દિલીપ પટેલ
ગાંધીનગર, 6 માર્ચ 2021
2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં ઘટાડો થતાં ગરીબ પરીવારો 50 લાખથી વધી ગયા હોવાની પૂરી શક્યતા અર્થશાસ્ત્રીઓ બતાવી રહ્યાં છે. રેશન કાર્ડ એ જ એક માત્ર ગીરબી માટેનો પૂરાવો નથી. રેશન કાર્ડ વગરના ગરીબો પણ મોટા પ્રમાણમાં છે.
2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. 2018માં 25 ટકા થઈ ગયા હતા. 2021માં 30 ટકા લોકો ગરીબીના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ ગરીબી રેખા હેઠળ વધ્યા છે. ગુજરાત સરકાર કહે છે કે બહારના લોકો ગુજરાતમાં આવે છે એટલે ગરીબી વધી છે.
ગરીબીને EVM મારી નાંખે છે
ખરેખર તો ખેડૂતો તૂટી રહ્યાં છે તેના કારણે ગરીબી વધી રહી છે. વિકાસ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ થયો છે, જ્યાં ખેતી કરતાં માંડ 4 ટકા રોજગારી મળે છે. તેથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત ન આપીને વિપક્ષને વધું ધારાસભ્યો આપ્યા છે. 2021માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપને ઈવીએમથી લોકોએ ખોબલે ભરીને મત આપ્યા છે. તે કઈ રીતે માની શકાય ? EVMના કારણે ગરીબી દેખાતી નથી.
મોદીનું ગરીબીનું રહસ્ય શું
વર્ષ 2015-16ની સરખામણીએ વર્ષ 2016-17માં એટલે કે એક વર્ષના સમયગાળામાં 2,47,742 ગરીબ પરિવારની સંખ્યા વધી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન મોદીએ ગુજરાત છોડ્યું ત્યારથી ગરીબ પરીવારો એકાએક વધવા લાગ્યા છે. 2016-17માં ગરીબોની સંખ્યામાં એકાએક વધારો થયો હતો. તેનું રહસ્ય અર્થશાસ્ત્રીઓ જાહેર કરતાં કહે છે કે, કાંતો મોદી ગરાબોની સંખ્યા બતાવતાં ન હતા અને ગુજરાત સમૃદ્ધ છે એવું આખી દુનિયામાં કહેવા માટે આવું કરતાં હતા. બીજું રૂપાણી આવતાં ગરીબોની સંખ્યા રાતોરાત વધી ગઈ છે. તેનંુ કારણ સસ્તા અનાજમાં જે કૌભાંડો ચાલી રહ્યાં છે તે પણ છે.
ખેતીથી મોટી રોજગારી
12 જૂલાઈ 2018માં ગરીબીના આંકડા જાહેર કરાયા હતા. જે બતાવે છે કે, ઉદ્યોગોથી રોજગારી મળતી નથી પણ ખેતીથી મોટી રોજગારી મળે છે. નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ન પહોંચી તે ગરીબીનું સૌથી મોટું કારણ છે. ખેતી તૂટી રહી છે ગુજરાત 1.20 કરોડ જમીનના ટૂકડા છે. 58 લાખ ખેડૂત કુટુંબો છે. 24,000 કરોડનું દેવું છે. 42 ટકા ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવું છે.
ખેત મજૂર વધ્યા
15 વર્ષમાં ખેતમજૂરોનો વધારો થયો છે, 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 2001 પછી 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. જે ગરીબ બની જતાં મજૂર તરીકે કામ કરે છે. જમીન નાના ટુકડામાં પહેંચાઈ રહી છે. કુટુંબ વિભાજનના કારણે જમીન ટૂકડામાં ફેરવાઈ રહી છે.
નાની જમીન વેચી ગરીબ બનતા ખેડૂતો
નાની જમીન ખેડવી પોસાય તેમ ન હોવાથી ખેડૂતો જમીન વેચી રહ્યાં છે. જમીન વેચીને તેઓ મજૂરી કામ માટે જોતરાય છે. ગુજરાતમાં 2005-06માં 46.61 લાખ ખેડૂતો હતા તે 2010 11માં વધીને 48.85 લાખ થયા હતા. 2015માં વધીને 50 લાખ થયા હતાં. 2021માં 58 લાખ છે. જમીન ધારકોની સંખ્યા 2.25 લાખ જેટલી વધી છે.
જમીન ઘટી, ગરીબી વધી
પરંતુ તેની સામે વર્ષ 2005-06માં કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી. તે 2010-11માં ઘટીને 98.98 લાખ હેક્ટર થઇ ગઇ છે. આમ રાજ્યમાં કૃષિ જમીન 3.70 લાખ હેક્ટર ઘટી છે. પણ 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર જમીન થવાની ધારણા છે. જમીન નકામી બની છે અથવા તે ઉદ્યોગોમાં બિનખેતી કરીકે જતી રહી છે. 10 વર્ષ પહેલાં જમીન 10 વિઘા એક ખેડૂત ધરાવતાં હતા તે હવે 5 વીઘા ધરાવતાં થયા છે. જેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી. તેથી ગરીબી વધી રહી છે.
