અમદાવાદ,
કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી સ્થીતિનું નિર્માણ થયું છે.
મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી 7,000 લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ 1,200 જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.
લોકડાઉનના કારણે અત્યારે ખૂબ ઓછી રક્તદાન શિબિર થઈ રહી છે. જેના કારણે લોહીની અછત સર્જાઈ રહી છે, લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બ્લડ બેંક દ્વારા મહામારીને લઈ તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.
સેનેટાઈઝ કરેલા રૂમમાં રક્ત લેવામાં આવશે, જા ક્યાંક ત્રણ ચાર ડોનર હશે તો રેડક્રોસ દ્વારા સેનેટાઈઝ કરેલી બ્લડ મોબાઈલ વાન જે તે સ્થળે જઈને રક્ત લેશે તેવી પણ વ્યવસ્થા કરાશે. થેલેસેમિયાના દર્દીઓ માટે લોહી જીવાદોરી સમાન છે અને ઈમરજન્સી ઓપેરશન વખતે પણ રક્તની જરૂર રહે છે. આ સંજાગોમાં રકતદાન માટે અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના શરૂઆતના તબક્કામાં પણ અમદાવાદ શહેરમાં લોહીની તંગી સર્જાઈ હતી, જેને પગલે કેટલીક સંસ્થાઓ દ્વારા રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી, જેને પગલે લોકો દ્વારા સાથ-સહકાર મળ્યો હતો અને થોડીક લોહીની તંગી દૂર થઈ હતી.