Patil’s rebuke – will lead the way against AAP, Ahmedabad BJP leader’s finger
અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2021
રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે. તેથી ભાજપના પ્રમુખ ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા છે.
અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 24 ફેબ્રુઆરી 2021માં વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રમુત ચંદ્રકાંત પાટીલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં ધાર્યું પરિણામ ન આવ્યું તેનો મને અફસોસ છે. તેનો સીધો ઈશારો અમદાવાદના પ્રભારી અને નબળા નેતા ઈન્દ્રવિજય જાડેજા તરફ હતો. તેઓ નિષ્ફળ રહ્યાં હોવાનો તેમનો મતલબ ભાજપના કાર્યકરો કાઢી રહ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસની નબળાઈના આધારે જીતને ટેવ પાડવાની જરૂર નથી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં 120માંથી 120 બેઠકો જીતવાની અપેક્ષા હતી. ભાજપ ક્યાંક થાપ ખાઈ ગયા. આપ ઘૂસી ગયું 26 સીટ લઇ ગયું છે. એની સાથે કેવી રીતે પનારો પાડવો તે અમે વિચારી રહ્યા છીએ. મને લાગે છે કે, સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે. આપની હાજરી ગુજરાતમાં આવી સુરતમાં આવી તે અમારા માટે ખૂબ પીડાદાયક છે. ખૂબ પીડા થાય છે. પણ તેમાંથી પણ રસ્તો કાઢવાનો પ્રયાસ કરીશું.
આપની ડીપોઝીટ જમા થઇ ગઈ છે. આપ સુરતમાં જીત્યું છે તે ખોટા વચનો, લાલચ અને મતદાતાઓને ગેરમાર્ગે દોરીને જીત મેળવી છે. પણ જીતએ જીત છે, હાર એ હાર છે. આપણે તેની સામે જીતી નથી શક્યા તે વાત આપણે સ્વીકારીએ છીએ. પણ તેના માટે શું કરવું જોઈએ તે પણ કરીશું અને ચોક્કસ તે દિશામાં આગળ વધીશું. સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે પરંતુ જોઈશું એમની સાથે કેવી રીતે શું કરવું. તેમ પાટીલે આડકરી ધમકી આપી હતી.