પૂજા દરજી માત્ર રૂ.6માં માદર પાટનો માસ્ક બનાવ્યો, રૂપાણીએ માસ્કને ફરજિયાત કેમ ન કર્યા ?

અમદાવાદ, 12 એપ્રિલ 2020

અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા સસ્તા ‘માસ્ક” બનાવી આપીને સમાજ સેવા કરી રહ્યા છે. તેમણે બેગ સીવવાનું બંધ કરીને સારા અને સસ્તા માસ્ક બનાવવાનું શરૂં કર્યું છે.

કોરોના રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્ક જરૂરી બની ગયા છે. ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ માસ્કનો બહુધા ઉપયોગ કરે છે.  કેટલાક રાજ્યોએ તો માસ્ક પહેરવો ફરજિયાત પણ બનાવ્યું છે. ગુજરાતની રૂપાણી સરકારે આવું કર્યું નથી તે તેમની મોટી ભૂલ છે.

રૂમાલ કે અન્ય કપડાંથી મોઢાને ઢાંકીને તેને માસ્ક તરીકે ઉપયોગ કરતા જ હોય છે. વિધિસર બનાવેલો માસ્ક બજારમાં કંઈક અશે મોંઘો પડતો હોય છે. પરંતુ પુજાબેને માત્ર ૬ રૂપિયામાં એટલે કે અત્યંત નજીવા ભાવે માસ્ક બનાવ્યા છે.
પૂજાબેન કહે છે કે, ‘ દરજીકામ એ મારો મુળ વ્યવસાય છે, હું આમ તો બેગ સીવવાનુ કામ કરુ છું. પરંતુ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં માસ્ક એ લોકોની સૌથી મોટી જરૂરિયાત છે. ગરીબ માણસ માસ્ક માટે વધારે રુપિયાના ખર્ચ કરી શકે. એટલે મેં માદરપાટના કપડામાંથી મામુલી ભાવે માસ્ક બનાવ્યા છે…”
પુજાબેને અત્યાર સુધીમાં 2 હજાર માસ્ક બનાવીને આસપાસની દુકાનો, બેન્ક તથા વિસ્તારમાં અન્ય લોકોને આપ્યા છે. પુજાબેન આ માસ્ક વેચવા કરતા વહેંચવામાં માને છે. જો કે વિસ્તારના લોકોએ પણ માસ્ક મફત લેવાને બદલે ખરીદવાનુ વલણ રાખયુ છે.