ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ

ગાંધીનગર, 22 એપ્રિલ 2023
ગામતળ રીસરવે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાનું 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં કરવાનું છે. 2021-25 દરમિયાન દેશના 6.62 લાખ ગામડાઓમાં 1.25 કરોડ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. પણ ગુજરાતમાં કામગીરી ખોરંભે પડી ગઈ છે. કેટલાં કાર્ડ અપાયા છે તે અંગે સત્તાવાર જાહેરાતો કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં દેશના 8 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના લગભગ 1 લાખ ગામડાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. 2023-24 ના અંત સુધીમાં દેશના તમામ 6.62 લાખ ગામડાઓની પ્રોપર્ટી માટે કાર્ડ આપવાની જાહેરાત કરાઈ હતી. પણ ગુજરાતમાં હજું કોઈ ઠેકાણા નથી. પણ ગુજરાતને પાઈલોટ પ્રોજેક્ટ કરીકે પસંદ કર્યું ન હતું. થોડા દિવસોમાં વડાપ્રધાન આવા કાર્ડ બીજા રાજ્યોમાં આપવાના છે પણ ગુજરાતમાં આ યોજનાના કોઈ ઠેકાણા નથી.

રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ યોજના શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે ભારતીય સર્વેક્ષણ વિભાગને રૂા.6.6 કરોડ નાણાં આપ્યા છે. ડ્રોન ઉડાડી મિલ્કતની માપણી કરવામાં આવી છે. ડ્રોનથી સચોટ માપ લઇ ગામમાં દરેક ઘરના પ્રોપર્ટીકાર્ડ બનાવાશે.

ગુજરાતમાં 24 ઓગસ્ટ 2021થી ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ પાંચ ગામોમાં ડ્રોન ઉડાડી મિલકતોની માપણી કરવાની જાહેરાત કરાઈ હતી.

હાઉસહોલ્ડ
ગુજરાતમાં 1 કરોડ 22 લાખ 48 હજાર 428 હાઉસ હોલ્ડ 2011માં હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 67 લાખ 73 હજાર 553 અને શહેરોમાં 54 લાખ 74 હજાર 870 હાઉસ હોલ્ડ હતા. 2023માં 1 કરોડ 50 લાખ મિલકતો હોવાનો અંદાજ છે. ગ્રામ્ય વિસ્તારની 75 લાખ મિલકતોના કાર્ડ આપવા માટે વર્ષો નિકળી જાય એવી શક્યતાઓ છે.

2020-21
2020-21ના વર્ષમાં સ્વામિત્વ યોજના ગુજરાત સરકારે કરી હોવાનું આઉટલેટમાં જાહેરાત કરી નથી. તેનો મતલબ કે ગામડાઓને પ્રોપર્ટીકાર્ડ અંગે 2020-21માં કોઈ કામગીરી થઈ ન હતી.

2021-22
જેમાં પહેલા વર્ષે 2021-22માં એક હજાર ગામોમાં ડ્રોન ફ્લાઈટ દ્વારા માપણી કરવાનું નક્કી કરાયું હતું. જેમાં 8 ડિસેમ્બર 2021 સુધીમાં ડ્રોન દ્નારા 5 જિલ્લાના 5 તાલુકાના 104 ગામોમા કામગીરી પુરી કરી હતી.

2023-24
સ્વામિત્વ યોજનામાં 2023-24ના વર્ષમાં બાકી રહેતા 75 તાલુકામાં 3500 ગામોમાં ડ્રોન ફ્લાઈટની કામગીરી પૂરી કરીને 48 હજાર નવા પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે. એવું વિધાનસભામાં જાહેર કર્યું હતું.

પ્રોપર્ટીકાર્ડ ના ફાયદા
પ્રોપર્ટીકાર્ડ આવતાં પંચાયતોની વેરા વસૂલવાનુ વધુ સરળ બનશે. સ્પષ્ટ આકારણી અને મિલ્કતવની માલિકી નક્કી થશે. બેન્કમાંથી ધીરાણ લેવું સરળ બનશે. મિલકતના વિવાદો ઘટશે. મિલકતના અક્ષાંશ-રેખાંશ સાથેના નકશા પ્રાપ્ત થશે. વેચાણ, વારસાઇ વગેરેની પ્રક્રિયા સરળ બનશે. ગામના રસ્તા, ગ્રામપંચાયતની ખુલ્લી જગ્યા, નાળા, સરોવર વગેરેની હદ નક્કી થશે. લે-વેચથી તબદિલ થશે તો પ્રમાણિત દસ્તાવેજ રજૂ કરવાથી સિટી સરવેમાં નોંધ પાડવામાં આવશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ ગ્રામ પંચાયતો પુરા પાડશે. સંપતિના માલિકી હક્કો પણ મળશે. આ યોજનામાં ભારતીય સર્વેક્ષણ વિભાગ ઉપરાંત પંચાયત વિભાગ,મહેસૂલ વિભાગ સંયુક્તપણે કામગીરી કરે છે. સમગ્ર રાજયમાં બિનખેતીની મિલકતો કેટલી છે, તેની તમામ માહિતી મેળવી શકાશે. સટીક લેન્ડ રેકોર્ડથી સંપતિ સંબંધિત વિવાદોને દૂર કરવા અને નાણાંકીય સહાય મળે તે માટે અને સારી સુવિદ્યાઓ માટે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓનું કરવામાં આવશે આયોજન

