મંદીના કારણે પટેલ ટ્રાવેલ્સના માલિકે કર્યો ધંધો સંકેલી લેવાનો નિર્ણય 

Owners of Patel Travels of Gujarat decide to collapse business due to the recession

અમદાવાદ, 18 માર્ચ 2021
કોરોનાની મહામારી, ઇંધણના વધેલા ભાવ અને સરકારના કેટલાક નિયમોના કારણે ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે પોતાનો ધંધો સંકેલવાનો નિર્ણય કર્યો છે. પટેલ ટ્રાવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં પોતાની 50 બસોનું વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે.

પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમારે 75% ગાઈડલાઈનમાં બસ ચલાવવી છે. અમારી 36 સીટ કે, 41 સીટની ગાડી હોય તો તેમાં અમારે 75% પેશેન્જર રાખીને બસ ચલાવવાની હોય છે.

પેટ્રોલના ભાવ ખૂબ જ વધી ગયા છે. પેસેન્જરમાં માથા પર બર્ડન વધી જાય છે. પરિસ્થિતિ ખૂબ ઉપર જઈ રહી છે.

ઘણા સમયથી રાજ્ય સરકારના અધિકારી અને રાજ્ય સરકાર અમક્ષ અમારી વાતો મૂકી છે. તે પણ અમારી વાતોને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી. પણ ઠીક છે. અમને સરકાર સાથે કઈ વાંધો નથી એમને જે મગજમાં બેસતું હોય તે પણ ખરેખર ગ્રાઉન્ડ રીયાલીટીએ પરિસ્થિતિ આ છે.

સરકારની પોલિસી છે તે તેના કારણે આ નિર્ણય કર્યો છે.

બસના નિયમોનો ગુનો ગમે ત્યાં બન્યો હોય પણ દંડ તો બસ જ્યાં રજીસ્ટર છે તે RTOમાં ભરાઈ થવો જોઈએ. બસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ગમે ત્યાં ફરતી હોય તો ત્યાં હું કઈ રીતે દંડ ભરવા માટે જઈશ. ગાડીને દંડ કરીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો મારે અહિયાંથી મારી ગાડીને બ્લેકલિસ્ટમાંથી હટાવવા માટે દંડના સ્થાને જવું પડે છે.

વારંવાર રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી છે. તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં અમે ધંધો કરી શકીએ તેમ નથી. અમે ધંધો બંધ કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં 50 બસ વેંચી નાંખી છે. બીજી બસ વેચવાના છીએ. વાહનો વેંચાતા જશે તેમ-તેમ અમે અમારા ધંધાને ટૂંકો કરતા જઈશું.

રાજ્ય સરકારે લોકડાઉન સમયે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો કે, 6 મહિનાનો ટેક્સ માફ કર્યો. આ નિર્ણય સારો હતો પણ સરકારે આ નિર્ણય એપ્રિલથી કર્યો.

કોરોનાના એક વર્ષ પછી પણ હજુ ઘણા લોકો બહાર નીકળતા ડરી રહયા છે. ત્યારે અમને 75% ગાડી ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. પણ ગાડી 50% પણ ભરાતી નથી. બેંકમાંથી લોન લીધી છે, મિલકત વેંચીને દેવું પૂરું કરી દઈએ.