અમદાવાદ, 23 જાન્યુઆરી 2022
23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે મોટા શહેરમાં 50 બાઈક સાથે રેલી, પ્રદેશ કાર્યાલય ખાતે સંવાદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અમદાવાદ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તેમાં ફરી એક વખત માંગણી કરી હતી કે ગુજરાતમાં 92 હજાર લોકો કોરોનામાં મોત થયા હોવાની અરજી તેના કુટુંબ દ્વારા કરવામાં આવી છે તે તેમામને સરકારના ડીઝાસ્ટર કાયદા પ્રમાણે રૂ.4 લાખનું વળતર ચૂકવે.
92 હજાર લોકોને 4 લાખ લેખે રૂપિયા 3680 કરોડ ચૂકવવાના થાય છે.
પણ કોંગ્રેસ માને છે કે 3 લાખ લોકોના મોત થયા છે તે હિસાબે દરેકને વળતર આપવાની ફરજ સરકારની છે. જે 12,000 કરોડ ચૂકવવાના થાય છે તે માટે દરેક પંચાયતોને તુરંત જવાબદારી સોંપવાની માંગણી કરી છે.
મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ સરકારે સ્વિકાર્યું છે કે 91810 અરજીઓમાંથી 58840 અરજીઓ મંજુર કરાઈ છે. 11000 અરજીઓ પ્રક્રિયામાં છે. 15000 અરજી પડતર છે. 5 હજાર અરજીઓ કાઢી નાંખી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિત આરોગ્ય સેવાના અભાવે ગુજરાતના ૩ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ ભાજપ સરકારે મૃતકોના આંકડા છુપાવતા માત્ર 10 હજારનો આંકડો જાહેર કર્યો.
વૈશ્વિક મહામારી કોરોનામાં ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવા, સારવાર સહિતની સુવિધા પુરી પાડવામાં ટેસ્ટીંગના આંકડા, મોતના આંકડા છુપાવવા, સંક્રમિતોના આંકડા છુપાવવાની કામગીરીમાં સરકાર વ્યસ્ત રહી.
ભાજપ સરકારના અણઘડ વહિવટ અને ગુન્હાહિત બેદરકારીના કારણે ગુજરાતમાં ત્રણ લાખ કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુપ્રિમકોર્ટની ફટકાર બાદ કોરોના મૃતકોના પરિવારજનોને કચેરી કચેરીએ સહાય માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.
ભાજપ સરકાર મોતના આંકડા છુપાવી જુઠ્ઠાણું ફેલાવ્યું જે સુપ્રિમકોર્ટમાં ફટકાર બાદ સાચા મૃતકોના આંકડા સામે આવી રહ્યાં છે. કેટલાય લોકો ટેસ્ટ કર્યા વગર અને હોસ્પિટલમાં એડમિટ કર્યા સિવાય મૃત્યુ પામ્યા એમને સરકાર કેવી રીતે શોધીને વળતર આપશે ? સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે ? જ્યારે સુપ્રિમકોર્ટ લપડાક આપે ત્યારે સહાય આપે અને સરકાર કામ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટા પાયે અન્યાય કરી રહી છે.
ભાજપ સરકારની સાચી જ નિયત હોત તો ઉત્સવો અને તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત.
કોરોનામાં મોત થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી હલતુ નથી.
કોરોના કાળમાં નાગરિકોએ પોતાના ઘર – રોજગાર ચલાવવા માટે 28 મેટ્રીક ટન 28000 કિલો, 2.80 કરોડ તોલા સોનુ વેચવાની ફરજ પડી હતી. લોકોએ મકાન, જગ્યાઓ, ગીરવે મુકી હતી, સામુહિક, વ્યક્તિગત આત્મહત્યાનું પણ આંકડો કોરોના કાળ દરમ્યાન વધ્યો ત્યારે, પરિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
નમસ્તે ટ્રમ્પ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જાહેર સભાઓ, ક્રિકેટ મેચો રમાડવી, છેલ્લે વાયબ્રન્ટના તાયફાઓને પગલે કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ભાજપ સરકારે ગુજરાતને મુશ્કેલીમાં મુક્યુ છે.
ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચુકી છે. રાજ્યમાં 25 હજાર કરતા વધુ કોરોના સંક્રમણના કેસો આવી રહ્યાં છે. સરકાર કોરોનાને હળવાશમાં લઈ રહી છે. ત્રીજી લહેરમાં શનિ, રવિ અને 26મી જાન્યુઆરી સહિત પાંચ દિવસ રજા જાહેર કરવાની માંગણી છે.
કોંગ્રેસ પક્ષે મે 2021થી માંગણી કરી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સૂચનાઓ અનુસાર આ મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે.
મુખ્યમંત્રી માટે 200 કરોડ અને વડાપ્રધાન માટે 8 હજાર કરોડના મોંઘા પ્લેન ખરીદવાના પૈસા છે. ઉદ્યોગપતિના લાખો અને કરોડો રૂપિયા માફ કરેલા છે. એમના ઉત્સવો અને તાયફાઓ પાછળ કરોડો રૂપિયા બરબાદ કરવાનું બજેટ છે. ગુજરાતના કોરોનાના મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા આપવા માટે નાણાં – બજેટ નથી.
26 જાન્યુઆરીએ ગુજરાતના તમામ શહેરોના વોર્ડમાં 75 ફૂટનો ત્રિરંગો લઇને ત્રિરંગા યાત્રા થશે. 23 થી 30 તારીખ સુધી સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ થઈ છે.
3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે 100 આગેવાન કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના આંકડા આપીને સરકાર તેમને વળતર આપે, ન્યાય આપે તે મુદ્દે કાર્યક્રમ યોજાશે.