પ્રક્રિયા
જમીન રેકર્ડ ઇન્સ્પેક્ટર ત્રણ તબક્કામાં મિલકતની માપણી સહિતની કામગીરી કરે છે. જેમાં પ્રારંભિક તબક્કે ગ્રામસભા કરે છે. બીજા તબક્કામાં ગામમાં આકારણી રજિસ્ટર મુજબની મિલકત પ્રમાણે ખાનગી મિલકતમાં મકાન, પ્લોટ, જમીન, ખુલ્લી જગ્યા, નાળા, તળાવો, સરકારી મિલકત, રસ્તા વગેરેની હદ, દિશા મુજબ ચુના માર્કિંગ કરે છે.
ત્રીજા તબક્કામાં સરકારની એજન્સી સરવે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન મારફતે માપણી કરે છે. આ એજન્સીએ તૈયાર કરેલા ડ્રાફ્ટ નકશા જમીન દફતર કચેરી દ્વારા જિલ્લા દફતર ખાતાના અધિકારીને સોંપવામાં આવે છે. આ નકશામાં સંબંધિત વિસ્તારની બધી જ મિલકતો, ખુલ્લા પ્લોટોનું નંબરીંગ કરવામાં આવે છે. કોઇ મિલકત માપણી કરવામાંથી બાકી રહી ગઇ છે કે કેમ તેની ખાતરી કરાય છે. મિલકત બાકી હોય તો જિલ્લા જમીન દફતર કચેરી દ્વારા માપણી કરાય છે. જિલ્લા દફતર કચેરીના સર્વેયર, સિનિયર સર્વેયર દ્વારા ડ્રાફ્ટ નકશાનું ગ્રાઉન્ડ ટ્રુથિંગ સંબંધિત કામગીરી તલાટી કમમંત્રી, સરપંચની મદદથી ડોર-ટુ-ડોર સરવે કરી તેમાં જરૂરી સુધારા-વધારા કરાય છે. ડોર-ટુ-ડોર સરવે દરમ્યાનની માહિતી મોબાઇલ એપમાં અપલોડ કરાય છે.

ડ્રાફટ નકશામાં સુધારા જણાશે તો તે સરવે ઓફ ઇન્ડિયાને મોકલી અપાય છે. જે સુધારીને પરત કરે છે. નકશા જિલ્લા જમીન દફતર ખાતાના અધિકારી જીઆઇએસમાં અપલોડ કરશે. તૃતીય તબક્કામાં હક્ક ચોક્કસી અધિકારી દ્વારા સંબંધિત ગામમાં અગાઉથી જાણ કરીને કેમ્પ યોજવામાં આવે છે. જેમાં ગામતળ વિસ્તારમાં 100 ચો.વા., ઇન્દિરા આવાસ, સરદાર આવાસ કે અન્ય સક્ષમ અધિકારી દ્વારા ફાળવાયેલી જમીન, પ્લોટના હુકમો, પ્લાન તથા તે સંલગ્ન રેકર્ડ સહિતના પૂરાવા સંબંધિત મિલકત ધારકો પાસેથી મેળવવામાં આવે છે.

જે મિલકતમાં આકારણી રજિસ્ટર સિવાય કોઇ વધારાના પૂરાવા (જેવા કે, ઘરથારી જમીન, રાવળા હક્ક, રાજાનો લેખ, વાડા લેન્ડ વગેરે) રજૂ થયેલા ન હોય તેવા કિસ્સામાં ગૌણ પૂરાવા તરીકે આકારણી રજિસ્ટર આધારે ઠરાવ કરવામાં આવે છે.

