[:gj]PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો કરાવ્યો  [:]

[:gj]ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ. ભાગ 9

દિલીપ પટેલ

ગાંધીનગર , 29 ફેબ્રુઆરી 2020

ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન  તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસાડવામાંમાં આવ્યા બાદ આ જમીન સસ્તામાં આપી દીધી હતી. ગુજરાત સરકારની પૂર્વ મંજૂરી વગર GAPL પેટા ભાડે આપી શકશે નહીં, એવી જોગવાઈ હતી. જિલ્લા જમીન મહેસૂલ મૂલ્યાંકન સમિતિ દ્વારા જમીનની કિંમત 23 માર્ચ , 2000ના રોજ રૂ.5.66 કરોડની આંકવામાં આવી હતી. આ જમીનની કિંમત રૂ.50 લાખથી વધી જતી હતી. આ જમીનની આખરી કિંમત રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા નકકી કરવાની હતી. આખરી કિંમત નક્કી થયેથી બોર્ડ દ્વારા તફાવતની રકમ રાજ્ય સરકારમાં ભરવાની થતી હતી.

આ જમીનનો કબજો બોર્ડ દ્વારા GAPLને 15 એપ્રિલ, 2000માં સોંપવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા રૂ. 4.76 કરોડની કિંમતની 3404.37 એકર જમીન માટે GAPL સાથે ભાડાં અને કબજા અંગેનું કારનામું 28 સપ્ટેમ્બર, 2000માં કર્યું હતું. આ જમીનનું વાર્ષિક ભાડું રૂ. 23.80 લાખનું નક્કી કરવામાં આવ્યું હતું. એક એકર દીઠ રૂ.700 ભાડું થતું હતું. જેમાં દર ત્રણ વર્ષ બાદ 20 ટકાનો વધારો કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ જમીનના કરારનામા મુજબ જમીનની આખરી કિંમત રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિ નક્કી કરે તો GAPL પાસેથી વધારાની કિંમત વસૂલ કરવાની જોગવાઈ ભાડા અને કબજા કરારમાં રખાઈ ન હતી. સપ્ટેમ્બર, 2013 સુધીમાં 13 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. છતાં રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિએ આ જમીનની કિંમત નક્કી કરી ન હતી.

ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગ તરફથી ઓડિટને એમ જણાવવામાં આવ્યું હતું કે જો રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિ અથવા તો કલેક્ટર દ્વારા બોર્ડને જરૂરી પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી હોત તો બોર્ડ દ્વારા જમીનના કરારનામાની સમીક્ષા કરી હોત. વિભાગનો આ જવાબ ઓડિટને સ્વીકાર્ય ન હતો કારણ કે રાજ્ય જમીન મૂલ્યાંકન સમિતિ જ્યારે પણ જમીનની આખરી કિંમત નક્કી કરે ત્યારે બોર્ડ દ્વારા વધારેલું મૂલ્યાંકન ચુકવવાનું થતું હતું જ અને તેથી આ અંગે કોઈ અલગ સૂચના ઓ આપવાની જરૂરિયાત રહેતી ન હતી. બોર્ડ દ્વારા જ પોતાના હિતની રક્ષા કરવા માટે જમીનના ભાડા અને કબજા કરારમાં યોગ્ય જોગવાઈ કરવી જોઈતી હતી. જમીનના કરારનામામાં આવી જોગવાઈ ન હોઈ બોર્ડ સુધારેલી જમીનની કિંમતના પાંચ ટકા લેખે તફાવતનું ભાડુ વસૂલ કરી શકશે નહી.

19 વર્ષ પુરાં થયાં છતાં નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, આનંદીબેન પટેલે અદીણીની આ જમીનની કિંમત નક્કી કરી નથી. (ક્રમશઃ 10)[:]