મહેસુલ કામને ઓન લાઈન કર્યા પણ, મોદી, ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબો ઓન લાઈન કરો

મહેસુલ વિભાગમાં ડિજિટલ ક્રાંતિ, તો ઉદ્યોગોની ખાનગી માહિતીમાં કેમ નહીં

ગુજરાતમાં 4 જૂલાઈ 2022ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજીટલ ઈન્ડિયાની ઉજવણી કરી પણ ખેડૂતોના કૃષિ પાકો ખેડૂતો પોતે જ પોતાના મોબાઈલ પરથી અપલોડ કરી શકે. ખેડૂતને કેટલું નુકસાન થાય છે. ખેતીના પાણી અને ઉત્પાદનની વિગતો વાવેતર તથા નુકસાન ખેડૂતો જાતે જ જાહેર કરી શકે એવી કોઈ પદ્ધતિ બનાવી નથી.

ગુજરાત સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી છે. 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે.11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે. તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

ડિઝિટલ ઇન્ડિયા દ્વારા પેપરલેસ ગવર્નન્સ દ્વારા ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ કહી રહી છે. ડિજિટલ રિફોર્મ્સ કહે છે. ગુજરાતના 117 તાલુકાઓની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ યુઝર ફ્રેન્ડલી, ઝડપી અને માહિતીપૂર્ણ – દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લીકેશન ‘Garvi 2.0’ શરુ (Live) કરવામાં આવેલ છે.

ભ્રષ્ટાચાર ઓન લાઈન
ભ્રષ્ટાચારને ઓન લાઈન ખુલ્લો પાડવો હોય તો સરકાર, સરકારી કંપનીઓ અને સ્થાનિક સરકારના હિસાબ ઓન લાઈન કરવા જરૂરી છે. રોજે રોજના પેમેન્ટ પ્રજા ઓન લાઈન જોઈ શકે એવી વ્યવસ્થા ગુજરાતમાં કરી નથી. જો આમ કરે તો ભાજપના નેતાઓ અને અધિકારીઓના કૌભાંડો જાહેર થઈ જાય તેમ છે. તેથી લોકો માંગણી કરી રહ્યાં છે કે, ખરી ઓન લાઈન પ્રક્રિયાતો દરેક કચેરી દ્વારા થતી આવક અને ખર્ચના હિસાબો જાહેર કરે. ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધીના દરેક ચૂકવણા અને હિસાબો જાહેર કરો.

મોદીની યોજના નિષ્ફળ છે.

ખેતી ઓન લાઈન ન થઈ
ગુજરાત સરકારે મહેસુલ વિભાગને ઈન્ટરનેટ સાથે જોડીને મોટાભાગે તમામ કામો ઓન લાઈન શરૂ કરી દીધા છે. પણ અત્યંત મહત્વની ખેડૂતોની આર્થિક બાબતો મજબૂત કરવા માટે કાન નોંધણી, પાક નુકસાની, પાક વાવેતર, હવામાન આગાહી, વાવેતર આગાહીને ખેડૂતો ઓન લાઈન વિગતો અપલોડ કરી શકે એવી એક પણ મોબાઈલ એપ્લિકેશન બનાવી નથી. તેથી ખેડૂતોને પારાવાર નુકસાન જાય છે.

મહેસુલ ઓન લાઈન પણ ઉદ્યોગ ઓન લાઈન નહીં

મહેસુલ અને ખેતીની જમીન, ખડૂતોની ખાનગી માહિતા પણ સરકારે જાહેર કરી છે. પણ આવી જ વિગતો ઉદ્યોગોની જાહેર કરી નથી. જે મહેસુલ વિભાગે કામ કર્યું છે એવું જ કામ ઉદ્યોગ વિભાગ કેમ કરતું નથી ? કારખાનાઓની તમામ ઓન લાઈન વિગતો જાહેર કરવાની અને તેમના કામો પણ ઓન લાઈન કરવાની માંગણી છે.

લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી શકાય છે.

આજ દિન સુધીમાં 10 હજાર અરજીઓ મળેલી છે. જેમાં 7263 કેસમાં પહેલી તપાસ પૂર્ણ કરીને માત્ર 567 એફ.આઈ.આર નોંધી છે. 2 હજાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામા આવેલી છે.