વાંધા અરજી
હક્ક ચોક્કસી અધિકારીના ઠરાવની જાણ કરતી નોટિસ અથવા જાહેરાત બાદ હિત ધરાવતી વ્યક્તિ દિવસ 30માં વાંધા નોંધાવી શકશે. આવેલા વાંધાની તપાસ કરી સુનાવણી બાદ રેકર્ડ ઓફ રાઇટનું આખરી પ્રમોલગેશન કરાય છે. અરજદાર તરફથી આવેલી વાંધા અરજીની માહિતી સોફટવેરમાં દાખલ કરી, હક્ક ચોક્કસી અધિકારી રેકર્ડમાં દાખલ થયેલી તમામ એન્ટ્રીની તપાસ કરશે. જેની સામે કોઇ વાંધો ઉઠાવશે તો હક્ક ચોક્કસી અધિકારી સંક્ષિપ્ત ચકાસણી કરી નિર્ણય કરશે. ત્યારબાદ પ્રમોલગેશન અધિકારી રેકર્ડ ઓફ રાઇટસનું ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના નિયમ 105ની નોટિસ પ્રસિધ્ધ કરી રેકર્ડને જાહેરમાં મૂકી 30 દિવસમાં વાંધા રજૂ કરવા જણાવે છે. ત્યારબાદ આવેલા વાંધાનો નિકાલ કરી રેકર્ડનું પ્રમોલગેશન કરી, અમલમાં મૂકી, રેકર્ડ સીએસઆઇએસ (સિટી સરવે ઇન્ફોર્મેશન સિસ્ટમ)માં નિભાવણી માટે મૂકાશે.

હાઈજેક
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા મોહના કાવચાળી ગામમાં પ્રોપર્ટી કાર્ડનો ્રોન સરવે કરવા ટીમ પહોંચી હતી. જોકે, આ ટીમને અટકાવી તેમની પાસે રહેલા ડ્રોન કેમેરા ભરેલી બેગ સ્થાનિકોએ લઈ લીધી હતી. સ્થાનિકોને એવું લાગ્યું કે, આ ટીમ તાપી પાર નર્મદા લિન્ક પ્રોજેક્ટનો સરવે કરવા આવી છે. જોકે, ત્યારબાદ 2 કલાકની જહેમત બાદ સ્થાનિકોને વર્કઓર્ડર અને સરકારી ઓર્ડર બતાવ્યા પછી સ્થાનિકોએ કબજે લીધેલા ડ્રોનની પેટી સહીસલામત પરત કરી હતી.

2016થી યોજના
7 એપ્રિલ 2016માં ગુજરાત સરકારે બિનખેતીની મિલકતોના રેકોર્ડના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. રાજયમાં જયારે ખેતીની જમીનનું કમ્‍પ્‍યૂટરાઈઝેશન કરાયું ત્‍યારે અમુક જ જિલ્લાઓમાં તો બિન-ખેતીના પાનીયાઓ (પ્રોપર્ટી કાર્ડ)ની ડેટા એન્‍ટ્રી કરવામાં આવી હતી અને અમુક જિલ્લાઓમાં આવા બિનખેતીના પાનીયાઓની ડેટા એન્‍ટ્રી કરવામાં આવી ન હતી એટલે તેનો કોઈ ડેટાબેઝ તૈયાર પણ નથી. ખેતીની જમીનના દફતરોનું 2004થી કમ્‍પ્‍યૂટરાઈઝેશન કરીને તેને ઓનલાઈન કરાયા છે. તેના આધારે ગામ નમૂના નંબર-7 બનાવવામાં આવ્‍યા છે.

સરકારે જાહેર કર્યું હતું કે, ગામતળ કે સિટી સરવેની હદ ઉપરાંતના વિસ્‍તારમાં બિન-ખેતીના ગામ નમૂના નંબર-7 અને અન્‍ય રેકોર્ડના આધારે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા અંગે મહેસૂલ વિભાગે ખાસ કાર્યપપદ્ધતિ નક્કી કરી છે. તે મુજબ બિનખેતીના ફેરફારો માટે ઇ-ધરા કેન્‍દ્રમાં કમ્‍પ્‍યૂટરાઈઝેશન કરાયેલું ન હોય તો વેચાણના તથા અન્‍ય દસ્‍તાવેજોનું રજિસ્‍ટ્રેશન થાય તે પહેલાં અરજદારનો પ્રી-રજિસ્‍ટ્રેશન રેકર્ડ તૈયાર કરાશે, જેમાં વેચાણ આપનારની અરજી સાથે અરજદારે જે તે મિલકતની વિગતોના પુરાવા તથા પોતાની અને મિલકત ખરીદનારના ઓળખના માન્‍ય પુરાવા પણ રજૂ કરવા પડશે. આવા પુરાવા તથા વેચાણ દસ્‍તાવેજના આધારે એસ.આઈ (સેલ્‍ફ ઇન્‍ડેક્ષ) કેસ તૈયાર થશે. આ કામગીરી ઓટોમ્‍યુટેશન પ્રમાણે થશે.

