17 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતના જે જાણીતા સ્થળો પર ગરબા થાય છે, તે આ વર્ષે નહીં થાય.
રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે રાસ ગરબાના આયોજકોએ પણ આ વખતે આયોજનો ન કરવાની જાહેરાત કરી દીધી છે. સહિયર ગ્રુપના સહિયર રાસોત્સવ, સરગમ કલબના ચિલ્ડ્રન અને ગોપી રાસોત્સવ તેમજ જૈન વિઝનના સોનમ ગરબા પણ આ વર્ષે નહિં યોજાય તેવું જાણવા મળે છે. કોરોનાની મહામારી વચ્ચે આયોજકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મહત્વની વાત એ છે કે કોરોનાની મહામારીની શરૂઆતથી જ અમદાવાદ કોરોનાનું સેંટર રહ્યું છે, હવે જોવાનું એ છે કે અમદાવાદના આયોજકો શું નિર્ણય લે છે.