વડાપ્રધાન મોદીની સરકારે, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન મોદીની પોલ ખોલી

ગુજરાતનું શિક્ષણ વિભાગ ટેકનોલોજીમાં આગળ શિક્ષણમાં પાછળ

દિલીપ પટેલ
ગાંધીનગર, 12 જૂન 2023

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપની કેન્દ્ર સરકારના એક બોર્ડ દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પોલ ખોલી છે. મોદીએ જ મોદીની પોલ ખોલી છે.

રાજ્યમાં 12 અને 13 જૂન 2023માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ ગોલથરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં ગયા હતા.
2023માં ધોરણ 1માં અંદાજે 2 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ અને બાલવાટિકામાં 9 લાખ 77 હજાર સાથે, અંદાજે 12 લાખ 70 હજાર બાળકોનો શાળા પ્રવેશ થશે.

2021માં ધોરણ -1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75 ટકા હતો. બીજા જ વર્ષે 2004-05માં નામાંકન દર વધીને 95.64 ટકા થયો. 2012-13માં નામાંકન દર 99.25 ટકા સુધી પહોંચ્યો. ત્યારથી શાળા નામાંકન દર 100ટકાની નજીક જ રહ્યો છે. 2004-05માં રાજ્યમાં ધોરણ 1થી 8નમાં શાળા છોડી જેવાનું પ્રમાણ 18.79 ટકા હતું. ધોરણ 1 થી 5નો ડ્રોપઆઉટ રેટ 10.16 ટકા હતો.
વર્ષ 20201-22 સુધીમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને 2.80 ટકા થયો હતો. જ્યારે ધોરણ 1થી 5નો ડ્રોપઆઉટ રેટ 1.23 ટકા હતો.

મફત મધ્યાહન્ન ભોજન, સાયકલ, કન્યા કેળવણી નિધિ, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને વિદ્યાદીપ યોજનાઓ છે. તેથી વિદ્યાર્થીઓ આવે છે, નહીં કે સારા શિક્ષણના કારણે.

2004-05માં ધોરણ 1થી 8ની કન્યાઓનો ડ્રોપઆઉટ રેટ 22.8 ટકા હતો, તે ઘટીને વર્ષ 2021-22માં 3.01 ટકા સુધી પહોંચ્યો છે. ધોરણ 1થી 5નો બાળકીઓનો શાળા છોડી જવાનું પ્રમાણ 11.77 ટકાથી ઘટીને વર્ષ 2022 સુધીમાં 1.16 ટકાએ પહોંચ્યો છે.

17 માર્ચ 2023ના રોજ પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ સમક્ષ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, સચિવે ડો.વિનોદ આર. રાવે જે કહ્યું તે સરકારની પોલ ખોલનારું છે.

બોર્ડની ચોંકાવનારી વાત
12 મે 2023માં તૈયાર થયેલા અને હમણાં પ્રસિદ્ધ થયેલા કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડનો અહેવાલ ઘણો ચોંકાવનારો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દાવો કરે છે કે, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. ગામડે જઈ શાળામાં આવકારતા હતા. મોદીના શિક્ષણની પરંપરાને ભૂપેન્દ્ર પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, સેકન્ડરી શાળા એટલે કે ધોરણ 9 અને 10માં 2019-20માં 23.7 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડીને ભાગી ગયા હતા. જેમાં 26 ટકા છોકરા અને 20.6 ટકા છોકરીઓ હતી.
પણ વાસ્તવીકતાં એ છે કે, 2020-21માં 23.3 ટકા બાળકો ઉચ્ચતર શાળાનું શિક્ષણ છોડી ગયા હતા. જેમાં 25.1 ટકા છોકરા અને 20.9 ટકા છોકરીઓ હતી. મોદીનો પોલ ખોલે એવા આ આંકડા છે.

સરકારી દાવો
100 બાળકો શાળાએ જાય અને શાળા છોડે નહીં તેવી દૂરંદેશી નેતૃત્વ હેઠળ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી હતી. પણ માધ્યમિત સ્તરે તો સરકારની પોલ ખૂલી જાય છે.
માધ્યમિક સ્તરે ટ્રાન્જેક્શન દર:
રાજ્યમાં માધ્યમિક સ્તરે એકંદરે સંક્રમણ – ટ્રાન્જેક્શન દર 87.9% છે, જેનો અર્થ છે કે ગયા વર્ષે ધોરણ 8માં નોંધાયેલા 87.9% બાળકો આ વર્ષે ધોરણ 9માં પ્રવેશ પામ્યા છે. આ દર્શાવે છે કે 12.1% બાળકો એવા છે કે જેઓ 9માં ધોરણમાં ભણતા પહેલા અભ્યાસ છોડી દે છે.

