18 જુલાઈ 2020
વનસંપદા, વનો અને વન્ય પ્રાણીસૃષ્ટિ વનબંધુઓના યોગદાનને કારણે જ સુરક્ષિત રહ્યા છે તેવો સ્પષ્ટતા વ્યકત કર્યો છે. વનોના જતન કર્યા છે. વર્ષોથી જમીન ખેડાણ કરતા આવા વન બાંધવોને જંગલ જમીનના માલિક બનાવે છે.
વલસાડ જિલ્લાના દુર્ગમ વનબંધુ વિસ્તારો કપરાડા, ધરમપૂર અને ઉમરગામના ૧૧૪૭ વન બંધુઓને ર૯૯ હેકટર વન જમીન ફાળવણીના મંજૂરી પત્રો તથા ૮૦૦૦ વનબાંધવોને અધિકારપત્રો-સનદનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.
અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે. આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવા અન્વયે ૧૧.૬૦ લાખ એકર જમીન મંજૂર કરવામાં આવી છે.
PESA એકટ અન્વયે ગૌણ ખનિજ અને ગૌણ વન પેદાશના હક્કો પણ વનવાસીઓને આપીને રાજ્ય સરકારે સ્થાનિક વિકાસ માટે નવું બળ પુરૂં પાડયું છે.
આદિજાતિ બાળકોના શિક્ષણ માટે શાળા, કોલેજો, રસ્તા, પાણી, વીજળી વગેરે પાયારૂપ સુવિધાઓ માટે ૧ લાખ કરોડ જેટલી રકમ વનબંધુ કલ્યાણ પેકેજમાં સરકારે ફાળવેલી છે. આદિવાસી-વનબંધુ ક્ષેત્રોમાં મેડીકલ કોલેજો શરૂ કરી છે તેની પણ વિગતો આપી હતી.
કોંગ્રેસ સરકારે ગુજરાતના આદિવાસીઓને મોટી જમીનના અધિકાર તેમજ રસ્તા, પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ મોટા પ્રમાણમાં આપી છે.
૧૪ આદિજાતિ જિલ્લા અને ૫૩ તાલુકાના ૪૦૦૦થી વધુ ગામોમાં વસવાટ કરતા ૯૦ લાખથી વધુ આદિવાસી ભાઇ-બહેનોને ગુજરાત સરકારે પેસા એક્ટ અંતર્ગત વિશેષ અધિકાર આપ્યા છે. આ જ પ્રકારે રૂપિયા ૩૫૦ કરોડના ખર્ચે બિરસા મુંડા યુનિવર્સિટીની રાજપીપળા ખાતે સ્થાપના કરી છે. તેનુ કામ ચાલી રહ્યું છે. આદિવાસી સમાજમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવાનો કાયદો બનાવાયો છે.