Longest Recession in the Diamond Industry in 50 Years in Gujarat, 23 Lakh Workers Jobless गुजरात में हीरा उद्योग में 50 वर्षों में सबसे लंबी मंदी, 23 लाख श्रमिक बेरोजगार
12 માર્ચ 2025
ગુજરાતમાં 10 લાખ હીરાના કારીગરો બેકાર બની ગયા છે. હજુ 23 લાખ હીરા કારીગર બેકાર બની ગયાનો અંદાજ છે.
ગુજરાતના ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ લોકો જે ઉદ્યોગમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવે છે તે હીરા ઉદ્યોગ ઘેરી મંદીમાં સપડાતા તેનો ચળકાટ ઝંખવાયો છે અને પ્રોડક્શનમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ૫૦ વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
હીરા ઉદ્યોગ ક્ષેત્રના જાણકાર સૂત્રોનું કહેવું છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં રોજગારીનું સર્જન કરવામાં હીરા ઉદ્યોગનું મોટું પ્રદાન છે. હીરા ઉદ્યોગને કારણે ભાવનગર શહેર અને જિલ્લાનું અર્થતંત્ર ધબકતું રહે છે. શહેરમાં નિર્મળનગર હીરા બજારમાં અંદાજે બે હજાર જેટલી ટ્રેડિંગ, એસોર્ટિંગની ઓફિસ છે.
લેબગ્રોન ડાયમંડની માંગ કરતા તેનું ઉત્પાદન વધી ગયું છે. જેની અસર ગુજરાતના હીરા બજાર પર પડી છે. હીરા ઉદ્યોગ સાથે ગુજરાતભરમાં 50 લાખ કારીગરો જોડાયેલા છે. તો ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદના 60 હજાર હીરા કારીગરોને અસર પડે તેવી શક્યતા છે.
શહેરના કુમુદવાડીમાં ૩૦૦થી ૪૦૦, તળાજા રોડ પર રામ મંત્ર મંદિર વિસ્તારમાં ૨૫૦ અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં ૨૫૦ હીરાના કારખાના આવેલ છે. જિલ્લામાં મહુવામાં ૪૫૦, પાલિતાણામાં ૨૫૦ અને ગારિયાધારમાં ૨૦૦ હીરાના કારખાના છે.
આ ઉપરાંત, અન્ય તાલુકા મથકો અને મહત્વના મોટા ગામોમાં પણ હીરાના નાના-મોટા કારખાના ચાલતા હોય છે. જેના પરિણામે અંદાજે બે લાખ લોકોને આ ઉદ્યોગ દ્વારા પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થાય છે. પરંતુ છેલ્લા અઢી વર્ષથી હીરા ઉદ્યોગ પર મંદીના ઓછાયા શરૂ થયા હતા. જે સમય વીતવા સાથે ઘેરી મંદીમાં પરિવર્તિત થતા ગયા છે.
જિલ્લામાં ૧૦ ટકા હીરાના કારખાના બંધ થઈ ગયા છેે. જ્યારે જે એકમો કાર્યરત છે તેમાં પણ કામકાજનો સમય ઘટાડી નાખવામાં આવ્યો છે અને શનિ-રવિની રજા રાખવામાં આવે છે. આમ, પ્રોડક્શનમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૫૦ વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે. અઢી વર્ષથી ચાલતી આ મંદીના કારણએ રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આથી આ બાબતે સરકાર દ્વારા ઠોસ પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે હીરા ઉદ્યોગના અગ્રણીઓએ સરકારમાં રજૂઆત કરી છે.
ગુનાખોરી
સુરતના હીરાબજારમાં મંદીને પગલે હાલ બેકાર બનેલો રત્નકલાકાર પિસ્તોલ વેચવા ફરતો હતો. વરાછા
પોલીસે અશ્વનીકુમાર રોડ ફુલ માર્કેટ બ્રિજથી તાસની વાડી ઝુપડપટ્ટી તરફ જતા રોડ ઉપરથી લાલજીભાઈ ઉર્ફે લાલો ચીથરભાઈ પરમાર ( ઉ.વ.21, રહે.ચામુંડા પાન પાર્લરની ઉપર પાંચમા માળે, પતરાવાળી રૂમમાં, ઘનશ્યામનગર શેરી નં.13, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મૂળ રહે.ફરેડા ગામ, તા.ગીર ગઢડા, જી.ગીર સોમનાથ ) ને રૂ.10 હજારની મત્તાની પિસ્તોલ અને રૂ.300 ની મત્તાના ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો.