ભાજપ સરકારનો ખોટો દાવો
ભાજપની ગુજરાત સરકાર દાવો કરે છે કે, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી. નાગરિકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. તો તેમ જ હોય તો કેન્દ્ર સરકારના આંકડા તે દાવો ખોટો સાબિત કરે છે.

દાવો ખરો અને ખોટો
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને રાજ્ય સરકારના વિવિધ પ્રયાસોના પરિણામે આજે અભ્યાસ અધૂરો છોડીને જતા બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે. જો તેમ જ હોય તો પ્રાથમિક પછી બાળકો કેમ શાળા છોડી જવામાં સમગ્ર ભારતમાં ગુજરાતમાં આગળ છે. તેનો મતલબ કે પ્રથમિક શાળાઓના આંકડા ભ્રામક છે. બનાવટી છે.
પ્રાથમિક શાળા
પ્રાથમિક શાળા સુધી 2019-20માં 98.31 ટકા બાળકો શાળામાં છેલ્લાં વર્ષ સુધી ટકી રહ્યાં હતા. જે 202021માં 98.60 ટકા હતા.
અપર પ્રાઈમરીથી સેકન્ડરી શાળા
અપર પ્રાઈમરીથી સેકન્ડરી શાળામાં 2019-20માં 88.5 ટકા રહ્યાં હતા. તેમાં છોકરીઓ માત્ર 88.50 ટકા જ રહી હતી. 2020-21માં 87.90 ટકા બાળકો રહ્યાં હતા. જેમાં છોકરીઓની સંખ્યા માંડ 85 ટકા હતી.
સેકન્ડરીથી હાયર સેકન્ડરી શાળા
સેકન્ડરીથી હાયર સેકન્ડરી શાળામાં 63.79 ટકા રહ્યાં અને 2020-21માં ટ્રાન્જેક્શન રેટ 57.3 ટકા રહ્યો હતો.

તો શાળા કેમ છોડે છે
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વર્ષ 2021માં થયેલા નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનો સમાવેશ દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાં થયો હતો. પ્રોજેકટ એપ્રુવલ બોર્ડ ની યોજાયેલી બેઠકની મિનિટ્સ ઘણું બધું સત્ય ઉઘાડું પાડે છે.
100 ટકા ભણતર ધ્યેય
અભ્યાસ દર્શાવે છે કે ઘણા રાજ્યોમાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.
સરકાર 2030 સુધીમાં શાળા સ્તરે 100 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેટ (GER) હાંસલ કરવા માંગે છે, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં લક્ષ્યાંકિત છે અને ડ્રોપઆઉટને એક અવરોધ તરીકે માને છે.
આ માહિતી 2022-23 માટે ‘સમગ્ર શિક્ષા’ કાર્યક્રમ પર શિક્ષણ મંત્રાલય હેઠળના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ ની બેઠકોની મિનિટ્સમાંથી મેળવવામાં આવી છે. આ બેઠકો એપ્રિલથી જુલાઈ દરમિયાન વિવિધ રાજ્યો સાથે યોજાઈ હતી.

બીજા રાજ્યો સકરતાં ગુજરાત પછાત
ઘણા રાજ્યોમાં, માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે, ઘણા રાજ્યોમાં, શાળા છોડવાનો દર માધ્યમિક સ્તરે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે, અભ્યાસ દર્શાવે છે. પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર અને ત્રિપુરા એક ડઝનથી વધુ રાજ્યો સામેલ છે જ્યાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ દર રાષ્ટ્રીય સરેરાશ 14.6 ટકા કરતાં વધુ હતો, સત્તાવાર ડેટા અનુસાર. કેન્દ્ર સરકારે આ રાજ્યોને ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે વિશેષ પગલાં લેવાનું સૂચન કર્યું છે.

PAB મુજબ, 2020-21માં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ બિહારમાં 21.4 ટકા, ગુજરાતમાં 23.3 ટકા, મધ્યપ્રદેશમાં 23.8 ટકા, ઓડિશામાં 16.04 ટકા, ઝારખંડમાં 16.6 ટકા નોંધાયો હતો. ત્રિપુરા 16.6 ટકા અને કર્ણાટકમાં 26 ટકા.

