ રોકાણકારોએ રસ દર્શાવ્યો છે જેમાં કેકેઆર, બૈન કેપિટલ, આર્પવૂડ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જેવી કે સેન્ટ્રમ અને ડીએમઆઇ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. ડીએચએફએલ વૈશ્ય અને આધાર હાઉસિંગ ફાઇનાન્સના મર્જર પછી 2011માં સ્થપાયેલી આધાર 13 રાજ્યોમાં કામગીરી કરે છે જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહાર સામેલ છે. તે રૂ.60,000થી રૂ. 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને લોન આપે છે. સરેરાશ લોન સાઇઝ રૂ. 8 લાખની છે.

ઇકબાલ મિર્ચી કેસમાં ધરપકડ

27 જાન્યુઆરી 2020માં મૃત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી અને અન્યો સામેની મની લોન્ડરિંગ કેસની તપાસમાં દીવાન હાઉસિંગ ફાયનાન્સ લિ. (ડીએચએફએલ)ના ચેરમેન અને એમડી કપિલ વાધવાનની ઇડીએ ધરપકડ કરી હતી. પીએમએલએ કાયદા હેઠળ વાધવાનની ધરપકડ કરવામાં આવી છે અને વાધવાન તપાસમાં સહયોગ નથી આપી રહ્યા આ સાથે જ દેવાના ડુંગર તળે દબાયેલી ડીએચએફએલની મુશ્કેલીમાં વધારો થયો છે. વાધવાને ઈડી કસ્ટડી માટે સાંજે વિશેષ અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા.

મુંબઈનાં અંધારી આલમના માફિયા ઈકબાલ મિરચી સાથે મની હવાલા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના સીએમડી કપિલ વાધવાનની ધરપકડ કરાઈ છે. ઈડીએ કરેલી તપાસમાં મુંબઈમાંથી અંદાજીત 200 કરોડની પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી જેમાં ઈકલાબ મિરચી અને કપિલ વાધવાન વચ્ચે નાણાકીય વ્યવહારો કરાયાં હતા. સન બ્લીન્ક નામની કંપનીએ પણ ડીએચએફએલ વતી મીરચીને લોન આપી હોવાની માહિતી ઈડી સુત્રો તરફની બહાર આવી હોવાની ચર્ચા છે. હાલમાં ગેન્ગસ્ટર ઈકબાલ મિરચી અને અન્યો સામે ઈડી મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે, જેમાં વાધવાનની સંડોવણી બહાર આવી છે. ઈકબાલ મિરચીની મુંબઈની મિલકતો ગુનાખોરીમાંથી પ્રાપ્ત નાણાંમાંથી ખરીદી કરવામાં આવી હોવાનું ઈડી માની રહી છે, જેની તપાસ ચાલુ છે. ઈડી હવે કપિલ વાઘવાનને કોર્ટમા રજુ કર્યા બાદ વધુ માહીતી ભેગી કરી રહી છે.

લોકોને ભરમાવતા પબ્લીક ઈશ્યુમાં લોભ

ડીએચએફએલનો એનસીડી ઇશ્યૂ 22 મે, 2018નાં રોજ ખુલ્યો હતો.

નેશનલ હાઉસિંગ બેંક (“એનએચબી”)માં રજિસ્ટર્ડ ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (“ડીએચએફએલ” કે “કંપની”)એ 22 મે, 2018નાં રોજ ડિબેન્ચરદીઠ રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતો સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“એનસીડી”) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ રૂ. 3,000 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) છે, જે રૂ. 9,000 કરોડ સુધી અને કુલ રૂ. 12,000 કરોડ સુધી (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ લિમિટ”) (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ”)નું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ ધરાવે છે, જે 14 મે, 2018ના રોજ ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયો છે, જે બીજી બાબતોની સાથે સાથે ટ્રેન્ચ 1 ઇશ્યૂની શરતો અને નિયમો ધરાવે છે (“ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટસ”). તેનો અભ્યાસ સંયુક્તપણે 14 મે, 2018નાં રોજ શેલ્ફ પ્રોસ્પેક્ટસ (“શેલ્ફ પ્રોસ્પેક્ટસ”) સાથે કરવો જોઈએ. તેનું ફાઇલિંગ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્ર, મુંબઈ (“આરઓસી”), સ્ટોક એક્સચેન્જ અને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં થયું છે. શેલ્ફ પ્રોસ્પેક્ટસ અને આ ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સ પ્રોસ્પેક્ટ્સ (“પ્રોસ્પેક્ટસ”)ધરાવે છે.

ડીએચએફએલનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કપિલ વાધવાને કહ્યું હતું કે, “ભારતમાં નાણાકીય અને ધિરાણ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક વાતાવરણમાં સતત વધારો થયો છે, જેમાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ડીએચએફએલએ ઊંચી વૃદ્ધિ કરી છે. આ ગાળામાં સમગ્ર ભારતમાં નાણાકીય સર્વસમાવેશકતાની કામગીરીને વેગ મળ્યો છે, જેનાં પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવતાં ડીએચએફએલ માટે આ વર્ષો કામગીરીની દ્રષ્ટિએ પ્રગતિકારક રહ્યાં છે અને વર્ષ 2022 સુધીમાં તમામ નાગરિકોને ઘર આપવાનાં સરકારનાં અભિયાનને સારો વેગ મળ્યો છે. વૃદ્ધિનાં આ મહત્ત્વપૂર્ણ તબક્કામાં ડીએચએફએલનો ત્રીજો પબ્લિક ઇશ્યૂ એનસીડી લોંચ થયો છે, જે કંપનીની વૃદ્ધિકારક યોજનાઓને વેગ આપશે, કારણ કે અમે ઊંચી વૃદ્ધિનાં આગામી તબક્કા તરફ અગ્રેસર છીએ. એનસીડી અમને અમારાં ધિરાણ પોર્ટફોલિયોને વિવિધતાસભર બનાવવાની સુવિધા પણ આપશે.

કંપનીનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (“બોર્ડ”) અથવા એનસીડી પબ્લિક ઇશ્યૂ કમિટી દ્વારા ઇશ્યૂને વહેલા બંધ કરવાનો કે તેને લંબાવવાનાં નિર્ણય લેવાનાં વિકલ્પ સાથે ઇશ્યૂ 4 જૂન, 2018નાં રોજ બંધ થશે.

ટ્રિપલ AAA રેટિંગ

રૂ. 15,000 કરોડની રકમ માટે ઇશ્યૂ થનાર પ્રસ્તાવિત એનસીડી કેર રેટિંગ્સ લિમિટેડ (“કેર”)નાં 27 એપ્રિલ, 2018નાં પત્ર અનુસાર ‘CARE AAA; Stable (Triple A; Outlook: Stable)’ રેટિંગ ધરાવે છે અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“બ્રિકવર્ક”)નાં 27 એપ્રિલ, 2018નાં પત્ર મુજબ રૂ. 15,000 કરોડ સુધીની રકમ માટે ‘BWR AAA (બીડબલ્યુઆર ટ્રિપલ એ તરીકે ઉચ્ચારણ કરવામાં આવે છે), Outlook: Stable’ રેટિંગ ધરાવે છે. CARE AAA; કેર દ્વારા સ્ટેબ્લ અને બ્રિકવર્ક દ્વારા BWR AAA, Outlook: Stable સંકેત આપે છે કે, આ રેટિંગ ધરાવતાં માધ્યમો નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઊંચી સલામતી ધરાવે છે એવું માનવામાં આવે છે.

ડીએચએફએલ પોતાની સાથે સંકળાયેલા તમામ લોકોનું મૂલ્ય-સંવર્ધન કરવાનો હંમેશા પ્રયાસ કરે છે, જેને અનુરૂપ કંપનીએ ફ્લોટર રેટ એનસીડી પ્રસ્તુત કર્યો છે, જે ઓવરનાઇટ મિબોર માટે માપદંડ છે. એનસીડી સાથે સંકળાયેલા મિબોરમાં રોકાણકારોને એફબીઆઇએલ દ્વારા જાહેર થયેલા ઓવરનાઇટ મિબોર રેટ પર આધારિત વ્યાજ મળશે, જે દરરોજ ભેગું થશે અને તેની વાર્ષિક ધોરણે ચુકવણી થશે. અમે વર્ષે 9.10 ટકા સુધી વ્યાજનાં આકર્ષક દર, પાકતી મુદ્દતે શરૂઆતનાં સબસ્ક્રાઇબર્સને 1.00 ટકા સુધી વન-ટાઇમ એડિશનલ ઇન્સેન્ટિવ અને વરિષ્ઠ નાગરિકો માટે 0.10 ટકા વધારે વ્યાજ પણ ઓફર કરીએ છીએ. અમારાં તમામ હિસ્સેદારોનાં ભરોસા અને વાજબી કિંમત ધરાવતા ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતાને પગલે મને ખાતરી છે કે ડીએચએફએલ એક વાર ફરી પોતાની મહત્ત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ પાર પાડવા વધુ એક સફળ એનસીડી ઇશ્યૂ કરશે.”

