PAC 6 : એબીજી શીપ યાર્ડનું ભાડા પટ્ટા કૌભાંડ સામે પગલાં ભરો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ રૂપાણીની ભાજપ સરકારના છોતરા કાઢે છે. વાંચો ભાગ 6

દિલીપ પટેલ

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020

બંદરો અને વાહનવ્યવહાર વિભાગમાં ગેરરીતિ બહાર આવી છે. એબીજી શીપ યાર્ડ લિ પાસેથી બાકી ભાડા વસુલાત ઓડિટે આ ફકરમાં નોધ્યું હતું કે , ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામનો ૯00 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની ૨,૬૮,૨૧૫ ચો. મી. જમીનનો કબજો બોર્ડ બે તબક્કામાં મે અને જુલાઈ , ૨૦૦૬ ) ૧ એપ્રિલ, ૨૦૦૬થી ૩૦ વર્ષના ભાડાપટે ABG શીપયાર્ડ લી. ને જહાજવાડો બાંધવા માટે આપ્યો હતો. તેનું ભાડું આગલા વર્ષના છેલ્લા દિવસ સુધીમાં અગાઉથી આપવાનું થતું હતું. તેમજ દર ત્રણ વર્ષે ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવાનો થતો હતો.

ઓડિટ દરમ્યાન એ બાબત ધ્યાને આવી હતી કે, મે, ૨૦૧૩ સુધી બોર્ડે રૂ.૧.૧૩ કરોડનું ભાડું વસૂલ કર્યું ન હતું. તેમજ ૧ એપ્રિલ, ૨૦૧૩ના રોજ લેવાનું થતું વર્ષ ૨૦૧૨ – ૧૩નું રૂ.૯૬.૭૮ લાખનું ભાડું પણ વસૂલ કર્યું ન હતું. આમ જૂન, ૨૦૧૩ સુધી રૂ.૨.૧૦ કરોડનું ભાડું વસૂલ લેવાનું બાકી હતું. બોર્ડ દ્વારા અનેક સ્મૃતિપત્રો પાઠવ્યા છતાં ABG શીપયાર્ડ લી. એ ભાડું ભરપાઈ કર્યું ન હતું. તેમ છતાં કરારની જોગવાઈ મુજબ જહાજ બાંધકામની કાર્યવાહી બંધ કરાવવા માટે બોર્ડે કોઈ પગલાં લીધા ન હતા . ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, ર૦૧પના રોજ ‘મોકલી આપેલ લેખિત ખુલાસામાં જણાવ્યાનુસાર ABG શીપયાર્ડ લી. એ ડીસે., ૨૦૧૩માં ભાડાપટ્ટાના ભાડાપેટે રૂ.૨૫.૬૦ લાખ વત્તા સર્વિસ ટેક્ષનું ચુકવણું કરેલ હતું.

એબીજીની નાણાંકીય સ્થિતિ અને શીપીંગ ઉદ્યોગના ધંધાકીય પરિબળોને કારણે કંપની બાકી લેણાની ચુકવણી કરી શકેલ ન હતી. છેલ્લી પરિસ્થિતિ મુજબ એબીજીએ નવેમ્બર અને ડીસેમ્બર, ૨૦૧૪માં એપ્રિલ, ર0૧રથી માર્ચ, ૨૦૧૫ સુધીની જમીનના લીઝ રેન્ટ અને વિલંબીત વ્યાજ પેટે રૂ.૩,૭૭,૬૪,૯૧૯ ચૂકવી આપેલ છે. સમિતિની તા.૨૯ ૦૬ / ૨૦૧૬ના રોજ મળેલ બેઠકમાં સમિતિએ ૨૦૧૬ – ૧૭ને ભાડું ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજ મળી જવું જોઈએ તે મળી ગયું છે કે કેમ તેવી પૃચ્છા કરતા વિભાગના પ્રતિનિધિએ તે ભાડું.