દસ્તાવેજો અનુસાર, સંબંધિત સમયગાળા દરમિયાન દિલ્હીની શાળાઓમાં નોંધાયેલા વિશેષ જરૂરિયાતો (CWSN) બાળકોની અનુમાનિત સંખ્યા 61,051 હતી, જેમાંથી 67.5 ટકાએ અભ્યાસ છોડી દીધો હતો અથવા તેની ઓળખ થઈ શકી નથી. PAB એ દિલ્હી સરકારને શાળા બહારના બાળકોને શાળા શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું છે.

2019-20માં આંધ્રપ્રદેશમાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ 37.6 ટકા હતો, જે 2020-21માં ઘટીને 8.7 ટકા થઈ ગયો છે. PAB એ રાજ્યને ડ્રોપઆઉટ રેટને વધુ ઘટાડવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા જણાવ્યું છે.

દસ્તાવેજો અનુસાર, 2020-21માં ઉત્તર પ્રદેશમાં માધ્યમિક સ્તરે 12.5 ટકા વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો હતો, જેમાં છોકરાઓ માટે સરેરાશ 11.9 ટકા અને છોકરીઓ માટે 13.2 ટકા વિદ્યાર્થીઓ હતા.

પશ્ચિમ બંગાળમાં, 10 જિલ્લાઓમાં માધ્યમિક શાળા સ્તરે 15 ટકાથી વધુ ડ્રોપઆઉટ દર છે. PAB એ રાજ્યને આ દર ઘટાડવા માટે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું છે.

આસામમાં 2020-21માં, 19 જિલ્લાઓમાં માધ્યમિક સ્તરે 30 ટકાથી વધુનો ડ્રોપઆઉટ દર નોંધાયો હતો. નાગાલેન્ડના આઠ જિલ્લામાં આ દર 30 ટકાથી વધુ હતો. માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ દર કેરળમાં 7.1 ટકા, ઉત્તરાખંડમાં 8.41 ટકા અને ગોવામાં 10.17 ટકા હતો.

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં જણાવાયું છે કે 33 ટકા છોકરીઓ ઘરેલું કામ અને 25 ટકા લગ્નને કારણે શાળા છોડી દે છે.

યુનિસેફના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે શાળા છોડ્યા પછી બાળકો તેમના પરિવાર સાથે મજૂર તરીકે અથવા લોકોના ઘરની સફાઈ કરવાનું શરૂ કરે છે.

શાળા શિક્ષણ ન લેતા હોય એવા ા દાયરાની બહારના બાળકોનું ‘મેપિંગ’ ગ્રામ પંચાયત અને વોર્ડ સ્તરે થવું જોઈએ.

મહિનામાં ઓછામાં ઓછા એક વખત શાળાઓમાં શિક્ષક-વાલીઓ સ્તરની બેઠક યોજવી જોઈએ.

શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને ઓળખવા જોઈએ કારણ કે કેટલીકવાર પરીક્ષાનું સારું પરિણામ ન આવવું અથવા કુટુંબની સ્થિતિ પણ તેમના અભ્યાસ છોડી દેવાનું કારણ છે.

વર્ગખંડો
2001-02માં વિદ્યાર્થીઓના ઓરડાનો દર 38:1, એટલે કે સરેરાશ 38 વિદ્યાર્થી દીઠ 1 વર્ગખંડ ઉપલબ્ધ હતો. વર્ષ 2001થી 2022 સુધીમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા 1.42 લાખ જેટલા વર્ગખંડો બનાવાયા છે. રેશિયો ઘટીને વર્ષ 2021-22માં 26:1 સુધી પહોંચ્યો હતો.

2001-02માં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર પણ 40:1 હતો, એટલે કે રાજ્યમાં પ્રતિ 40 વિદ્યાર્થી માત્ર એક શિક્ષક ઉપલબ્ધ હતો. નિવૃત્ત થયેલા શિક્ષકો સામે 2001-02થી 2021-22ના સમયગાળા દરમિયાન 2 લાખથી વધુ શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર 2021-22માં સુધરીને 28:1 થયો હતો. ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર અન્ય રાજ્યોની સરખામણીએ અને રાઈટ ટુ એજ્યુકેશનના નિયમોમાં દર્શાવેલ વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તર કરતા આગળ છે.