એનસીડી પર તમામ વિકલ્પોમાં એપ્લિકેશન કરવાની લઘુતમ રકમ રૂ. 10,000 છે અને લઘુતમ એપ્લિકેશન પછી એક (1) એનસીડીનાં ગુણાંકમાં અરજી કરી શકાશે. ફાળવણી વહેલા-તે-પહેલાનાં-ધોરણે થશે (ઓવરસબસ્ક્રિપ્શનની તારીખ સિવાય, જો કોઈ હોય, જ્યારે તમામ રોકાણકારો કથિત તારીખે સપ્રમાણ આધારે ફાળવણી મેળવશે.) રોકાણકારો ડિમેટ (ડિમટિરિયલાઇઝ) તેમજ ફિઝિકલ ફોર્મમાં એનસીડી માટે અરજી કરવાનો વિકલ્પ ધરાવે છે.

ઇશ્યૂનું માળખું:

• સીરિઝ Iમાં મુદ્ત 3 વર્ષ છે અને વ્યાજની ચુકવણી વાર્ષિક ધોરણે થશે; કેટેગરી I, કેટેગરી II, કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે વ્યાજનાં દર 8.90 ટકા છે; તમામ કેટેગરી માટે અસરકારક વળતર 8.90 ટકા છે.

• સીરિઝ IIમાં મુદ્ત 5 વર્ષ છે અને વ્યાજની ચુકવણી વાર્ષિક ધોરણે થશે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે વ્યાજદર 8.90 ટકા છે; કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે વ્યાજનાં દર 9.00 ટકા છે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે અસરકારક વળતર 8.90 ટકા છે; કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે અસરકારક વળતર 9.00 ટકા છે.

• સીરિઝ IIIમાં મુદ્ત 7 વર્ષ છે અને વ્યાજની ચુકવણી વાર્ષિક ધોરણે થશે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે વ્યાજદર 8.90 ટકા છે; કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે વ્યાજનાં દર 9.00 ટકા છે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે અસરકારક વળતર 8.90 ટકા છે; કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે અસરકારક વળતર 9.00 ટકા છે.

• સીરિઝ IVમાં મુદ્ત 10 વર્ષ છે અને વ્યાજની ચુકવણી વાર્ષિક ધોરણે થશે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે વ્યાજદર 8.90 ટકા છે; કેટેગરી III માટે વ્યાજદર 9.00 ટકા અને કેટેગરી IVનાં રોકાણકારો માટે વ્યાજનાં દર 9.10 ટકા છે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે અસરકારક વળતર 8.90 ટકા છે; કેટેગરી IIIનાં રોકાણકારો માટે વ્યાજદર 9.00 ટકા અને કેટેગરી IVનાં રોકાણકારો માટે અસરકારક વળતર 9.10 ટકા છે.

• સીરિઝ Vમાં મુદ્ત 3 વર્ષ છે અને વ્યાજની ચુકવણી માસિક ધોરણે થશે; કેટેગરી I, કેટેગરી II, કેટેગરી III અને કેટેગરી IV નાં રોકાણકારો માટે વ્યાજદર 8.56 ટકા છે; તમામ કેટેગરીનાં રોકાણકારો માટે અસરકારક વળતર 8.90 ટકા છે.

• સીરિઝ VIમાં મુદ્દત 5 વર્ષ છે અને વ્યાજની ચુકવણી માસિક છે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે વ્યાજદર 8.56 ટકા છે; કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે વ્યાજનાં દર 8.65 ટકા છે; કેટેગરી I અને કેટેગરી IIનાં રોકાણકારો માટે અસરકારક વળતર 8.90 ટકા છે; કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો માટે અસરકારક વળતર 9.00 ટકા છે.

ફ્લોટિંગ વ્યાજદર ધરાવતાં એનસીડી

સીરિઝ VIIમાં મુદ્દત 3 વર્ષ છે અને વ્યાજનાં દર બેન્ચમાર્ક મિબોર ઉપરાંત 2.16 ટકાનો સ્પ્રેડ છે. બેન્ચમાર્ક મિબોર એફબીઆઇએલ દ્વારા પ્રકાશિત રેફરન્સ ઓવરનાઇટ મિબોર છે, જેની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે અને ઓવરનાઇટ મિબોર બેન્ચમાર્કનાં દરોને આધારે વાર્ષિક ધોરણે પુનઃનિર્ધારત કરવાને આધિન છે. ફ્લોટિંગ વ્યાજદર પ્રથમ વર્ષનાં અંતે ચુકવવાપાત્ર છે, જે ગણતરીનાં પ્રસ્તુત સમયગાળા માટે બેન્ચમાર્ક મિબોર ઉપરાંત લાગુ થવાને પાત્ર 2.16 ટકાનાં ફિક્સ્ડ સ્પ્રેડ હશે. ઉદાહરણ તરીકે, ઓવરનાઇટ મિબોર 6.01 ટકા છે, જે વાર્ષિક ધોરણે 6.19 ટકા છે. આની ગણતરી પ્રથમ, બીજા અને ત્રીજા વ્યાજની ચુકવણીની તારીખો માટે ગણતરીનાં પ્રસ્તુત સમયગાળા માટે ફરી થશે.

