[:gj]ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવાઈ[:]

[:gj]ભુજ,

કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છબીલદાસ નારણભાઈ પટેલ, મનીષાબેન ગોસ્વામી, જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર, સિદ્ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ માટે  સરકાર દ્વારા સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યુટર તરીકે સીનીયર એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની નિમણુંક કરવામાં આવી હતી. અને તેથી આરોપીએ કરેલ જામીન અરજીની નોટીસ મળતા પી.પી. તરીકે ભચાઉ સેશન્સ અદાલતમાં વિડીયો કોન્ફરન્સથી હાજર થયા હતા.

જયારે સરકાર તરફે સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યટર દ્વારા એવી રજૂઆતો કરવામાં આવી હતી કે આરોપી ખૂબ જ ચાલાક છે અને પોતે તમામ ગોઠવણ કરીને શાર્પશુટરોને ગુન્હાને અંજામ કઈ રીતે આપવો તેનો કારસો રચ્યો હતો. ડોકટરના જે સર્ટીફીકેટ રજુ કરવામાં આવેલા છે તે બાબતે ડોકટરની તપાસ કરતા તેઓએ સર્ટીફીકેટ દર્દીની કોઈ સારવાર કર્યા વિના માત્ર જામીન મેળવવા સર્ટીફીકેટ આપ્યા હોવાનું સામે આવ્યું છે. બન્ને પક્ષકારોની દલીલોના અંતે ભચાઉના અધિક સેશન્સ જજ એચ.એફ. ખત્રી જામીન અરજી નામંજુંર કરી હતી.

મનીષાને હૃદયની બીમારી હોવાના પુરાવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરે કોઈ પણ જાતની સારવાર કાર્ય વિના ગંભીર બીમારીના પ્રમાણ પત્રો અપાયા હોવાનું સામે આવ્યું હતું. તે માટે ડોકટરની ફરજ માટેની બેદરકારી માટે કાર્યવાહી કરવા માટે પોલીસે મેડીકલ  કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દિલ્હીને હુકમની એક નકલ સાથે  ડોકટરનું નિવેદન, ડોકટરેે આપેલ પ્રમાણપત્રની નકલ સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે અને તેની જાણ કોર્ટને કરવા આદેશ કરાયો છે.[:]