વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી.
ગુજરાત વિધાનસભામાં સાયબર ક્રાઈમ અંગે ચર્ચા થઈ હતી.
ગુજરાતના નાના ગામોમાં પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ વધ્યો છે. ઓનલાઈન ઠગાઇના કિસ્સા વધી રહ્યા છે. વર્ષ 2018 અને 2019માં ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સાઇબર ક્રાઇમના 751 કેસ નોંધાયા છે. 2018ની સરખામણીએ 2019માં સાયબર ક્રાઇમના કેસ વધ્યા છે. 2018માં 350 કેસ હતા. તે વધીને 2019માં 401 થઈ ગયા છે. આ કેસ તો માત્ર મોટા શહેરોના છે, ગામડાના કેસ તો વધુ હશે. સૌથી મહત્વની વાત એ છે કે, શહેરોના ભણેલા લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રહ્યા છે.
મોટાભાગના લોકો સ્માર્ટ ફોન થકી સોશિયલ મીડિયા સાથે જોડાયા છે. તેના સારા પરિણામોની સાથે ખરાબ પરિણામો પણ સામે આવી રહ્યા છે. આધુનિક વ્યવસ્થાનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. ખાસ કરીને ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકો ઓનલાઈન થતી છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે.
પોલીસ ફરિયાદ લેતી નથી
બે વર્ષમાં 751 કેસ થયા છે જે પૈકી 365 કેસમાં જ ચાર્જશીટ થઈ શકી છે. કુલ કેસ સામે માત્ર 48.60 ટકા કેસમાં ચાર્જશીટ થઈ છે, જે પોલીસની કાર્યવાહીમાં નિરસતા દેખાડે છે. પોલીસ ફરિયાદ લેતી નથી. 1 લાખની ઓનલાઈન ઠગાઇ થઈ તો તાકીદે ફરિયાદ થાય અને કાર્યવાહી પણ થાય છે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખાતામાંથી 1 હજાર રૂપિયા ઉપડી જાય અને તે ફરિયાદ કરવા જાય તો ફરિયાદ લેવાતી નથી. ઓનલાઈન ઠગાઇ કરનારા તત્વો નાની-નાની રકમની ઠગાઇ મોટા પ્રમાણમાં લોકો સાથે કરે છે. ઓનલાઈન ઠગાઇ કરનારા લોકો હવે સામાન્ય લોકોને ટારગેટ બનાવે છે. કોલ કરે, પછી ડેબિટ કાર્ડનો પિન નંબર મેળવીને નાની રકમ એટલે કે 1 હજાર, પાંચ હજાર, દસ હજાર, વીસ હજાર જેવી રકમ ઓનલાઈન તફડાવી લે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન પૂછીને માહિતી મેળવી હતી.