જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફત બની

जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs

ગેંગસ્ટર ભીમા દુલા પ્રકરણ દેખાય છે એવું નથી

દિલીપ પટેલ
અમદાવાદ, 19 ઓક્ટોબર 2024
ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણા ઔદ્યોગિક એકમો પોરબંદર વિસ્તાર છોડીને અન્યત્ર સ્થળાંતર કરી ચૂક્યા છે. ભીમા દુલા ભાજપના નેતા અને મોદી સરકારમાં કૃષિ પ્રધાન રહેલા બાબુ બોખીરીયાના સંબંધી છે. પોરબંદરના બિઝનેસ મેન બાબુ બોખીરિયા કુટુંબના સાળા બનેવી થાય છે. પોરબંદરમાં અગાઉ કોંગ્રેસના માફિયા રાજ કરતા હતા. હવે ભાજપના માફિયા રાજ જો કરે છે પણ હવે તેઓ જ ઉદ્યોગપતિ બનીને ધંધો ઉપરાંત માફિયાગીરી પણ કરે છે.

પોરબંદરના ભીમા ગેંગનો આખો ખેલ ઉદ્યોગોના કારણે પાડી દેવાયો હોવાનું પોરબંદરના રાજકીય નેતાઓ માની રહ્યાં છે. પોરબંદરમાં હવે રાજકારણ, માફિયા અને ઉદ્યોગપતિઓ એક બની રહ્યાં છે.

પોરબંદરના આદિત્યાણા ખાણ અને ખનીજથી ભરપુર વિસ્તારના ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરાની મારામારી કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. પોરબંદરના ગેંગ વોર સાથે તેનું નામ જોડાયેલું છે. રાણાવાવ કુતિયાણાના ભાજપના 3 ટર્મના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરા ભીમાના નાનાભાઈ હતા.

પોરબંદરે અત્યાર સુધીમાં 14 ગેંગ અને કે ગુંડા જોયા છે. જેમાં રામા નિરાશી, સરમણ મુંજા, તેનો ભાઈ ભૂરા મુંજા, સરમણના પત્ની સંતોક જાડેજા, નારણ સુધા, નારણ મેપા, ગોવિંદ ટીટી, જશુ ગગન શિયાળ, ઇકુ ગગન શિયાળ, ભોજા કાનામેર, મમુમિયાં પંજુમિયાં, ભીમા દુલા ઓડેદરા… જેવાં કેટલાંય નામનો સમાવેશ થાય છે. આ બધા ગેંગસ્ટર પોરબંદરના ધંધાના કારણે પેદા થયા હતા. જેમાંના હાલના એક ગેંગસ્ટર પાસે પોતાના અને સંબંધીઓના નામે 5 હજાર વીઘા જમીન છે. ગેંગસ્ટર પોતે એક મોટો બિઝનેસમેન બની ગયો છે.

ગેંગ પેદા કરનારા પોરબંદરના એક ઉદ્યોગપતિ હતા. તેમણે માફિયાગીરીનું વિષચક્ર શરૂ કર્યું હતું. 1960માં પોરબંદરમાં વાઘેરોની દાદાગીરી દાબી દેવા માટે આ ઉદ્યોગપતિએ બહુબલીઓ પેદા કર્યા છે. પોરબંદરના એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટરીમાં ઘેડ અને કુતિયાણા પંથકના મેરને રાખ્યા. તેમાં કોટડાના રામા ગીગા નિરાશી પણ એક હતો.

હવે આ જ ઉદ્યોગપતીના કારણે ફરી એક વખત ગેંગવોર શરૂ થઈ છે. કારણ કે ગુજરાતના વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવતા એક ઉદ્યોગપતિ અહીંની એક ફેક્ટરીને હસ્તગત કરીને પોતે પોતાના ધંધામાં ભારતમાં ખનીજ પેદાશનો એકચક્રી વેપાર કરવા માંગે છે. આ કારખાનામાં ભીમા દુલાનું પેકિંગ મટીરીયલ, પથ્થર, ટ્રાન્સપોર્ટ કામ કરી રહ્યાં છે. તેને દૂર કરવા માટે કે તેને અંકુશમાં રાખવા માટેનો એ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિએ ખેલ પાડ્યો હોવાનું માનવામાં આવે છે. આ ઉદ્યોગપતિની એક કચેરી ભાજપના નવા નેતાના બિલ્ડીંગમાં શરૂ થઈ છે.

ભીમા દુલા ગેંગસ્ટર
પોલીસે વહેલી સવારે દરોડા પાડીને આરોપી સાથે મોટા પ્રમાણમાં ધોકા, તલવાર, ભાલા, લાકડી, રાયફલ, પિસ્તોલ સહિત 70થી વધુ જીવલેણ હથિયારો અને 91 લાખ 65 હજાર રોકડા જપ્ત કર્યા હતા.