https://revenuedepartment.gujarat.gov.in/home 

ઘરે બેઠા સેવાઓ પુરી પાડવા મહેસૂલ વિભાગના કામો –
e-Seal અને e-Sign વાળી QR code વાળી કુલ 1.46 કરોડ નકલ આપી છે.
eDharaમાં હકક તબદીલી માટે આવશ્યક ગામ નમૂના નં.6 ની નોંધ ઓનલાઇન તથા નોંધના નિર્ણય અનુસાર ૭/૧૨, ૮-અ જનરેટ થશે. અત્યાર સુધીમાં 2.08 કરોડ ઓનલાઇન ફેરફારો (મ્યુટેશન) નોંધાયા છે.
સ્વામિત્વ યોજના અંતર્ગત 1278 ગામોમાં ડ્રોન માપણી થયેલ છે.
iRCMSમાં મહેસૂલી કેસો 14.33 લાખ ડિજિટલાઇઝેશન કરાયું છે.
iRIS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેકશન સિસ્ટમથી મહેસૂલી મંજૂરીઓ ઓનલાઈન કરવામાં આવે છે. તમામ મહેસૂલી રેકર્ડ તથા પ્રક્રિયા ઓનલાઈન થયેલી છે. તપાસણી પણ ઓનલાઈન કરવા માટે “આઈરિસ” મોડ્યુલ છે. . મહેસૂલી પરવાનગીઓ જેવી કે બિનખેતી, પ્રિમિયમની મંજૂરી બોનાફાઈડ પરચેઝની પરવાનગી તથા હકપત્રકની નોંધો જેવી કે વેચાણ, વારસાઈ, હકકમી, હક દાખલ અને હુકમી નોંધો તથા મહેસૂલી અધિકારીઓ દ્વારા નિર્ણય કરાતા મહેસૂલી કેસને આ મોડ્યૂલ હેઠળ આવરી લેવાયેલ છે.

i-ORA પ્લેટફોર્મ પર મહેસૂલી સેવાઓ ઓનલાઇન
વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે છે.

દસ્તાવેજોની નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી

દસ્તાવેજોનું ઓનલાઇન એપોઇન્ટમેન્ટ
દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી
થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ કરાય છે.
પ્રિન્ટીંગ, સર્ચ, ઇન્ડેક્ષ-2, દસ્તાવેજ ઓનલાઇન જોઈ શકાય છે.
iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં મહેસૂલી દાવાઓનું ડિજિટાઇઝેશન કરાયું.
ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો વેબસાઈટ પર છે.
ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા વેબસાઇટ પર છે.
મહેસૂલી સેવા માટે 6 તથા 7/12 માંગવામાં આવતા નથી.
મિલ્કત નોંધણી ‘Garviથી સબ રજીસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી કરાય છે.
મિલકત નોંધણી માટે ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલ છે.
નોંધણી કરીને 1 દિવસમાં જ દસ્તાવેજ પરત કરાય છે.
ખેતી કે સીટી સર્વેની મિલકતના દસ્તાવેજ નોંધણી બાદ ઓટો મ્યુટેશન કરાય છે.
બોમ્બે મેરેજ એક્ટ હેઠળ 2007 સુધીના લગ્નના પ્રમાણપત્ર ઘરે બેઠા મેળવી શકાય છે.
લગ્ન નોંધણી ઓનલાઇન કરવામાં આવે છે.
કેસોની નોંધણી તથા અન્ય ઓનલાઈન કામગીરી
દસ્તાવેજની પ્રમાણિત નકલ ઓન લાઈન મળે છે.
2019 પહેલાનાં સ્થાવર મિલકતના દસ્તાવેજની પ્રમાણિત નકલ ઈ-સીલ તથા QR કોડ સાથે PDF ઓનલાઈન કરાઈ છે.
સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ પર મળે છે.
ઇ-સ્ટેમ્પીંગ માટે ACCની નિમણૂક માટેની મંજુરી ઓનલાઇન આપવી. ફીઝીકલ નોન જ્યુડિશ્યલ પેપરનું વેચાણ બંઘ
4566 કેન્દ્રો પર ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ અપાય છે.
ફરજિયાત નોંઘણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી માટે ઇ-પેમેન્ટ કરાય છે.
બેન્કોમાં લોન ધિરાણના અનરજીસ્ટર્ડ દસ્તાવેજો ઉપર સ્ટેમ્પ ડ્યુટી નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ લી. (Nesl) ના પ્લેટફોર્મ ઉપર ડીજીટલ ઈ-સ્ટેમ્પીંગ ડ્યુટી શરૂ કરાયું છે.
ફ્રેન્કીંગ મશીનમાં ઓન લાઇન ફંડ લોડીંગ કરવું તથા પરવાના ઓનલાઇન આપવા.
દસ્તાવેજ કરતાં અગાઉ વાપરવાની સ્ટેમ્પ ડયુટી અંગે અભિપ્રાય મેળવી શકાય છે.

ઓછી ભરાયેલ સ્ટેમ્પ ડયુટી ભરવા સામેથી ડયુટી ભરવા દસ્તાવેજ થાય છે.

