ભાજપના વન પ્રધાન પાટકર વૃક્ષોમાં મોં છૂપાવે છે તેનું કારણ શું છે ?

ગાંધીનગર, 20 માર્ચ 2021
રાજ્યના વન વિભાગે વિધાનસભામાં રોપા પાછળ ખર્ચની વિગતો આપી પણ કેટલાં રોપાઓ લોકોને આપવામાં આવ્યા કે ઉગાડવામાં આવ્યા તેની વિગતો જ ન આપી. એક ગામ પાછળ જ્યારે દોઢ લાખનું ખર્ચ કરતાં હોય ત્યારે તેમાં રોપા કેટલા રોપાયા તે વિગતો જાહેર ન કરીને વન પ્રધાન શું છૂપાવવા માંગે છે ?

એક હેક્ટર પાછળ રૂપિયા 52 હજારનો જંગી ખર્ચ કરતાં હોય ત્યારે આવી વિગતો જો જાહેર કરવી જોઈએ તે વની કરણ કર્યું તો કેટલાં વૃક્ષોનું કરવામાં આવ્યું ? ભાજપના વન રાજય મંત્રી રમણ પાટકર વૃક્ષોમાં મોં છુપાવીને ફરે છે.

ક્ષેત્રિય વનીકરણ હેઠળ પંચમહાલ જિલ્લામાં રૂ.13 કરોડના ખર્ચે 935 ગામોમાં રોપાઓનું વાવેતર કરાયું છે. પંચમહાલ જિલ્લાના 6 તાલુકાનાં 138 ગામોમાં વાવેતર કરાયું છે. જેના પરિણામે સ્થાનિક સ્તરે 2.43 લાખ માનવ દિનની રોજગારીનું સર્જન કરાયું છે. ગોધરા તાલુકામાં છેલ્લાં બે વર્ષમાં 1003 હેકટરમાં વાવેતર કરાયું છે. જેની પાછળ રૂ.5.18 કરોડનો ખર્ચ કરાયો છે.