4 લાખ ખેડૂત પરિવારો ગરીબ બન્યા
વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. વળી ગુજરાતમાં 2001 પછી 3.70 લાખ હેક્ટર જમીન ઘટી છે. તેનો સીધો મતલબ કે એટલા ખેડૂતો ઘટી ગયા છે. કુટુંબ વિભાજનના કારણે જમીન નાના ટુકડામાં ફેરવાઈ રહી છે. તેથી ગરીબી વધી છે. બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે 2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે.
રૂપાણીનું જૂઠ
મુખ્ય પ્રધાને દિલ્હીમાં 2018માં નીતિ આયોગની બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વળી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે.
ગુજરાતના જ ગરીબો છે, બહારના નથી
2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ચાલુ રાખ્યા છે.
ગરીબીની વ્યાખ્યા બદલી
ગુજરાતના ગામડામાં મહિને રૂ.324 અને શહેરોમાં મહિને રૂ.501.14 આવક મેળવે છે. ગુજરાતમાં 2014માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડા માટે રૂ.11 તથા શહેર માં રૂ.17 કમાતા હોય તેને ગરીબ જાહેર કર્યા હતા. ‘ગરીબી દૂર કરવી હોય તો ગરીબીરેખા બદલી ગરોબોની સંખ્યા ઓછી કરી નાંખો’. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને વાયબ્રંટ ગુજરાતમાં બતાવવા ‘ગુજરાતમાં ગરીબો નથી’એ બતાવવું ખૂબ જરૂરી હતું.
ભાજપના 28 વર્ષ પછી
28 વર્ષ પછી પણ ગરીબી કોંગ્રેસની દેન – રૂપાણી 18 નવેમ્બર 2018માં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, “દેશમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન છે.” પણ ગુજરાતમાં ભાજપની સરકાર 1996થી છે. જેને 23 વર્ષ થયા અને ભાજપની ભાગીદારી વાળી સરકાર તો 1991થી છે. તો પછી 27 વર્ષથી તો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી, તો ગરીબી કેમ વધી રહી છે.
ગરીબોનું અનાજ કૌભાંડ
રૂપાણી સરકારનું અનાજ ખાઈ જવાનું એ મોટું કૌભાંડ છે, કે પછી ગુજરાતમાં ગરીબી વધી રહી છે. ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબીરેખા નીચે જીવી રહ્યાં છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત તો 27 વર્ષમાં ગુજરાતમાં તે ગરીબી દૂર કરી શક્યો હોત. પણ તેમ થયું નથી.
બેરોજગારીના કારણે પાંચ વર્ષમાં 1146 લોકોએ આત્મહત્યા કરી હતી.
બાળ મજૂરી, ગરીબીનો માપ
શાળાએ જવાના બદલે મજૂરી રાજ્યમાં 4.20 લાખ જેટલા બાળમજૂરો હોવાનો નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું હતું. ગરીબી અને ભૂખમરામાં સપડાયા હોવાના કારણે બાળકોને કામ કરવા જવું પડે છે. ઈ.સ.2004-05માં સરવે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા. તે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 4 ટકા બાળમજૂરો હતા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે બાળ મજૂરીમાં ગુજરાત ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે છે.
ગરીબ કલ્યાણ મેળા તૂત
તેનો મતલબ કે ગરીબી ગામડાઓમાં વધારે છે. ગરીબ કલ્યાણ મેળા, એક તૂત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતની સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે. 2009થી 11 વર્ષ 2070 ગરીબ કલ્યાણ મેળા યોજીને રૂ.22 હજાર કરોડ આપ્યા છે. બે કરોડ લોકોને તેમાં આવરી લેવાયા હતા. તો પછી ગરીબી કેમ ઘટતી નથી. આટલા નાણાંમાં તો દરેક ગરીબને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત.
તમામને ઘર આપો
ગરીબોને રહેવા 50 લાખ મકાનો 2012થી બનાવવાના હતા. એક પણ ગરીબને મફત મકાન મળ્યું નથી.
20 લાખ ઘર બનાવવા માટે રૂ.40 હજાર કરોડની જરૂર છે. જે સરકાર આરામથી ઊભા કરી શકે તેમ છે. જો આટલું થાય તો ગુજરાત સરકારને આરોગ્યના જ રૂ.5,000 કરોડ બચી શકે તેમ છે. તેથી ખરેખર તો સરકારને 20 વર્ષમાં સાવ મફતમાં આ ઘર પડે તેમ છે.
આરોગ્યનું ખર્ચ વધે છે
ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટૂંબોને રહેવા સારું ઘર નથી. ‘ગરીબી ભારત છોડો’ ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને એનિમાયા વધુ છે. 1.50 કરોડ લોકોને પુરતુ ખાવાનું મળતું ન હોય તે સરકારે રાજ કરવાનો કોઈ અધિકાર નથી.
ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ
ગરીબી મૂળ સમસ્યા જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ છે. ગરીબોના નામે અબજો રૂપિયા ખર્ચાય છે તેમાં સૌથી વધું ભ્રષ્ટાચાર થાય છે. જો ગરીબી દૂર થાય તો ભ્રષ્ટાચાર દૂર થઈ શકે છે. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે. પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે.
ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે. જો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં ગરીબી દૂર કરવી પડશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે તેથી માથાદીઠ આવક પણ વધી જશે.