નાયબ કલેકટરના ડયુટી ભરવાના હુકમ સામે મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ કરી શકાય છે.
નાયબ કલેકટર ધ્વારા ઓછી ડયુટી લીધેલી હોય તો મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી ધ્વારા રીવ્યૂ કરાય છે.
ILMS દ્વારા વડી અદાલતના દાવાઓનું મેપિંગ વિભાગ કક્ષાથી કરવામાં આવ્યું
જમીન પચાવી પાડવા સામે iORA પર અરજી પ્રક્રિયા ઓનલાઈન કરાઈ.
લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી શકાય છે.
ખાનગી જમીન સંપાદન અંગેના જાહેરનામાની મંજુરી ઓનલાઇન કરવામાં આવી.
રેવન્યુ રેકર્ડ ઓનલાઇન Anyror પર જોઈ શકાય છે.
ઇ-ધરા તેમજ ગ્રામ સુવિધા કેન્દ્ર પરથી નકલ અપાય છે.
eDhara 6ની નોંધ ઓનલાઇન તથા નોંધના નિર્ણય અનુસાર ૭/૧૨, ૮-અ જનરેટ થશે.

બેન્ક બોજા અને બોજા મુકિત, વેચાણ દસ્તાવેજ સાથે ઓટો મ્યુટેશનથી નોંધ, કોઇ પણ હુકમ કરનાર સક્ષમ સત્તાધિકારી દ્વારા હુકમથી ઓટો મ્યુટેશનથી નોંધ પડશે.

ઇ-ચાવડી પર 135/ડી નોટીસ અપાય છે.
iRCMSમાં મહેસૂલી કેસોનું ડિજિટલાઇઝેશન કરાયું છે.
પક્ષકારોને કેસના દરેક તબકકે એસ.એમ.એસથી જાણ કરાય છે.

સ્વામિત્વ યોજના છે.
જમીનના સર્વે તેમજ મેપિંગની કાર્યવાહી સર્વે ઓફ ઇન્ડીયા સાથે કરવામાં આવે છે.

iORA 2.0 – ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન્સ ઓનલાઇન, ટ્રેકિંગ તથા મોનિટરિંગ સરળ, વિલંબમાં ઘટાડો, જેમ કે કાયદાની જોગવાઇ મુજબ બિનખેતી મંજૂરીની સમયમર્યાદા 90 દિવસ પરંતુ અરજીઓનું ગ્રીન, યલો તેમજ રેડ ચેનલમાં વિભાજન કરવાથી અરજીઓનું ઝડપથી નિકાલ કરાય છે.

બિનખેતી જમીન મહેસૂલ કાયદાની કલમ-65 બિનખેતી
પ્રિમિયમ :- ગણોતધારા , નવી શરત , બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રી.લેન્ડ, શુદ્ધ બુદ્ધિપુર્વકના વેચાણના કિસ્સામાં જૂની શરતમાં ફેરવવાના કામો થાય છે.
ખેતીની જમીન ખરીદવા માટે કામ થાય છે.
પ્રિમિયમ સાથે બિનખેતી માટે નવી અને અવિભાજય શરતની જમીન બિનખેતી ના હેતુ માટે થાય છે.
બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ થાય છે.
ખેડૂત પ્રમાણપત્ર :- ખેડૂત ખરાઇ અંગેનું પ્રમાણપત્ર માટ્રેની અરજી થાય છે.
હક્ક પત્રક :- હકક પત્રકે વારસાઇ નોધ દાખલ અરજી, ક્ષતિ સુધારણા માટેની અરજી થાય છે.
વહીવટી હુકમ-3 હેઠળ જમીન ફાળવણી ઓનલાઇન.
સુપ્રિ.ઓફ સ્ટેમ્પની કચેરીની ઇન્ડેક્ષ-2ની નકલ, બોજા પ્રમાણપત્ર, દસ્તાવેજની ડિજિટલી સાઇન નકલ, નોંધાયેલ દસ્તાવેજની અધિકૃત ખરી નકલ મળે છે.
સેટલમેન્ટ કચેરી :- ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઇન ફી ભર્યેથી મળે છે.
સીટી સર્વે હક પત્રકે વારસાઇ ઓનલાઇન નોંધ કરાય છે.
જમીન માપણીની ઓનલાઇન અરજી થાય છે.
બિનખેતી હુકમ બાદ આપોઆપ મધર પ્રોપર્ટી કાર્ડનું સર્જન કરાય છે.

ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમને મળશે વેગ
શરૂઆતના વર્ષોમાં કનેક્ટિવિટી તેમજ અન્ય પ્રશ્નોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અપેક્ષિત સેવાઓ ઘણીવાર પહોંચાડવી મુશ્કેલ બનતી હતી. 2020માં ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને વેગ હવે વેગ મળશે.

પરિવહન ક્ષેત્રની 16 સેવાઓ પણ હવે થશે ઓનલાઇન પૂરી પાડવામાં આવશે. ડુપ્લીકેટ આર.સી. બુક, આર.સી બુકમાં સરનામાંનો ફેરફાર, વાહનની લોનમાં ઉમેરો કરવો કે લોન દૂર કરવી, વાહનમાં મોબાઇલ નંબર અપડેટ, અન્ય રાજ્યમાં જતા વાહનોને એન.ઓ.સી ઈશ્યુ કરવું, લાઇસન્સનું રિન્યુઅલ, લાઇસન્સના સરનામામિં ફેરફાર, લાઇસન્સ રિપ્લેસમેન્ટ, આર.ટી.ઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.