રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ

90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવારે 9 કલાકે ટેલિવિઝન પર રામાયણ જોવા ગોઠવાઈ રામાયણ જોઈ હતી.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગરના રામાયણમાં પહાડ જેવું શરીર અને ગરજતા અવાજવાળા “રાવણ” નું પાત્ર ભજવી સમગ્ર વિશ્વમાં ખુબજ નામના મેળવી હતી.

રામાનંદ સાગરે ‘રામાયણ’ સિરિયલનો વિચાર કર્યો ત્યારે રાવણના શક્તિશાળી રોલ માટે તેઓએ 400 કલાકારોના ઈન્ટરવ્યુ લીધા હતા. પણ તેમની નજરમાં એકેય ન બેઠો. અચાનક ‘કુંવરબાઈનું મામેરું’ ફિલ્મમાં મેં ભજવેલી નરસિંહ મહેતાની ભૂમિકાથી પ્રભાવિત થઈને મને બોલાવ્યો. સ્ક્રીન ટેસ્ટ લીધો અને અનાયાસ ઉદગાર સરી પડ્યા: મુઝે મેરા રાવણ મિલ ગયા.

લંકાપતિ વિદ્વાન રાવણે મને સાચા અર્થમાં શિખરે પહોંચાડી દીધો. પછી ઓફરો તો ઘણી આવી પણ એન.ટી. રામારાવ સાથે સાઉથની પૌરાણિક ‘વિશ્વામિત્ર’માં ત્રિશંકુનો રોલ અદા કર્યા પછી બીજી એકેય સિરિયલ ન કરી.

80 વર્ષના અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે 250થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી 40થી વધુ વર્ષોમાં પથરાયેલી છે. તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો.

1991માં તેઓ સાબરકાંઠા જિલ્લામાંથી લોકસભાનાં સંસદ તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ સુધી આ પદ પર રહ્યા હતાં. જેમનું પહેલું ચલચિત્ર પરાયા ધન , હિંદીમાં 1971માં બન્યું હતું. દેશ રે જોયા દાદા પરદેશ જોયા ગુજરાતી ચલચિત્ર છેલ્લું 1998માં દાદાજી તરીકે રજૂ કર્યું હતું.

રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’માં એમણે લંકાપતિ રાવણનું જે પાત્ર ભજવ્યું હતું એને કારણે તેઓ માત્ર ગુજરાતી સમાજ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ઘેરઘેર જાણીતા થયા. અરવિંદભાઈ હાલ આયુષ્યના 80મા દાયકામાં છે.

પડછંદ દેહ, પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ અને ગર્જનાસમી વાણીના સ્વામી અરવિંદ ત્રિવેદી છે. નિર્માણ સંસ્થા અન્નપૂર્ણા પ્રોડક્શન કર્યું હતું. કાંદિવલીના ચારકોપ વિસ્તાર ખાતેની એમની ‘અફલાતૂન પ્રોડક્શન’ ઑફિસ છે.

ઉજ્જૈનના મહાબળેશ્વરના સમીપે ઈંદોરમાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીએ ગળથૂંથીમાં જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા છે. પિતા ઈંદોરની અગ્રગણ્ય મિલના મૅનેજર પદેથી નિવૃત્ત થયા એટલે મોટાભાઈ ભાલચંદ્રના સાથ સહકારથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ મુંબઈ આવ્યા. ભવન્સ કૉલેજમાં ભણતા ભણતા ‘વિજય મિત્ર મંડળ’ અને ઈન્ટર કૉલેજિયેટ નાટ્ય સ્પર્ધામાં અભિનય કરતાં હતા.

ક. મા. મુન્શીના ભારતીય વિદ્યાભવનમાં 1960માં માસિક સો રૂપિયાના વેતને મૅનેજર તરીકે જોડાયા હતા. સત્તર વર્ષ સુધી મૅનેજર પદે રહીને છૂટા થયા ત્યારે દસ હજારનું વેતન મેળવવા હતા.

રંગભૂમિમાં ‘વેવિશાળ’ નાટકના 75 પ્રયોગો કર્યા. 500 પ્રયોગી વિક્રમસર્જક ગુજરાતી નાટ્યરૂપાંતર ‘અભિનય સમ્રાટ’માં પોલીસ ઈન્સ્પેક્ટર બન્યા.
ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના એક સર્જક મનહર રસકપૂરે 1959માં ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં એક જ લાઈનનો સંવાદ આપીને અરવિંદ ત્રિવેદીનો ફિલ્મમાં આરંભ કરાવ્યો હતો. એ જ ફિલ્મ 1974માં રિમેક થઈ ત્યારે અરવિંદ ત્રિવેદીએ જોગીદાસની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ચુનીલાલ મડિયાની નવલકથા પરથી વલ્લભ ચોક્સીએ ‘લીલુડી ધરતી’ બનાવી એ સૌથી પ્રથમ રંગીન અને આર્ટ ફિલ્મ ગણાય. ‘કાશીનો દીકરો’ તો ત્યાર બાદ આવી.

એ માટે જવાબદાર લંકેશ છે. એણે જ મને લંકાથી લોકસભા પહોંચાડી દીધો. નાનપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતો. ભાજપ એક જ પક્ષ શરૂઆતથી અત્યાર સુધી હૈયે વસ્યો છે. સાબરકાંઠાની કર્મભૂમિમાંથી લોકોની ચાહનાએ જીતાડી દીધો. પણ રાજકારણ ન ગોઠ્યું, ન રુચ્યું, પરિવાર છોડીને દિલ્હીમાં જ વસવાટ કરવાનો. ઉપરાંત ફિલ્મો પણ છૂટી ગઈ. અભિનેતાને નેતાનો સ્વાંગ રુચ્યો નહીં. પાંચ વર્ષમાં લોક સેવા કરી.