ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂલ વિભાગને લખાણ કરવા છતાં રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિએ જમીનની કિંમત નક્કી કરી નથી.
જાહેર હિસાબ સમિતિને લાગે છે કે 16 વર્ષ જેટલા લાંબા સમયગાળા પછી પણ રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિ જમીનની કિંમત નક્કી ન કરે તે બાબત ઉચિત નથી.
અહેવાલ પરથી એટલું તો સ્પષ્ટ છે કે, આ બાબત છેલ્લા 18 વર્ષથી ભાજપની તમામ સરકારે નિર્ણય ન કરીને અદાણીને ફાયદો કરાવી આપ્યો છે. 2000થી 2019 સુધીમાં સૌથી લાંબો સમય તો ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યાં છે. લગભગ 14 વર્ષ સુધી તેમણે 14 વર્ષ સુધી ન તો કોઈ નિર્ણય લીધો કે ન લેવા દીધો. 14 વર્ષ સુધી તે બંદર વિભાગ પોતાની પાસે રાખતાં રહ્યાં હતા. ત્યાર બાદ તેમના અનુયાયી આનંદીબહેન મફતભાઈ પટેલ અને પછી અમિત શાહના ખાસ લઘુમતી સમાજ જૈનના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હજુ સુધી અદાણીને સજા કરી નથી કે દેશ હિતનો આ નિર્ણય લીધો નથી.
અદાણી પોર્ટ સામે પગલાં લેવાના બદલે તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. આ એક ગંભીર પ્રકારનો દેશ વિરોધી ગુનો છે. એવું તપાસ સમિતિએ અહેવાલમાં નોંધ કરી છે તે પરથી એકદમ સ્પષ્ટ જણાય છે.
27 ડિસેમ્બર 2016ના રોજ સમિતિએ જમીનની કિંમત નકકી કરવા માટેની તમામ કાર્યવાહી 31 માર્ચ, 2017 પહેલા પૂર્ણ કરવા વિભાગ અને બોર્ડના પ્રતિનિધિને જણાવ્યું હતું. અહેવાલ ઘડવાના તબકકા સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે કે કેમ તેની સમિતિને કોઇ માહિતી આપવામાં આવી નથી. આ બાબતમાં થયેલ કાર્યવાહીની સમિતિને જાણ કરવા સમિતિ ભલામણ કરે છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરાર કરતી વખતે પૂરતી તકેદારી રાખી નથી તેમ સમિતિને સ્પષ્ટ જણાયું છે. કારણ કે બોર્ડ દ્વારા પોતાના હિતની રક્ષા કરવા માટે જમીનના ભાડા અને કબજા કરારમાં યોગ્ય જોગવાઇ કરવી જોઈતી હતી, જે કરવામાં આવી નથી. આવી ગંભીર ક્ષતિ બદલ જે કોઇ જવાબદાર હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન થાય તેની તકેદારી રાખવા સમિતિ ભલામણ કરે છે.
ગુજરાતનું મીની હાઉસ જ્યારે સજા કરવાની ભલામણ કરી રહ્યું છે ત્યારે અદાણીને મદદ કરનારા તમામ અધિકારીઓનો બચાવ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિરોધ પગલાં લેનારા અધિકારીઓ સામે ભાજપના એક પણ મુખ્ય પ્રધાને પગલાં લીધા નથી. એ શું બતાવે છે ? સ્વાભાવિક, ગુજરાત વિરોધી અને અદાણીની તરફેણ કરી છે.
જો અદાણી ગૃપની તરેફણ ન કરી હોત તો ગુજરાતની ઘર વગરની ગરીબ પ્રજા માટે 10,000 મકાનો સરકાર મફતમાં આપી શકી હોત. (ક્રમશઃ 11)