રત્નકલાકાર તરીકે કામ કરતા પણ હાલ બેકાર લાલજીની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને હથિયાર રાખવાનો શોખ હોય સાત મહિના અગાઉ તે ઉત્તરપ્રદેશના માલસરથી પિસ્તોલ અને ચાર કારતુસ લઈને આવ્યો હતો અને તે તેણે વતનમાં રાખ્યા હતા.જોકે, હાલ બેકાર બનતા તેને વેચવા માટે તે વતનથી સુરત લાવ્યો હતો અને વેચવા માટે ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.તેણે એક કારતુસ પડી ગયાનું પોલીસને જણાવ્યું હતું.વરાછા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કારખાના બંધ
સુરતની કિરણ જેમ્સે કામ ન હોવાને કારણે રત્ન કલાકારોને 10 દિવસનુ વેકેશન આપી દીધું હતું.
ગુજરાતના લેબગ્રોન હીરાની માંગ વિશ્વભરમાં છે. લેબગ્રોન હીરાની માંગ ઘટી છે. ગુજરાતના હીરા કારીગરો બેકાર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. કુદરતી હીરા અને લેબગ્રોન ડાયમંડની ચમક અને એકસરખી હોય છે. વર્ષમાં હીરાની કિંમતમાં અંદાજે 23 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડની ઉંચી માંગને કારણે નેચરલ ડાયમંડના ભાવ તૂટ્યા છે.
અમદાવાદના બાપુનગરના 400 કારખાનામાં કામ કરતા 60 ટકા કારીગરો હાલ બેકાર હાલતમાં છે. કુદરતી હીરા સામે મશીનમાં બનતા લેબગ્રોન હીરાની માંગ કરતા ઉત્પાદન વધતા શહેરમાં 60 હજાર કારીગરો બેરોજગાર થાય તેવી શક્યતા છે.
અમદાવાદમાં બેકાર
લેબગ્રોન હિરાની માંગ વઘતાં અમદવાદ શહેરના 60 હજાર રત્ન કલાકારો પર બેકારીનો ખતરો તોળાઈ રહ્યો છે. અમદાવાદ શહેરના બાપુનગર અને નિકોલમાં 400 કારખાનામાં હાલ માત્ર 60 ટકા કારીગરોને કામ મળી રહ્યું છે. બાકીના બેકાર બેઠા છે.
છેલ્લા એક વર્ષમાં કુદરતી હીરાની માંગ 23 ટકા ઘટી છે, તો લેબગ્રોન ડાયમંડની માંગ વધતાં ઉત્પાદનમાં વધારો થયો છે. ત્રણ લાખનો નેચરલ હીરો આજે 2 લાખ 20 હજારનો ભાવે પહોંચ્યો છે. પરંતુ તેની સામે લેબગ્રોન હીરાનો ભાવ માત્ર 25000 રૂપિયા છે.
ચીનમાં થતી હીરાના નિકાસમાં 50 ટકાનો ઘટાડો થતાં ભાવ આવ્યા તળીયે આવ્યા છે.
વર્ષ 2015માં બંને હિરા વચ્ચે 10 ટકા ભાવનો તફાવત હતો, આજે તે તફાવત 90 ટકાએ પહોંચ્યો છે. સરકાર હીરાની નિકાસ પર યોગ્ય નિર્ણય લેશે તો ભાવ વધશે. દેશમાં રત્નકલાકોરની સંખ્યા 50 લાખ તે પૈકી ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદમાં 60 હજાર છે.
કિરણ જેમ્સે 10 દિવસનું વેકેશન આપ્યું
સુરતના હીરા ઉદ્યાગના ઇતિહાસમાં પ્રથમવાર કારીગરોને લાંબી રજા જાહેર કરાઈ છે. શ્રાવણ મહિનામાં કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરેલું હતું. 50,000 કર્મચારીઓને 10 દિવસની રજા આપવાની જાહેરાત કરી હતી. માંગમાં ઘટાડાને કારણે દેશમાં હીરાના વેપારીઓનો સ્ટોક વધ્યો છે. કિરણ જેમ્સ વિશ્વની સૌથી મોટી કુદરતી હીરા ઉત્પાદક કંપની છે. તે પોલિશ્ડ હીરાના સૌથી મોટા નિકાસકારોમાંની એક છે. તેણે તેના કર્મચારીઓ માટે 18-27 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરી છે.