કમરના મણકામાં ઓપરેશનના સ્ક્રૃ તુટી ગયા, 20 વર્ષ પછી પીડામાંથી મૂક્તિ મળી

અમદાવાદ, 13 માર્ચ, 2021

કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે કરી છે. રાજસ્થાનની મહિલા પુષ્પા સોનીને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે.

રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી 55 વર્ષના પુષ્પા સોની ઈ.સ.2000 થી કમરમાં અસહ્ય દુઃખાવાના લીધે ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી.
આ દુઃખાવામાંથી છૂટકારો મેળવવા તેમણે અગાઉ ખાનગી હોસ્પિટલોમાં ઈ.સ. 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન કરાવ્યું હતું. તકલીફ પણ ધીરે ધીરે ઘટવાના બદલે વધતી જતી હતી. ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડીક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય દર્દીને સંતોષકારક સારવાર મળી ન હતી.

પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મુકવામાં આવેલા સ્ક્રૂ તુટેલા હતાં. કમરનાં ચાર મણકાંમાં પણ સ્પોન્ડિલોલિસ્થેસિસ (spondylolisthesis)નામની તકલીફ હતી. આ સ્પોન્ડિલોલિસ્થેસિસની બે વખત અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદીએ “રિવિઝન સ્પાઇન સર્જરી” કરી હતી.

તુટેલાં સ્ક્રૂ કાઢતી વખતે કરોડરજ્જુના ખુબ જ નાજુક ભાગને ઇજા થવાનું જોખમ રહેલું હોય છે. સ્ક્રૂ કાઢવામાં કરોડરજ્જુની નસને ઇજા થવાનું પણ ખુબ જ જોખમ હોય છે.