ટેકનોલોજીમાં આગળ શિક્ષણમાં પાછળ

લર્નિંગ મોનિટરિંગ સિસ્ટમ (LMS) અને G-Shala એપ સાથે ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ: રાજ્યએ ધોરણ 10 માટે ઇ-કન્ટેન્ટ સાથે LMS અને G-Shala એપ સાથે ડિજિટલ લર્નિંગ કન્ટેન્ટ શરૂ કર્યું છે. 30 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

સ્વમૂલ્યાંકનમાં ધોરણ 10 માટે 25 લાખ વિદ્યાર્થીઓ દ્વારા સાપ્તાહિક સ્વ-મૂલ્યાંકન અને શીખવાની કવાયત શરૂ કરી છે. 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

લર્નિંગ પરિણામ આધારિત રિપોર્ટ કાર્ડ્સ:
ગુજરાત એ પ્રથમ રાજ્ય છે જે ગ્રેડ 3-8ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયોના શિક્ષણ પરિણામો આધારિત રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે. દરેક રિપોર્ટ કાર્ડમાં બાળકના પ્રદર્શનની સ્થિતિ અને સૌથી નીચું પ્રદર્શન કરનારાઓના શીખવાના પરિણામોના આધારે ઉપાયો બતાવે છે. શાળાઓ માટે એક ડેશબોર્ડ પણ વિકસાવવામાં આવ્યું છે. કુલ 15 કરોડ રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવ્યા છે.

ધોરણ 3 થી 12 માટે સેન્ટ્રલાઈઝ સમમેટીવ પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં અન્ય શાળાઓના શિક્ષકો દ્વારા સમીકરણ પરીક્ષાઓની 100% ઉત્તરવહીઓ તપાસવામાં આવે છે. તમામ વિષયોના તમામ 43 લાખ વિદ્યાર્થીઓ માટે કેન્દ્રિય ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. દરેક ટેસ્ટ માટે લગભગ 50 કરોડ ડેટા દાખલ, સંકલિત અને વિશ્લેષણ કરવામાં આવે છે. સ્કેનિંગ લર્નિંગ માટે AI આધારિત સરળ એપ્લિકેશન

રાજ્ય દ્વારા 2020-21માં પરિણામ મુજબનો સ્કોર પણ રજૂ કરવામાં આવ્યો હતો. સરળ એપ વાપરવામાં સરળ છે અને આકારણી ડેટા કેપ્ચરિંગ માટે તેની પ્રથમ પ્રકારની એપ્લિકેશન છે જેણે ડેટા રિપોર્ટિંગ સમયને 2 મહિનાથી 2 અઠવાડિયા સુધી ઘટાડવામાં મદદ કરી છે.

શાસનને સુધારવા શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કામ કરે છે. શાળા શિક્ષણ સૂચકાંકોનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ જેમ કે નોંધણી, હાજરી, LO મુજબની કામગીરી, ગુજરાત શાળા ગુણવત્તા માન્યતા ગણોત્સવ 2.0, ક્ષેત્રીય સ્તરના કર્મચારીઓ, શિક્ષકો અને HM સાથે જીવંત સંવાદ.

શાળા મોનિટરિંગ એપ્લિકેશન કામ કરે છે.
ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ: તમામ શાળાઓ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની વાસ્તવિક સમયની હાજરી.

દિવ્યાન એપ્લિકેશન દ્વારા મેડિકલ કાર્ડ્સ, વ્યક્તિગત શૈક્ષણિક યોજનાના ટ્રેકિંગ સહિત CWSN વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ, ટ્રેકિંગ અને દેખરેખ.

સંપૂર્ણ વિદ્યાલય વિકાસ યોજના GPS આધારિત છે . નાગરિક માળખાકીય સુવિધાઓનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ તેમાં રખાય છે. WSDP દ્વારા 33,540 શાળાના માળખાકીય માહિતી મેળવવામાં આવે છે.

વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ દરેક શાળામાં કામ કરે છે. જે વિદ્યાર્થીઓને તેમના રહેવાના સ્થળની નજીક શાળા ન મળી રહી હોય તેમને પરિવહન દ્વારા શાળા સુધી પહોંચવા અને પરિવહન દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી આ ટ્રેકિંગ સિસ્ટમ કામ કરે છે.

શાળા વહીવટી પ્રણાલી દ્વારા શિક્ષકો સ્માર્ટ વર્ક કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે તે માટે કામ કરે છે. શિક્ષકોને વધુ સમય ફાળવવા સક્ષમ બનાવવા માટે શાળાના વહીવટી કાર્યોનું ડિજીટાઈઝેશન કરવા માટે આ સિસ્ટમ કામ કરે છે.