વરિષ્ઠ નાગરિકોને ફાયદા

પ્રસ્તાવિત ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો, જેઓ વરિષ્ઠ નાગરિકો છે, તેઓ ફાળવણીની માન્ય તારીખે વર્ષે 0.10 ટકા વધારાનું વ્યાજ મેળવવાને પાત્ર હશે, જેમાં શરત એ છે કે પ્રસ્તાવિત ટ્રેન્ચ 1 ઇશ્યૂ અંતર્ગત ઇશ્યૂ થયેલા એનસીડી કેટેગરી III અને કેટેગરી IVનાં આ પ્રકારનાં રોકાણકારોએ સંબંધિત વ્યાજની ચુકવણી માટે લાગુ પ્રસ્તુત રેકોર્ડ તારીખે રોકાણ જાળવી રાખ્યું હોય. આ ઇન્સેન્ટિવ પ્રારંભિક સબસ્ક્રિપ્શન રકમથી વધારે નહીં હોય એવી રકમ પર લાગુ થશે.

વધારાનું ઇન્સેન્ટિવ

પ્રસ્તાવિત ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં કેટેગરી III અને કેટેગરી IVનાં રોકાણકારો, જેઓ ફાળવણી માટેની નક્કી તારીખે પ્રારંભિક ફાળવણી મેળવનાર છે, તેઓ સીરિઝ II, સીરિઝ III, સીરિઝ IV અને સીરિઝ VIનું વધારાનું વન-ટાઇમ ઇન્સેન્ટિવ અનુક્રમે 0.50 ટકા, 0.70 ટકા, 1.00 ટકા અને 0.50 ટકા મેળવશે, જેની ચુકવણી વ્યાજની અંતિમ ચુકવણી સાથે કરવામાં આવશે, જેમાં શરત એ છે કે વ્યાજની છેલ્લી ચુકવણી સહિત વ્યાજની તમામ ચુકવણી માટે પ્રસ્તુત રેકોર્ડ તારીખે કેટેગરી III અને કેટેગરી IV હેઠળ આ પ્રકારનાં રોકાણકારો દ્વારા સીરિઝ II, સીરિઝ III, સીરિઝ IV તથા સીરિઝ VI હેઠળ આ પ્રકારનાં રોકાણકારો દ્વારા જાળવવામાં આવ્યું હોય. આ ઇન્સેન્ટિવ પ્રારંભિક સબસ્ક્રિપ્શન રકમથી વધારે નહીં હોય એવી રકમ પર લાગુ થશે.

એનસીડીની તમામ સીરિઝમાં રૂ. 10 લાખ સુધી અને સહિતની રકમ માટે અરજી કરવા માટે કેટેગરી IV રોકાણકારો (રિટેલ વ્યક્તિગત રોકાણકારો)ને રહેવાસી ભારતીય વ્યક્તિઓ અને કર્તા મારફતે એચયુએફ (હિંદુ સંયુક્ત કુટુંબ) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કેટેગરી IIIનાં રોકાણકારો (હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ કે એચએનઆઇ) રોકાણકારો રહેવાસી ભારતીય વ્યક્તિઓ અને કર્તા મારફતે એચયુએફ (હિંદુ સંયુક્ત કુટુંબો) છે, એનસીડીની તમામ સીરિઝનમાં
રૂ. 10થી વધારે રકમ માટે અરજી કરે છે.

એનસીડીનાં પબ્લિક ઇશ્યૂની ચોખ્ખી આવકનાં ઓછામાં ઓછા 75 ટકા હિસ્સાનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, લોન તથા કંપનીનાં હાલની લોનનું વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી/પૂર્વચુકવણી માટે થશે. મહત્તમ 25 ટકા હિસ્સાનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કાર્યો માટે થશે. આ શેલ્ફ પ્રોસ્પેક્ટસ ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સ મારફતે ઓફર થયેલા એનસીડીનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) અને બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) પર થશે, જેમાં બીએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

એનસીડી ઇશ્યૂનાં લીડ મેનેજર્સ – યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ, ગ્રીન બ્રીજ કેપિટલ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઈ બેંક લિમિટેડ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ, ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ કેપિટલ લિમિટેડ છે.