પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી હિંમતનગર ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર-GJ 09 CK 5500 ઉપર માદક પદાર્થ ચરસના પેકેટ નંગ 16ના મળી કુલ જથ્થો ૮.૧૨૫ કિ.ગ્રા. કિ. રૂ ૧૨,૧૮,૭૧૫ નો હેરાફેરી કરી લઇ જતા પોલીસ પ્રેટ્રોલીંગ દરમ્યાન પકડાઇ ગયેલા હતા.
ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરી આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રીના રીમાન્ડ પીરીયડ દરમ્યાન તેની પુછપરછ કરી તેની પાસેથી કબ્જે કરવામા આવેલ ઉપરોક્ત ચરસનો જથ્થો તેને અનિલકુમાર બળદેવભાઇ જાંગડા રહે. ગામ સીલાનીકેશો તા. જી.જજ્જર હરીયાણા નવિન જયપાલસિંહ ધનખડ રહે. કલોઇ તા.જી. જજ્જર હરીયાણા સફેદ કલરની આઇટ્વેન્ટી ગાડી નંબર એચ.આર.૮૯.૦૯૪૧ મા આપી ગયેલા હોવાની હકીકત શોધી કાઢી આરોપી (૧) અનિલકુમાર સન/ઓફ બળદેવભાઇ ઉ.વ. ૪૩ રહે. ગામ સીલાનીકેશો તા. જી.જજ્જર હરીયાણા તથા (૨) નવિન સન/ઓફ જયપાલસિંહ ઉ.વ. ૩૪ રહે. કલોઇ તા. જી. ઝજ્જર હરીયાણા નાઓને તા.૦૩/૦૬/૨૦૨૦ ના ના કલાક ૨૧/૦૦ વાગ્યે મોજે હરીયાણા રાજ્યના ઝજ્જર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન મુકામે અટક કરી હતી.