બોરિચા ગામના વ્યક્તિને માર મારવાના કેસમાં ભીમા દુલાની આદિત્યાણા નજીક તેના ફાર્મ હાઉસથી ધરપકડ કરાઈ છે.

24 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારના 09:00 વાગ્યાના અરસામાં 62 વર્ષના ફરિયાદી દાના પુના રબારીને માર મારીને ફેક્ચર કર્યું હતું. પીઆઈ કામળીયા અને તેમની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે ભીમા દુલાનું સરધસ કાઢ્યું હતું.

ગઈકાલે બે આરોપી જયપાલ અને વનરાજ ઓડેદરાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. બોરિચા ગામના ભીમા દુલાના કહેવાથી ગુનાને અંજામ આપ્યો હતો.

ભીમા દુલાને ત્યાં 14 વર્ષથી કામ કરતા રામનાથ મેઘનાથી અને ફરિયાદી દાના પુના અને તેના સંબંધીઓ સાથે ત્રણેક મહિના પહેલા મોટર સાયકલ ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં બે જેટલી ગાડીઓ લઈને બોરિચા ગામમાં પહોંચ્યી ધમકી આપી હતી.

20 દિવસ પહેલા જયપાલ, મશરી લખમણ, વનરાજ ઓડેદરાને સૂચના આપી હતી કે ફરિયાદી દાના પુના પર ધ્યાન રાખો અને મોકો મળે એટલે તેને મારવાનો છે. ત્યારે ગત 24 તારીખે દાના પુના ઢોર ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન આ શખસોએ ધસી જઈને કોદાળીથી ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેને લઈને ફરિયાદીને ફેક્ચર થયું હતું.

સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી.

હથિયારો
ભીમા દુલાને ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ફાર્મ હાઉસ પર ખુબ જ મોટા પ્રમાણમાં જીવલેણ હથિયાર, લાઈવ કાર્ટિસ, દારૂની બોટલ, ચાર ફાયર રાઉન્ડ્સ મળી આવ્યા. લાઈવ કાર્ટિસમાં 12 બોર રાઈફલના 207 કાર્ટિસ, 38 બોર રાઈફલના 130 કાર્ટિસ, 38 બોર પિસ્તોલના 106 કાર્ટિસ અને રાઈફલના 69 કાર્ટિસ છે. પોલીસને તમામ મુદ્દામાલ સરકારી પંચોની હાજરીમાં મળી આવ્યો. રેડ દરમિયાન ભીમા દુલાના રૂમમાંથી 91 લાખ 65 હજાર 800 રૂપિયા રોકડા મળી આવ્યા છે.

હથિયારોમાં ભીમા દુલાનો દીકરો લક્ષ્મણ ઓડેદરા અને લક્ષ્મણ ઓડેદરાની પત્ની અને ભીમા દુલાની પત્નીના નામે છે. ઈંગ્લિશ દારૂ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસની અલગ અલગ 6 ટીમોએ વહેલી સવારે આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. ખંડણી માંગવી, અપહરણ કરવું, તે સહિતની ગુનાહિત પ્રવૃતિમાં ભીમા દુલા સંડોવાયેલો છે. લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

ભીમા દુલા સામે 48 ગુના
ભીમા દુલા વિરૂદ્ધમાં પોરબંદર જિલ્લામાં 48 ગુના નોંધાયા હતા. વર્ષ 1975થી 2011 સુધીમાં હત્યાના 3 ગુના, હત્યાના પ્રયાસના 4 ગુના, 324-325ના ગંભીર ઈજાના 9 ગુના, ટાડાના 4 ગુના, હથિયાર ધારાના 7 ગુના નોંધાયેલા હતા. જોકે, 2011 બાદ ગુનો દાખલ થયેલો નથી.

ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલાના ભાઈ છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલના નેસમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં સજા થઈ હતી. જેલમાં રહ્યો હતો. પોરબંદરના ગેંગ વોરમાં નામ આવ્યું હતું.

કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી, રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

બચાવમાં ભાજપના નેતાઓ આવ્યા
ભીમા દુલા ઓડેદરાની પોલીસે ધરપકડ કરતા ભાજપના વધુ અને કોંગ્રેસના ઓછા રાજકીય આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ ગયા હતા. જેમાં ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને બાબુ બોખીરિયા પોલીસ કચેરીએ ગયા હતા. અર્જુન મોઢવાડિયાએ ભીમા દુલાને પકડવા માટે પોરબંદરમાં ઉપવાસ કર્યા હતા. હવે તેઓ તેમની માટે પોલીસ વડા પાસે જઈ રહ્યા છે.