તેના ઉપરથી કલમ-135-ડીની નોટીસ આપોઆપ તૈયાર થઈ જશે. તેની બજવણી કરાશે. આ નોટિસ સંબંધિત મેઇન્‍ટેનન્‍સ સરવેયરને પણ ઈલેકટ્રોનિક રીતે રેકોર્ડ સાથે જશે. મેઇન્‍ટેનન્‍સ સરવેયર એસ.આઈ. કેસની ચકાસણી કરીને સક્ષમ અધિકારી મ્‍યુટેશન નોંધ અંગેનો નિર્ણય લેશે. તેના આધારે ફોર્મ-૨ તૈયાર કરાશે અને જે તે મિલકતનું પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાશે. ફોર્મ નં-2માં જ પ્રોપર્ટી નંબર તૈયાર થઈ જશે. તેની એક નકલ વેચાણ રાખનારને પણ મળશે ત્‍યારબાદ જ મિલકતોમાં થતાં ફેરફારોની અસર અપાશે.

2014
19 ડિસેમ્બર 2014થી બિનખેતીના રેકર્ડ આધારે સોફ્ટવેરની મદદથી 19 લાખ 72 હજાર પ્રોપર્ટી કાર્ડ બનેલા છે. જ્યારે 20 જાન્યુઆરી 2020થી ગામતળ કે સિટી સરવેની હદ ઉપરાંતના વિસ્તારોમાં ઓન લાઈ મંજૂર થયેલા બિનખેતીના 17 હજાર 844 પ્રોપર્ટીકાર્ડ 2022 સુધીમાં તૈયાર થયેલા છે.

ગામઠાણ
ગામઠાણ યોજનામાં 1459 ગામોમાં મોજણી કરવાની થાય છે.
31-10-2020 સુધીમાં 18 લાખ મિલકતોની મોજણી પુરી થઈ હતી. જેમાંથી 1 લાખ 68 હજાર મિલકતોનું પ્રમોલગેશન થયેલું છે.
2021-22માં ગામઠાણ મોજણી યોજના હેઠળ 2 લાખ 23 હજાર પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયેલા હતા. આ યોજનાના પણ ઠેકાણા નથી.
2023-24 ગામઠાણ યોજનામાં 50 હજાર અને શહેરોમાં 44 હજાર નવા પ્રોપર્ટીકાર્ડ બવાવવામાં આવશે. ગામઠાણાં 68 હજાર પ્રોપર્ટીકાર્ડ અને શહેરી વિસ્તારમાં 2.03 લાખ કાર્ડ બનેલા હોવાનું 2023ની ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું.

જૂના દસ્‍તાવેજો
દસ્‍તાવેજોના કિસ્‍સામાં મહેસૂલી રેકર્ડ ન હોય તો પ્રોપર્ટી કાર્ડ માટે ત્રણ પધ્‍ધતિઓ નક્કી કરાઇ છે. જે મુજબ અરજદાર પાસેથી અરજી લઇને તેની ચકાસણી કરીને બિનખેતી પ્રોપર્ટી કાર્ડ બનાવાશે. બિન ખેતી થયેલા સર્વે નંબરોની ગામ નમૂના નંબર-7માં અસર પામેલી હોય તે મિલકતોની ચકાસણી કરીને કાર્ડ બનાવાશે. નવા બિનખેતી થતા સર્વે નંબરોની ઓનલાઇન ફેરફાર નોંધો દાખલ કરીને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાશે.

ખેતીની જમીના કાર્ડ
જમીન સરવા માટે કામ પૂરું કરનારું ગુજરાત પહેલું રાજ્ય છે. રાજ્યના 18046 ગામો છે, જેમાંથી 18035 ગામોનો સરવે થયો છે. જેમાં 11988 ગામના 80 લાખ સરવે નંબરોનું રેકર્ડ પ્રમોલગેટ થયા છે. 2022 સુધીમાં 5 લાખ 88 હજાર 234 વાંધા મળેલા છે. જેમાં 4 લાખ 48 હજાર 259 વાંધાની પુનઃ માપણી કરાઈ છે. આમ જમીન સરવેમાં કરોડોના કૌભાંડો થયા હોવાની ફરિયાદો અને ખેડૂતોના આંદોલનો પરથી સ્પષ્ટ છે કે સરવે કાર્ડમાં પણ સરકાર નિષ્ફળ રહી છે.