હજુ મળ્યું નથી વસૂલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવતાં સમિતિ આ રકમ તથા ત્યાર પછીના ૧૭-૧૮, ૧૮-૧૯ અને ૧૯-૨૦ એમ ત્રણ વર્ષનું ભાડું કરારની શરત મુજબ સમયસર વસૂલ કરવામાં આવેલ છે કે કેમ? કરારની જોગવાઈ મુજબ જો સમયસર રકમ ન ભરવામાં આવે તો તેની સાથે કરારની શરતો મુજબ આગળની શું કાર્યવાહી કરવામાં આવી તેની સમિતિને જાણ કરવા અને જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય તો તેના માટેની જવાબદારી નકકી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સમિતિ ભલામણ કરે છે, રોકાણ દર ન ઉઘરાવવામાં આવ્યા પ્રસ્તુત ફકરામાં ઓડિટના જણાવ્યા મુજબ જહાજ તેના નિયત સમયથી મોડું ઘાટ પર આવે તો રોકાણ દર વસૂલ કરવામાં આવે છે. સન ૨૦૦૩ના So ‘ Cમાં રોકાણ દર ઉઘરાવવાની જોગવાઈ હતી તે કોઈપણ જાતના વ્યાજબી કારણો આપ્યા વગર SoPCમાંથી કાઢી નાંખવામાં આવી હતી.

ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે જણાવ્યું હતું કે હવેથી જહાજ વાહનવ્યવહાર સંચાલન સિસ્ટમ થકી જહાજને માર્ગદર્શન આપવામાં આવતું હોઈ જહાજને ઘાટ પર લાંગરવામાં જૂજ કિસ્સામાં જ વિલંબ થાય છે. જો કે ઓડિટને આ જવાબ સ્વીકાર્ય ન હોઈ ઘાટ પર જહાજ લાંગરવામાં શિસ્ત જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે રોકાણ દર વસુલવા  માટે પુન: વિચારણા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

ઓડિટના ઉક્ત નિરીક્ષણ કે વાંધા સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ ૨૦૧૫માં મોકલી આપેલા   ખુલાસામાં જણાવ્યું હતું કે, જ્યારે માલસામાનનું પરિવહન લાઈટ્રેજ પધ્ધતિથી કરવામાં આવતું હોય ત્યારે ડીટેન્શન દર વસુલવામાં આવતા નથી. ગુજરાત મેરીટાઈમ બોર્ડના મોટાભાગના બંદર પર ટ્રાફીકનું પરિવહન લાઈટ્રેજ પધ્ધતિથી કરવામાં આવે છે. જેથી ડીટેન્શન ચાર્જીસ લેવાના થતા નથી. વર્ષ ૨૦૦૩ના SoPCની જોગવાઈ મુજબ ડીટેન્શન ચાર્જ જ્યારે માલસામાનનું પરિવહન કરવા માટે જોઈતા ફ્લીટ ( ટગ વગેરે ) કન્ઝર્વેટર ઓફ પોર્ટ દ્વારા પૂરા પાડવામાં આવે તો જ ચૂકવવાપાત્ર થાય. હાલમાં GMB દ્વારા ફ્લીટ પુરા પાડવામાં આવતા નથી. તેમ છતાં GMB દ્વારા વર્ષ ૨૦૧૨ના SoPCની ફેરવિચારણા કરવાની કાર્યવાહી ગતિમાં છે અને તેમાં ઓડિટ દ્વારા ડીટેન્શન ચાર્જીસ લેવાથી પધ્ધતિસરનું બધગ થઈ શકે તેવા અવલોકનને પણ ચકાસણી કરીને ધ્યાને લેવામાં આવશે , સમિતિની તા . ૦૬ / ૧૨ / ર૦૧૬ના રોજ મળેલ બેઠકમાં સમિતિએ નવા SoPC માટે વિભાગ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી તેવી પૃચ્છા કરતાં વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે નવા SoPCના દર માટે મેરીટાઈમ બોર્ડ પોતાની કામગીરી પૂર્ણ કરીને સરકારને આગળની કાર્યવાહી કરવા માટે મોકલી આપેલ છે. (ક્રમશઃ 7)