ભીમા દુલાને જન્મટીપ
બેવડા ખુનમાં 7 વર્ષ પહેલા 2004માં રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે 20 વર્ષ પહેલા સંધિ પિતા-પુત્રની ભીમા દુલાની ગેંગએ ભરબજારમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. પોરબંદરની અદાલતે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. મૃતકના પુત્રએ વડી અદાલતમાં અપીલ કરતા ભીમા દુલા અને તેના બનેવીને આજીવન કેદની સજા કરી હતી. 13 વર્ષ બાદ ચુકાદો આપ્યો હતો.
27 નવેમ્બર 2019માં દેશની સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા હતા. ત્યારથી તે જેલની બહાર હતો.

આદિત્યાણાના ઈસ્માઈલ મુંદ્રા ઉર્ફે ટીટી અને તેના પુત્રને આદિત્યાણા ગામમાં હત્યા કરી હતી. ત્યારબાદ ભીમા દુલા વોન્ટેડ બની ગયો હતો. આદિત્યાણા ગામે પાઈપલાઈનનું કામ ચાલતું હતું તે કામમાં ભીમા દુલાના બનેવી છગન કરશનને ઠેકો આપાયો હતો. ઈસ્માઈલ ટીટીની કચેરી નજીક આ કામ નબળું થતું હોવાથી કામ તેણે બંધ કરાવ્યું હતું. તેથી હત્યા નિપજાવી હતી.
ભીમા દુલા બરડાના જંગલમાં 3 વર્ષ છુપાઈ ગયો હતો. પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

2017માં ગોળીબારમાં ઈજા
કુખ્યાત 24 જાન્યુઆરી 2017માં ભીમા દુલા ઓડેદરા પર અજાણ્યા બે લોકો દ્વારા ગોળીબાર કર્યા હતા. આદિત્યાણામાં આવેલા બ્રહ્મસમાજની વાડી ખાતે લગ્નમાં પરિવાર સાથે ગયેલા ભીમા દુલા પર ગોળીઓ છોડી હતી. ભીમા દુલાને એક ગોળી વાગતા તેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ અને ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. રાણાવાવ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા કે જેઓ ભીમા દુલાના નાનાભાઈ છે

નોધનીય છે કે,પોરબંદરના મેર અગ્રણી મુરુ મોઢવાડીયા હત્યામાં પણ ભીમા દુલા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ લાબી કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ આ કેસમાં નિર્દોષ છુટ્યા હતા તો આ સિવાય પણ ભીમા દુલા પર હત્યા સહિતના અનેક ગુનાઓ પોલીસ ચોપ઼ડે નોંધાયેલ છે.આ ફાયરિંગ થવા પાછળનુ પ્રાથમિક કારણમાં 2004માં આદિત્યાણામાં બે મુસ્લિમ શખ્સોની હત્યા ભીમા દુલા દ્વારા કરવામાં આવી હોવાથી તેની અદાવતમાં પણ આ ફાયરિંગ થયાની શંકા સેવાઈ રહી છે.

અર્જુન મોઢવાડિયાના ટેકેદારની હત્યા કરી
ભીમા દુલાએ અર્જુન મોઢવાડિયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળુ મોઢવાડિયા વર્ષ 2005 માં ગોળી ધરબી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ ભીમા દુલા વોન્ટેડ રહ્યો હતો. ત્યારબાદ ભીમા દુલાએ આત્મસમર્પણ કર્યું હતું. વર્ષો સુધી ભીમા દુલા જેલમાં રહ્યો હતો.

પોલીસે સેલ્ફી લીધી
2 ડિસેમ્બર 2019માં ભીમા સાથે પોલીસકર્મીઓએ સેલ્ફી લીધી હતી. ભીમા દુલા ગોંડલની સબજેલમાંથી નીકળી રહ્યો હતો ત્યારે સેલ્ફી લીધી હતી. ગોંડલ જેલમાં આદિત્યાણા મર્ડર કેસમાં ભીમા દુલા જેલમાં બંધ હતો. સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કર્યા બાદ તે જેલથી બહાર આવી રહ્યો હતો.

ભાજપના ધારાસભ્ય
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે 4 મે 2024ના રોજ ભાજપના નેતા કરસન ઓડેદરાનું અવસાન થયું હતું. કરસન ઓડેદરા રાણાવાવ કુતિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાંથી સતત ત્રણ વખત 1998થી 2007 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. અર્જુન મોઢવાડિયા, બાબુ બોખિરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, પોરબંદર APMC ચેરમેન લખમણ ઓડેદરા, પાલિકા પ્રમુખ ડૉ. ચેતના તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો તથા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સ્મશાનયાત્રામાં જોડાયા હતા. ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના રોડ શો મુલતવી રાખવામાં આવ્યા હતા.